India-France strategic partnership may be just 20 years old but spiritual partnership between both countries exists since ages: PM
India and France have strong ties in defence, security, space and technology sectors: PM Modi
India welcomes French investments in the defence sector under the #MakeInIndia initiative: PM Modi

હું રાષ્ટ્રપતિ મેક્રોનનું અને તેમની સાથે આવેલ પ્રતિનિધિ મંડળનું ભારતમાં સહર્ષ હાર્દિક સ્વાગત કરૂ છું. રાષ્ટ્રપતિજી, કેટલાક મહિનાઓ અગાઉ ગયા વર્ષે તમે પેરીસમાં ખુલ્લા દિલે અને ગળે મળીને ખુબ જ ઉષ્માભર્યું મારૂ સ્વાગત કર્યું હતું. મને ઘણી ખુશી છે કે આજે મને ભારતની ધરતી પર તમારૂ સ્વાગત કરવાનો અવસર મળ્યો છે.

રાષ્ટ્રપતિજી,

તમે અને હું અહિયાં એક સાથે ઉભા છીએ. આપણે માત્ર બે સશક્ત સ્વતંત્ર દેશો અને બે વિવિધતાપૂર્ણ લોકતંત્રોનાં જ નેતાઓ નથી. આપણે બે સમૃદ્ધ અને સમર્થ વિરાસતોનાં પણ ઉત્તરાધિકારીઓ પણ છીએ.
આપણી વ્યુહાત્મક ભાગીદારી ભલે 20 વર્ષ જૂની હોય, આપણા દેશો અને આપણી સભ્યતાઓની આધ્યાત્મિક ભાગીદારી સદીઓ લાંબી છે.

18મી સદીથી લઈને આજ સુધી, પંચતંત્રની વાર્તાઓનાં માધ્યમથી, વેદ, ઉપનિષદ, મહાકાવ્યો શ્રી રામકૃષ્ણ અને શ્રી અરવિંદ જેવા મહાપુરૂષોનાં માધ્યમથી, ફ્રાન્સીસી વિચારકોએ ભારતનાં આત્માનુંદર્શન કર્યું છે. વોલ્તેર, વિક્ટર હ્યુગો, રોમાં રોલાં, રેને દૌમાલ, આંદ્રે મલરો જેવા અસંખ્ય યુગપ્રવર્તકોએ ભારતનાં દર્શનમાં પોતાની વિચારધારાઓને પુરક અને પ્રેરક સમજી છે.

રાષ્ટ્રપતિજી,

આજે આપણી આ મુલાકાત માત્ર બે દેશોનાં નેતાઓની મુલાકાત જ નથી, બે સમાન વિચારવાળી સભ્યતાઓ અને તેમની સમગ્ર ધરોહરોનો સમાગમ છે, સંગમ છે. આ સંયોગ માત્ર એ નથી કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતાનોપ્રતિધ્વનિ માત્ર ફ્રાન્સમાં જ નહીં, ભારતનાં બંધારણમાં પણ નોંધાયેલો છે. આપણા બંને દેશોનાં સમાજ આ મુલ્યોનાં પાયા પર ઉભેલા છે. આ મુલ્યો માટે આપણા વીર સૈનિકોએ બે વિશ્વ યુદ્ધોમાં પોતાની કુરબાનીઓ આપી છે.

મિત્રો,

ફ્રાન્સ અને ભારતની એક જ મંચ પર ઉપસ્થિતિ એક સમાવેશી, ખુલ્લા અને સમૃદ્ધ તથા શાંતિમય વિશ્વ માટેનો સોનેરી સંકેત છે. આપણા બંને દેશોની સ્વાયત્ત અને સ્વતંત્ર વિદેશ નીતિઓ માત્ર પોત-પોતાના હિત પર જ નહીં, આપણા દેશવાસીઓના હિત પર જ નહીં, પરંતુ સાર્વભૌમિક માનવીય મુલ્યોને સાચવવા પર પણ કેન્દ્રીત છે અને આજે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે જો કોઈ દેશ ખભે ખભો મિલાવીને ચાલી શકે છે, તો તે છે ભારત અને ફ્રાન્સ. રાષ્ટ્રપતિજી, તમારા નેતૃત્વએ આ જવાબદારી વધુ સરળ બનાવી દીધી છે. જ્યારે 2015માં આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનનો પ્રારંભથયો હતો, તો પેરિસમાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિજીની સાથે થયો હતો. ગઈકાલે આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનસંસ્થાપન પરિષદનું આયોજન પારસ્પરિક જવાબદારીઓ પ્રત્યે આપણી કાર્યશીલ જાગૃતિનું જ્વલંત ઉદાહરણ છે. મને ખુશી છે કે આ શુભ કાર્ય ફ્રાન્સનાં રાષ્ટ્રપતિજીની સાથે જ થશે.

મિત્રો,

રક્ષા, સુરક્ષા, અંતરીક્ષ અને હાઈ ટેકનોલોજીમાં ભારત અને ફ્રાન્સનાં દ્વિપક્ષીય સહયોગનો ઈતિહાસ ઘણો લાંબો છે. બંને દેશોમાં દ્વિપક્ષીય સંબંધોનાં વિષયમાં દ્વિપક્ષીય સહમતી છે. સરકાર કોઈની પણ હોય, આપણા સંબંધોનો ગ્રાફ માત્ર અને માત્ર ઉપર જ જાય છે. આજની આપણી વાતચીતમાં જે નિર્ણયો લેવામાં આવ્યા, તેમનો એક પરિચય તમને હમણાં થયેલા કરારો સંધિઓમાં મળી ગયો છે અને એટલા માટે, હું માત્ર ત્રણ ચોક્કસ વિષયો પર મારા પોતાના વિચારો રજુ કરવા માંગીશ. પહેલા, રક્ષા ક્ષેત્રમાં આપણા સંબંધો ઘણા જ ઊંડા છે અને અમે ફ્રાન્સને વિશ્વનાં સૌથી વિશ્વસનીય ભાગીદારોમાંથી એક માનીએ છીએ. આપણી સેનાઓની બધી જ પાંખોની વચ્ચે વિચાર વિમર્શ અને યુદ્ધ અભ્યાસનું નિયમિત રૂપે આયોજન થતું રહે છે. રક્ષા ઉપકરણો અને ઉત્પાદનમાં આપણા સંબંધો મજબુત છે. રક્ષા ક્ષેત્રમાં ફ્રાન્સ દ્વારા મેઇક ઇન ઇન્ડિયાની પ્રતિબદ્ધતાનું અમે સ્વાગત કરીએ છીએ.

આજે અમારી સેનાઓની વચ્ચેરેસીપ્રોકલ લોજીસ્ટીક સપોર્ટના કરારને હું આપણા ઘનિષ્ઠ રક્ષા સહયોગનાં ઈતિહાસમાં એક સ્વર્ણિમ પગલું માનું છું. બીજું, અમારા બંનેનું માનવું છે કે ભવિષ્યમાં વિશ્વમાં સુખ શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દ મહાસાગર ક્ષેત્રની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા બનવાની છે. પછી ભલે તે પર્યાવરણ હોય, કે સામુદ્રિક સુરક્ષા કે પછી સામુદ્રિક સંસાધન કે વહાણવટાની સ્વતંત્રતા અને ઓવર ફ્લાઈટ, આ બધા જ વિષયો પર અમે અમારો સહયોગ મજબુત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને એટલા માટે આજે અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આપણા સહયોગ માટે એક સંયુક્ત વ્યુહાત્મક દ્રષ્ટિકોણ રજુ કરી રહ્યા છીએ.

અને ત્રીજું, અમે માનીએ છીએ કે આપણા દ્વિપક્ષીય સંબંધોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ પડાવ છે અમારા લોકોથી લોકો સાથેનાં સબંધો, ખાસ કરીને અમારા યુવાનોની વચ્ચે, અમે ઇચ્છીએ છીએ કે આપણા યુવાઓ એક બીજાનાંદેશને જાણે, એક બીજાનાં દેશને જુએ, સમજે, ત્યાં રહે, ત્યાં આગળ કામ કરે, જેથી કરીને આપણા સંબંધો માટે હજારો રાજદૂતો તૈયાર થાય. અને એટલા માટે અમે આજે બે મહત્વપૂર્ણ કરારો કર્યા છે, એક કરાર એકબીજાની શૈક્ષણિક યોગ્યતાઓને માન્યતા આપવાનો છે અને બીજો આપણી સ્થળાંતર અને આવાગમન ભાગીદારીનો છે. આ બંને કરારો આપણા દેશવાસીઓના, આપણા યુવાનોની વચ્ચે નજીકનાં સંબંધોનું માળખું તૈયાર કરશે.

મિત્રો,

આપણા સંબંધોના અન્ય અનેક પાસાઓ છે. બધાનો ઉલ્લેખ કરીશ તો સાંજ થઇ જશે. રેલવે, શહેરી વિકાસ, પર્યાવરણ, સુરક્ષા, અંતરીક્ષ, એટલે કે જમીનથી લઈને આકાશ સુધી, એવો કોઈ વિષય નથી જેની પર આપણે સાથે મળીને કામ ન કરી રહ્યા હોઈએ. આંતરરાષ્ટ્રીય ફલક પર પણ આપણે સહયોગ અને સમન્વયની સાથે કામ કરતા રહ્યા છીએ. આફ્રિકી દેશો સાથે ભારત અને ફ્રાન્સનાં મજબુત સંબંધો રહ્યા છે. આ આપણા સહયોગનાં એક અન્ય પાસાને વિકસિત કરવાનો મજબુત આધાર પ્રદાન કરે છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનસંસ્થાપન પરિષદની સહઅધ્યક્ષતા રાષ્ટ્રપતિ મેક્રોનન અને હું કરીશું. અમારી સાથે અનેક અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, શાસનાધ્યક્ષ અને મંત્રીગણ પણ ઉપસ્થિત રહેશે. પૃથ્વી ગ્રહના ભવિષ્ય માટે, આપણે સૌ આંતરરાષ્ટ્રીય સૌરગઠબંધનની સફળતા માટે પ્રતિબદ્ધ છીએ.

રાષ્ટ્રપતિજી, મને આશા છે એ પરમદિવસે વારાણસીમાં તમને ભારતની એ પ્રાચીન અને સાથે જ ચિરંજીવી આત્માનો પણ અનુભવ થશે જેની પ્રવાહિતાએ ભારતની સભ્યતાનું સિંચન કર્યું છે અને જેણે ફ્રાન્સનાં અનેક વિચારકો, સાહિત્યકારો અને કલાકારોને પ્રેરિત પણ કર્યા છે. આવનારા બે દિવસોમાં રાષ્ટ્રપતિ મેક્રોનન અને હું વિચારોનું આદાન-પ્રદાન કરતા રહીશું. હું એકવાર ફરીથી રાષ્ટ્રપતિ મેક્રોનનનું અને તેમના પ્રતિનિધિ મંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત કરૂ છું.

ખુબ ખુબ આભાર!

ય વું રેમર્સિ

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Waqf Law Has No Place In The Constitution, Says PM Modi

Media Coverage

Waqf Law Has No Place In The Constitution, Says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.