સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચૂંટાયેલા અધ્યક્ષ સુશ્રી મારિયા ફર્નાંડા એસ્પિનોસા ગાર્સેસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ 73મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અધ્યક્ષા તરીકે ચૂંટાવા બદલ સુશ્રી એસ્પિનોસાને અભિનંદન પાઠવ્યાહતા. સુશ્રી એસ્પિનોસાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આગામી સત્ર માટે પોતાની પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમની નવી જવાબદારીના નિર્વહનમાં ભારત તરફથી પૂર્ણ અને રચનાત્મક સહયોગ માટેએમને આશ્વાસન આપ્યું હતું.
તેમણે આતંકવાદ, સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા અને જળવાયુ પરિવર્તન જેવા મુખ્ય વૈશ્વિક પડકારો બાબતે સંયુક્ત રાષ્ટ્ર તરફથી મજબૂત કામગીરી કરવાની જરૂરીયાત પર ચર્ચા કરી હતી.