પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો.
રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રીને ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સતત ત્રીજી ટર્મ માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે મજબૂત અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે સજ્જ છે.
બંને નેતાઓ 'હોરાઇઝન 2047' રોડમેપમાં કરવામાં આવેલી કટિબદ્ધતાઓને પૂર્ણ કરવા સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોનને ડી-ડેની 80મી ઐતિહાસિક વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી હતી.
તેમણે આગામી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો માટે પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Delighted to receive a phone call from my dear friend, @EmmanuelMacron. Conveyed my commitment to work together to accomplish the ambitious 'Horizon 2047' roadmap. The strong and trusted Strategic Partnership between India & France is slated to scale newer heights in the times to…
— Narendra Modi (@narendramodi) June 6, 2024