પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન સંઘના પ્રમુખ મહામહિમ સુશ્રી ઉર્સુલા વૉન ડેર લેયેન સાથે ટેલિફોન પર વાત કરી.
યુરોપિયન સંઘના પ્રમુખ વૉન ડેર લેયેનએ પ્રધાનમંત્રીને સામાન્ય ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભારતીય લોકશાહી અને વિશ્વની સૌથી મોટી ચૂંટણીના આયોજનની પણ ખૂબ પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ સંઘના પ્રમુખ વૉન ડેર લેયેનનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને સહિયારા મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત મજબૂત ભારત-EU સંબંધોને રેખાંકિત કર્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ વર્ષે ભારત-યુરોપિયન વ્યૂહાત્મક ભાગીદારીની 20મી વર્ષગાંઠ છે અને વૈશ્વિક ભલાઈ માટેની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે કામ કરવાનું યથાવત રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.
પ્રધાનમંત્રીએ આજથી શરૂ થનારી યુરોપિયન સંસદની ચૂંટણી માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.
Thank President @vonderleyen for her call. As we mark the 20th anniversary of the 🇮🇳🇪🇺 Strategic Partnership, we are committed to working together to further strengthen the ties for global good. My best wishes for the European Parliamentary elections.
— Narendra Modi (@narendramodi) June 6, 2024