મહામહિમ, પ્રધાનમંત્રી શેખ હસીના,
બંને દેશોના પ્રતિનિધિઓ,
અમારા મીડિયા મિત્રો,

નમસ્કાર!

હું પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા એક વર્ષમાં અમે દસ વખત મળ્યા છીએ. પરંતુ આજની મુલાકાત વિશેષ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીનાજી અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં અમારા પ્રથમ રાજ્ય અતિથિ છે.

મિત્રો,

બાંગ્લાદેશ અમારી 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનના સંગમ પર સ્થિત છે. છેલ્લા એક જ વર્ષમાં અમે સાથે મળીને લોક કલ્યાણના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પૂરા કર્યાં છે. અખૌરા-અગરતલા વચ્ચે ભારત-બાંગ્લાદેશની છઠ્ઠી ક્રોસ બોર્ડર રેલ લિંક શરુ કરી છે. ખુલના-મોંગલા પોર્ટ દ્વારા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવી છે. મોંગલા પોર્ટને પ્રથમ વખત રેલ દ્વારા જોડવામાં આવ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદી પર 1320 મેગાવોટના મૈત્રી થર્મલ પાવર પ્લાન્ટના બંને એકમો પર વીજળી ઉત્પાદન શરુ કરી દેવાયું છે. બંને દેશ વચ્ચે ભારતીય રુપિયામાં ટ્રેડની શરુઆત થઈ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે, ગંગા નદી પર, વિશ્વની સૌથી લાંબા રિવર ક્રૂઝને સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ક્રોસ બોર્ડર ફ્રેન્ડશીપ પાઈપલાઈન પૂરી કરાઈ છે. ભારતીય ગ્રીડ દ્વારા, નેપાળથી બાંગ્લાદેશ સુધી વીજળી નિકાસ, ઉર્જા ક્ષેત્રે ઉપ-પ્રાદેશિક સહયોગનું પહેલું ઉદાહરણ બન્યું છે. એક જ વર્ષમાં, આટલા બધા ક્ષેત્રોમાં આવી મોટી પહેલોનો અમલ આપણા સંબંધોની ઝડપ અને સ્કેલને દર્શાવે છે.

મિત્રો,

આજે આપણે નવા ક્ષેત્રોમાં સહયોગ માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ તૈયાર કર્યું છે. જેમાં ગ્રીન પાર્ટનરશિપ, ડિજિટલ પાર્ટનરશિપ, બ્લુ ઈકોનોમી, સ્પેસ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર બનેલી સહમતિનો લાભ બંને દેશોના યુવાનોને મળશે. ભારત બાંગ્લાદેશ “મૈત્રી સેટેલાઈટ” આપણાં સંબંધોને નવી ઉંચાઈ આપશે. અમે અમારા ધ્યાન પર રાખ્યું છે - કનેક્ટિવિટી, વાણિજ્ય અને સહયોગ. છેલ્લા દસ વર્ષમાં, અમે 1965 પહેલાની કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરી છે. હવે અમે વધુ ડિજિટલ અને ઉર્જા કનેક્ટિવિટી પર ભાર આપીશું, જેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને વેગ મળશે. આપણા આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે, બંને પક્ષો સીપા પર વાતચીત શરૂ કરવા સંમત થયા છીએ. બાંગ્લાદેશના સિરાજગંજમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપોના નિર્માણ માટે ભારત સમર્થન આપશે.

મિત્રો,

54 સામાન્ય નદીઓ ભારત અને બાંગ્લાદેશને જોડે છે. અમે પૂર વ્યવસ્થાપન, વહેલી ચેતવણી, પીવાના પાણીની યોજનાઓ પર સહકાર આપી રહ્યા છીએ. અમે 1996ની ગંગા જળ સંધિના નવીકરણ માટે ટેકનિકલ સ્તરે વાતચીત શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં તિસ્તા નદીના સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવા એક ટેકનિકલ ટીમ ટૂંક સમયમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે.

મિત્રો,

રક્ષા સહાયને વધુ મજબૂત કરવા માટે, ડિફેન્સ પ્રોડક્શનથી લઈને સૈન્ય બળો માટે આધુનિકીકરણ પર, અમારી વિસ્તૃત ચર્ચા થઈ છે. અમે કાઉન્ટર-ટેરરિઝમ, કટ્ટરવાદ અને બૉર્ડરના શાંતિપૂર્ણ મેનેજમેન્ટ પર અમારી ભાગીદારીને મજબૂત બનાવવાનું નક્કી કર્યું છે. ભારત ઓશન ક્ષેત્ર માટે આપણું વિઝન સમાન છે. ઇન્ડો-પેસિફિક મહાસાગરોની પહેલમાં સામેલ થવા માટે બાંગ્લાદેશના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. હમ બિમ્સટેક સહિત, અન્ય રીજીનલ અને આંતરાષ્ટ્રીય ફોરમ પર પણ આપણો સહયોગ યથાવત રાખીશું.

મિત્રો,

આપણી સહિયારી સંસ્કૃતિ અને વાઇબ્રન્ટ લોકો-થી-લોકો આદાનપ્રદાન એ આપણા સંબંધોનો પાયો છે. અમે શિષ્યવૃત્તિ, તાલીમ અને ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે. મેડિકલ ટ્રીટમેન્ટ માટે બાંગ્લાદેશથી ભારતમાં આવતા લોકો માટે, ભારત ઈ-મેડિકલ વિઝા સુવિધા શરૂ કરશે. બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના લોકોની સુવિધા માટે, અમે રંગપુરમાં એક નવું સહાયક હાઈ કમિશન ખોલવાનું નક્કી કર્યું છે. આજ સાંજના ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે, હું બંને ટીમોને મારી શુભેચ્છા પાઠવું છું.

મિત્રો,

બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને અમે બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધોને સૌથી વધુ પ્રાથમિકતા આપીએ છીએ. હું બંગબંધુના સ્થિર, સમૃદ્ધ અને પ્રગતિશીલ બાંગ્લાદેશના વિઝનને સાકાર કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું. બાંગ્લાદેશ 2026માં વિકાસશીલ દેશ બનવા જઈ રહ્યો છે. હું "સોનાર બાંગ્લા"ને નેતૃત્વ આપવા બદલ પ્રધાનમંત્રી શેખ હસીનાજીને અભિનંદન આપું છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે સાથે મળીને 'વિકસિત ભારત 2047' અને 'સ્માર્ટ બાંગ્લાદેશ 2041'ના સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જઈશું.

ખુબ ખુબ આભાર.

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 માર્ચ 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise