પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન સાથે ટેલિફોન પર વાતચીત કરી.
રાષ્ટ્રપતિ બિડેને ઐતિહાસિક ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાવા બદલ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા.
રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માનતા પ્રધાનમંત્રીએ તેને લોકતંત્ર અને લોકતાંત્રિક વિશ્વની જીત ગણાવી.
બંને નેતાઓએ વૈશ્વિક ભલાઈ માટે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું યથાવત રાખવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ હાલ ચાલી રહેલા ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપના સફળ સહ-યજમાન માટે પણ પોતાની શુભેચ્છાઓ આપી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Happy to receive call from my friend President @JoeBiden. Deeply value his warm words of felicitations and his appreciation for the Indian democracy. Conveyed that India-US Comprehensive Global Partnership is poised to witness many new landmarks in the years to come. Our…
— Narendra Modi (@narendramodi) June 5, 2024