PM reviews availability of medical infrastructure
3 Empowered groups give presentation to PM
PM directs officials to ensure rapid upgradation of health infrastructure

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રવર્તી રહેલી કોવિડ19 સંબંધિત સમસ્યાના ઉકેલ અને સમીક્ષા માટે અધિકારીઓ સાથે એક મંત્રણા હાથ ધરી હતી. તેમણે ઓક્સિજનની ઉપલબ્ધતા, મેડિસીન અને આરોગ્યના માળખાને લગતી પરિસ્થિતિને લઈને આ બેઠકમાં સમીક્ષા કરી હતી.

આ અંગે કામગીરી બજાવી રહેલા એક ઉચ્ચકક્ષાના જૂથના અધિકારીઓએ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે હાથ ધરાયેલા પ્રયાસો અંગે પ્રધાનમંત્રી શ્રી મોદીને માહિતગાર કર્યા હતા તેમણે રાજ્યોને ઓક્સિજનની ફાળવણીમાં આવેલા વેગ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. એવી પણ ચર્ચા થઈ હતી કે દેશમા એલએમઓના ઉત્પાદનમાં ઓગસ્ટ 2020ના 5700 MT/પ્રતિદિનથી વધારો કરાવીને 25મી એપ્રિલ 2021 સુધીમાં 8922 MT/પ્રતિદિન કરાયો હોવાનું જાણ કરી હતી. એપ્રિલ 2021ના અંત સુધીમાં એલએમઓના સ્થાનિક ઉત્પાદનને 9250 MT પ્રતિદિન સુધી લઈ જવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારો સાથે મળીને વહેલી તકે પીએસએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા અંગે અધિકારીઓને સૂચના આપી હતી. અધિકારીઓએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે તેઓ પણ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ઓક્સિજનના પરિવહન માટેના ટેન્કર્સ  માટે આઇએએફ હેઠળની સ્થાનિક અને ઇન્ટરનેશનલ સોર્ટીઝ ઉપરાંત ઓક્સિજન એક્સપ્રેસ રેલવેની કામગીરી અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મેડિકલ માળખા અને કોવિડ મેનેજમેન્ટની કામગીરી કરતાં અધિકારીઓના આ જૂથે હોસ્પિટલમાં બેડ અને આઇસીયુની વ્યવસ્થા માટે હાથ ધરાયેલા પ્રયાસો અંગે પણ પ્રધાનમંત્રીને વાકેફ કરાયા હતા. તેમણે પ્રધાનમંત્રીને એવી પણ માહિતી આપી હતી કે ટ્રાન્સમિશનની ચેઇન તોડવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કોવિડ મેનેજમેન્ટની જરૂરિયાતો માટે ચોક્કસ માર્ગદર્શન અને વ્યૂહરચનાની ખાતરી કરાવવા તથા તેના અમલીકરણ માટે રાજ્યોની સંબંધિત એજન્સીઓએ ખાતરી આપવા પર ભાર મૂક્યો હતો.

કમ્યુનિકેશન પર કામ કરી રહેલા સશક્ત જૂથે કોવિડ19 પ્રત્યે પ્રજામાં જાગૃતિ લાવવા માટે તેઓ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં કેબિનેટ સચિવ, આરોગ્ય સચિવ, આરટી એન્ડ એચના સચિવ, માહિતી પ્રસારણ સચિવ, ફાર્માસ્યુટિકલ્સ સચિવ, નીતિ આયોગના સદસ્ય, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ, બાયોટેકનોલોજીના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage