ભારત સરકારે જાહેર કર્યું છે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજયંતી જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ પ્રસંગની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચી ખાતે આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત ગણને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના આ અમૃતકાળમાં દેશે નક્કી કર્યું છે કે દેશ ભારતની આદિવાસી પરંપરાઓ અને તેની વીરતાની ગાથાઓને વધુ અર્થપૂર્ણ અને વધુ ભવ્ય ઓળખ આપશે. “આ માટે એવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી દર વર્ષે 15મી નવેમ્બરે એટલે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજંયતીના દિવસને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.” તેમ આ ઐતિહાસિક દિવસની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શ્રી અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની પ્રબળ ઇચ્છાશક્તિને પરિણામે જ આજે ઝારખંડ રાજ્ય અસ્તિત્વમાં છે. “એ અટલ બિહારી વાજપેયી જ હતા જેમણે દેશની સરકારમાં આદિવાસી મંત્રાલયની અલગથી રચના કરી હતી અને દેશની નીતિઓ સાથે આદિવાસીઓના હિતોને સાંકળ્યા હતા.” તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ માટે આદિવાસી સમાજ તથા દેશના તમામ નાગરિકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નાયકો અને નાયિકાઓના યોગદાનને દર્શાવતું આ મ્યુઝિયમ વિવિધતાથી ભરેલી આપણી આદિવાસી સંસ્કૃતિનું જીવંત સ્થળ બનશે.”
ભગવાન બિરસા મુન્ડાના વિઝન વિશે વાતચીત કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે ભગવાન બિરસા જાણતા હતા કે આધુનિકતાના નામે વિવિધતા, પ્રાચીન ઓળખ અને પ્રકૃતિ સાથે મિલન એ સમાજના કલ્યાણનો માર્ગ નથી. આ સાથે સાથે તેઓ આધુનિક શિક્ષણના સમર્થક હતા અને તેમનામાં તેમના પોતાના સમાજની ખરાબીઓ અને અક્ષતાઓ વિશે બોલવાની હિંમત પણ હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામનો ઉદ્દેશ્ય ભારતની સત્તાને સ્થાનાંતરિત કરવાનો છે, ભારત માટે નિર્ણય લેવાની શક્તિ ભારતીયોના હાથમાં છે. પણ તેની સાથે સાથે ‘ધરતી આબા’ માટેની લડત એ વિચારના વિરોધ માટેની લડત છે જે ભારતના આદિવાસી સમૂદાયની ઓળખને ભૂંસી નાખવા માગે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે “ભગવાન બિરસા મુન્ડા સમાજ માટે જીવ્યા, તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે જીવનનું બલિદાન આપ્યું. તેથી જ તેઓ આજે પણ આપણા વિશ્વાસ અને આપણી લાગણીઓમાં ભગવાન તરીકે બિરાજે છે. ”
‘ધરતી આબા આ પૃથ્વી પર લાંબો સમય રહી નથી પરંતુ તેમણે ટૂંકા જીવનગાળા દરમિયાન દેશનો સંપૂર્ણ ઇતિહાસ લખ્યો હતો અને ભારતના ઘડતરમાં દિશાસિંચન કર્યું હતું.’ તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
आज़ादी के इस अमृतकाल में देश ने तय किया है कि भारत की जनजातीय परम्पराओं को, इसकी शौर्य गाथाओं को देश अब और भी भव्य पहचान देगा।
— PMO India (@PMOIndia) November 15, 2021
इसी क्रम में ऐतिहासिक फैसला लिया गया है कि आज से हर वर्ष देश 15 नवम्बर यानी भगवान विरसा मुंडा के जन्म दिवस को ‘जन-जातीय गौरव दिवस’ के रूप में मनाएगा: PM
आज के ही दिन हमारे श्रद्धेय अटल जी की दृढ़ इच्छाशक्ति के कारण झारखण्ड राज्य भी अस्तित्व में आया था।
— PMO India (@PMOIndia) November 15, 2021
ये अटल जी ही थे जिन्होंने देश की सरकार में सबसे पहले अलग आदिवासी मंत्रालय का गठन कर आदिवासी हितों को देश की नीतियों से जोड़ा था: PM @narendramodi
भगवान बिरसा मुंडा स्मृति उद्यान सह स्वतंत्रता सेनानी संग्रहालय के लिए पूरे देश के जनजातीय समाज, भारत के प्रत्येक नागरिक को बधाई देता हूं।
— PMO India (@PMOIndia) November 15, 2021
ये संग्रहालय, स्वाधीनता संग्राम में आदिवासी नायक-नायिकाओं के योगदान का, विविधताओं से भरी हमारी आदिवासी संस्कृति का जीवंत अधिष्ठान बनेगा: PM
आधुनिकता के नाम पर विविधता पर हमला, प्राचीन पहचान और प्रकृति से छेड़छाड़, भगवान बिरसा जानते थे कि ये समाज के कल्याण का रास्ता नहीं है।
— PMO India (@PMOIndia) November 15, 2021
वो आधुनिक शिक्षा के पक्षधर थे, वो बदलावों की वकालत करते थे, उन्होंने अपने ही समाज की कुरीतियों के, कमियों के खिलाफ बोलने का साहस दिखाया: PM
भारत की सत्ता, भारत के लिए निर्णय लेने की अधिकार-शक्ति भारत के लोगों के पास आए, ये स्वाधीनता संग्राम का एक स्वाभाविक लक्ष्य था।
— PMO India (@PMOIndia) November 15, 2021
लेकिन साथ ही, ‘धरती आबा’ की लड़ाई उस सोच के खिलाफ भी थी जो भारत की, आदिवासी समाज की पहचान को मिटाना चाहती थी: PM @narendramodi
भगवान बिरसा ने समाज के लिए जीवन जिया, अपनी संस्कृति और अपने देश के लिए अपने प्राणों का परित्याग किया।
— PMO India (@PMOIndia) November 15, 2021
इसलिए, वो आज भी हमारी आस्था में, हमारी भावना में हमारे भगवान के रूप में उपस्थित हैं: PM @narendramodi
धरती आबा बहुत लंबे समय तक इस धरती पर नहीं रहे थे।
— PMO India (@PMOIndia) November 15, 2021
लेकिन उन्होंने जीवन के छोटे से कालखंड में देश के लिए एक पूरा इतिहास लिख दिया, भारत की पीढ़ियों को दिशा दे दी: PM @narendramodi