પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ એરપોર્ટના નિર્માણથી રીવા અને તેની આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે.
રીવાના સંસદસભ્ય જનાર્દન મિશ્રાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"અભિનંદન. આ એરપોર્ટના નિર્માણથી રીવા અને આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે અને તેઓ વિકાસની ઝડપી ગતિ સાથે જોડાયેલા રહેશે.
बहुत-बहुत बधाई। इस हवाई अड्डे के बनने से रीवा और आसपास के लोगों का जीवन आसान होगा और वे विकास की तेज रफ्तार से जुड़ेंगे। https://t.co/DqM4NOtPwT
— Narendra Modi (@narendramodi) February 16, 2023