કુશીનગરમાં વિકાસની વિવિધ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલારોપણ કર્યું
“જ્યારે પાયાની સુવિધાઓ ઉપબલ્ધ હોય ત્યારે, મોટું સપનું જોવાની હિંમત આવે છે અને તે સપનાં સાકાર કરવાનો જુસ્સો જન્મે છે”
“ઉત્તરપ્રદેશને માત્ર 6-7 દાયકામાં સીમિત કરી શકાય તેમ નથી. આ અનંત ઇતિહાસ ધરાવતી એવી ભૂમિ છે, તેનું યોગદાન પણ અનંત છે”
“'ડબલ એન્જિન'ની સરકાર બેગણી તાકાત સાથે પરિસ્થિતિમાં સુધારો લાવી રહી છે”
“સ્વામીત્વ યોજના ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા જઇ રહી છે”
“પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ઉત્તરપ્રદેશના ખેડૂતોના ખાતાઓમાં રૂપિયા 37,000 કરોડ કરતાં વધુ રકમ જમા કરાવવામાં આવી છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગરમાં રાજકીય મેડિકલ કોલેજનું શિલારોપણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે કુશીનગરમાં વિકાસની વિવિધ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન અને શિલારોપણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કુશીનગરમાં નવી શરૂ થઇ રહેલી મેડિકલ કોલેજ સ્થાનિક મહત્વાકાંક્ષી ઉમેદવારોને ડૉક્ટર બનવા તેમજ લોકોને ગુણવત્તાપૂર્ણ તબીબી માળખાકીય સુવિધાની જરૂરિયાત પૂરી કરવાનું શક્ય બનાવશે. તેમણે નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ, કોઇપણ વ્યક્તિને પોતાની જ ભાષામાં ટેકનિકલ શિક્ષણ મેળવવાની સંભાવનાઓ વાસ્તવિકતામાં પરિણમી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી કુશીનગરના સ્થાનિક યુવાનોના સપનાં સાકાર થઇ શકશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થઇ જાય ત્યારે, વ્યક્તિમાં મોટું સપનું જોવાની હિંમત આવે છે અને તે સપનાં પૂરા કરવાનો જુસ્સો તેમનામાં જન્મ લે છે. જે લોકો ઘરવિહોણા છે, જે લોકો ઝુંપડામાં રહે છે તેમને જ્યારે પોતાનું પાકું મકાન મળી જાય, જ્યારે ઘરમાં શૌચાલય, વીજળીનું જોડાણ, ગેસનું જોડાણ, નળમાંથી આવતું પાણી ઉપલબ્ધ થાય ત્યારે ગરીબોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં 'ડબલ એન્જિન'ની સરકાર બેગણી તાકાતથી પરિસ્થિતિમાં સુધારો લાવી રહી છે. તેમણે એ તથ્ય પર વસવસો વ્યક્ત કર્યો હતો કે, અગાઉની સરકારોએ ગરીબોના સ્વમાન અને પ્રગતિની કોઇ જ કાળજી લીધી નહોતી અને વંશવાદની રાજનીતિના ખરાબ પ્રભાવોના કારણે સંખ્યાબંધ સારા પગલાંઓ ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચી જ શક્યા નહોતા.

પ્રધાનમંત્રીએ રામ મનોહર લોહિયાના શબ્દો યાદ કર્યા હતા જેમાં તેઓ કહેતા હતા કે, કર્મને કરૂણા ભાવ સાથે જોડો, તેને સંપૂર્ણ કરુણા ભાવ સાથે જોડો. પરંતુ જેમણે રાજ્યમાં અગાઉ સત્તા સંભાળી તે સરકારોએ ક્યારેય ગરીબોની પીડાની સંભાળ લીધી નહોતી, અગાઉની સરકારોએ તેમના કર્મોને કૌભાંડો સાથે અને ગુનાખોરી સાથે જોડ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના ઉત્તરપ્રદેશમાં ભવિષ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા જઇ રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના હેઠળ, ગામડાઓમાં મકાનોની માલિકીના દસ્તાવેજો આપવાનું કામ એટલે કે, મકાનોની માલિકીની સોંપણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, શૌચાલય અને ઉજ્જવલા જેવી યોજનાઓના કારણે બહેનો અને દીકરીઓને હવે સલામતી અને સ્વમાનનો અનુભવ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાભાગના મકાનો પરિવારની મહિલાઓના નામે સોંપવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશમાં અગાઉના સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 પહેલાંની સરકારની નીતિએ માફિયાઓને ઉઘાડી લૂંટ કરવા માટે છુટ્ટો દોર આપી દીધો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે યોગીજીના નેતૃત્વમાં, માફિયાઓ માફી માંગવા તેમની આસપાસ દોડી રહ્યા છે અને યોગીજીની સરકારમાં માફિયાઓ પણ સૌથી વધારે ખરાબ હાલત માફિયાઓની થઇ ગઇ છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉત્તરપ્રદેશ એવું રાજ્ય છે જેણે આજદિન સુધીમાં દેશને સૌથી વધારે સંખ્યામાં પ્રધાનમંત્રી આપ્યા છે. ઉત્તરપ્રદેશની આ ખાસિયત છે પરંતુ "ઉત્તરપ્રદેશની ઓળખ માત્ર આટલા પૂરતી મર્યાદિત નથી. ઉત્તરપ્રદેશના સ્વમાનને માત્ર 6-7 દાયકાઓમાં સીમિત કરી શકાય તેવું નથી. આ એવી ભૂમિ છે જેનો ઇતિહાસ અનંત છે અને આ ભૂમિનું યોગદાન પણ અનંત છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભગવાન શ્રી રામે આ ભૂમિ પર અવતાર લીધો; આ ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણના અવતારની પણ સાક્ષી બની છે. 24 માંથી 18 જૈન તીર્થંકરો ઉત્તરપ્રદેશમાં થઇ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, મધ્યકાલીન સમયગાળા દરમિયાન, તુલસીદાસ અને કબીરદાસ જેવી યુગ નિર્માણ કરતી હસ્તીઓએ પણ આ ભૂમિ પર જ જન્મ લીધો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કહ્યું હતું કે, આ રાજ્યને સંત રવિદાસ જેવા સમાજ સુધારકને જન્મ આપવાનો લ્હાવો પણ પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ એવો પ્રાંત છે જ્યાં માર્ગમાં દરેક ડગલે આપણને કોઈ તીર્થસ્થાન મળે છે અને અહીંના કણેકણમાં ઊર્જા ભરેલી હોય તેવો અહેસાસ થાય છે. વેદ અને પૂરાણોના આલેખનનું કાર્ય પણ અહીં નૈમિષારણ્યમાં થયું હતું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, અવધ પ્રદેશ પોતે જ અહીં, અયોધ્યાની જેમ એક તીર્થસ્થાન છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણી કીર્તિશાળી શીખ ગુરુ પરંપરા પણ ઉત્તપ્રદેશ સાથે ઘેરું જોડાણ ધરાવે છે. આગ્રામાં આવેલું 'ગુરુ કા તાલ' ગુરુદ્વારા આજે પણ ગુરુ તેગ બહાદુરની કીર્તિ તેમની હિંમતનું સાક્ષી છે, જ્યાં તેમણે ઔરંગઝેબને પડકાર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર ખેડૂતો પાસેથી કરવામાં આવતી ખરીદીમાં નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આજદિન સુધીમાં ઉત્તરપ્રદેશના ખેડૂતો પાસેથી કરેલી પાકની ખરીદીના બદલામાં ખેડૂતોના બેંક ખાતાઓમાં લગભગ રૂપિયા 80,000 કરોડ કરતા વધારે રકમ પહોંચી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ઉત્તરપ્રદેશના ખેડૂતોના બેંક ખાતાઓમાં રૂપિયા 37,000 કરોડ કરતાં વધારે રકમ જમા કરવામાં આવી છે.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi