Our struggle is for the poor. We will ensure that they get their due: PM Modi
For NDA Government, interests of the nation is supreme: PM Modi
Demonetisation is a movement to clean India from corruption and black money: Prime Minister
Government had taken several measures to plug leakages in schemes: PM Modi
Government made an annual saving of Rs 49,500 crore by plugging leakages: PM Modi
Payments under MGNREGS through direct benefit transfer in accounts plugged leakage of Rs 7,633 crore: PM
Lotus was symbolic in first war of independence in 1857 & it blooms even today: PM Modi

 

આદરણીય અધ્યક્ષાજી, રાષ્ટ્રપતિજીએ સંસદના બંને સત્રોને 2017ની શરૂઆતમાં જ સંબોધિત કર્યા. ભારત કેવી ગતિએ બદલાઈ રહ્યો છે, દેશની જનશક્તિનું સામર્થ્ય શું છે, ગામડાના ગરીબ ખેડૂતની જિંદગી કેવી રીતે બદલાઈ રહી છે, તેના માટે વિસ્તારથી એક યોજનાનું સ્વરુપ સદનમાં રજૂ કરવામાં આવ્યું હતું. હું રાષ્ટ્રપતીજીના અભિભાષણ પર આભાર વ્યકત કરવા માટે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું અને હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આ ચર્ચામાં આદરણીયશ્રી મલ્લિકાર્જુનજી, તારિક અનવરજી, શ્રી જયપ્રકાશ નારાયણજી, શ્રી તથાગતજી, સતપતીજી, કલ્યાણ બેનર્જી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અનેક વરિષ્ઠ મહાનુભાવોએ ચર્ચાને પ્રાણવાન બનાવી. અનેક પાસાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. અને હું તે માટે ચર્ચામાં ભાગ લેનારા તમામ આદરણીય સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.

ગઈકાલે ભૂકંપ આવ્યો. આ ભૂકંપના કારણે જે જે ક્ષેત્રોમાં અસુવિધા ઊભી થઇ છે હું તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને કેન્દ્ર સરકાર રાજ્યોના સંપૂર્ણ સંપર્કમાં છે. પરિસ્થિતિમાં કોઈ જરૂર હોય તો ટુકડીઓ ત્યાં પહોચી પણ ગઈ છે. પણ આખરે ભૂકંપ આવી જ ગયો. હું વિચારતો હતો કે ભૂકંપ આવ્યો કેવી રીતે? કારણકે તેની ધમકી તો ઘણા સમય પહેલા સાંભાળી હતી. કોઈ તો કારણ હશે ધરતી માતા આટલા નારાજ થઇ ગયાં હશે.

આદરણીય અધ્યક્ષાજી, હું વિચારી રહ્યો હતો કે ભૂકંપ આવ્યો કેમ. જયારે કોઈ કાંડમાં પણ સેવાનો ભાવ જોવા મળે છે, કાંડમાં પણ નમ્રતાનો ભાવ જોવા મળે છે તો માત્ર માતા જ નહીં, ધરતી માતા પણ દુઃખી થઇ જાય છે અને ત્યારે પછી ભૂકંપ આવે છે.

અને એટલા માટે રાષ્ટ્રપતિજીએ તેમના અભિભાષણમાં જનશક્તિનું વિવરણ કર્યું છે. આપણે એ જાણીએ છીએ કે કોઈપણ વ્યવસ્થા પછી તે લોકતાંત્રિક હોય કે અલોકતાંત્રિક હોય, જનશક્તિનો મિજાજ કંઈક જુદો જ હોય છે. કાલે આપણા મલ્લિકાર્જુનજી પણ કહી રહ્યા હતા કે કોંગ્રેસની કૃપા છે કે હજુ પણ લોકતંત્ર બચેલું છે અને તમે પ્રધાનમંત્રી બની શક્યા. વાહ! શું શેર સંભળાવ્યો છે. ખૂબ મોટી કૃપા છે કે તમે આ દેશમાં લોકશાહી બચાવી! કેટલા મહાન લોકો છો તમે સૌ, પણ અધ્યક્ષાજી, તે પક્ષના લોકતંત્રને દેશ બહુ સારી રીતે જાણે છે. સમગ્ર લોકશાહી એક પરિવારમાં હોમી દેવામાં આવી છે. અને 75નો સમયગાળો, આદરણીય અધ્યક્ષાજી, 75નો સમયગાળો, જયારે દેશ પર કટોકટી લાદી દેવામાં આવી હતી, હિન્દુસ્તાનને જેલખાનું બનાવી દેવાયું હતું, દેશના ગણમાન્ય વરિષ્ઠ નેતા જયપ્રકાશ બાબુ સહિત લાખો લોકોને જેલના સળિયા પાછળ બંધ કરી દેવામાં આવ્યા હતા. અખબારો ઉપર તાળા મારી દેવામાં આવ્યા હતા. અને તેમને અંદાજ નહતો કે જનશક્તિ શું હોય છે, લોકશાહીને કચડી દીધા બાદ અનેક પ્રયાસો પછી પણ આ દેશની જનશક્તિનું સામર્થ્ય હતું કે લોકશાહી ફરી સ્થાપિત થઇ અને તે જ જનશક્તિની તાકાત છે કે ગરીબ માતાનો દીકરો પણ આ દેશનો પ્રધાનમંત્રી બની શકે છે. અને એટલા માટે રાષ્ટ્રપતીજીએ જનશક્તિનો ઉલ્લેખ કરતા જે જણાવ્યું છે – ચંપારણ સત્યાગ્રહ શતાબ્દીનું આ વર્ષ છે. ઈતિહાસ માત્ર પુસ્તકોના કબાટમાં પડેલો રહે તો સમાજ જીવનને પ્રેરણા નથી આપતો. પ્રત્યેક યુગમાં ઈતિહાસને જાણવાનો, ઈતિહાસને જીવવાનો, પ્રયાસ જરૂરી હોય છે. તેમાં આપણે હતા કે નહોતા, આપણા કૂતરા હતા કે નહોતા, અન્યોના કૂતરાઓ હોઈ શકે છે. આપણે કૂતરાઓવાળી પરંપરામાં ઉછર્યા નથી. પરંતુ દેશના કોટી કોટી લોકો હતા જયારે કોંગ્રેસ પક્ષનો જન્મ પણ નહોતો થયો. 1857નો સ્વતંત્રતા સંગ્રામ આ દેશના લોકોએ જીવની બાજી લગાવીને લડ્યો હતો અને બધાએ સાથે મળીને લડ્યો હતો. સંપ્રદાયની કોઈ ભેદ રેખા નહોતી અને ત્યારે પણ કમળ હતું અને આજે પણ કમળ છે.

અહીં ઘણા એવા લોકો છે કે જે મારી જેમ આઝાદી પછી જન્મ્યા છે, અને એટલા માટે જ આપણામાંથી ઘણા લોકો જેમને આઝાદીની લડાઈમાં સૌભાગ્ય નથી મળ્યું પરંતુ દેશ માટે જીવવાનું તો સૌભાગ્ય તો મળ્યું છે. અને અમે જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આદરણીય અધ્યક્ષાજી અને એટલા માટે અપાર જનશક્તિના દેશે દર્શન કર્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીજી, તેમની પોતાની એક ગરિમા હતી. યુદ્ધના દિવસો હતા દરેક હિંદુસ્તાનીના દિલમાં ભારત વિજયના ભાવથી ભરેલો એક માહોલ હતો. અને તે સમયે જયારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ કહ્યું હતું અને દેશે અન્ન ત્યાગ માટેની એક પહેલ કરી હતી.

સરકાર બન્યા પછી આજના રાજનૈતિક વાતાવરણને આપણે જાણીએ છીએ. મોટાભાગની રાજવ્યવસ્થા તે રાજનેતાઓએ, રાજ્ય સરકારોએ, કેન્દ્ર સરકારોએ જન સામર્થ્યને લગભગ ઓળખવાનું છોડી દીધું છે. અને લોકશાહી માટે સૌથી મોટો ચિંતાનો વિષય પણ રહે છે. મારા જેવી સામાન્ય વ્યક્તિએ વાત વાતમાં કહી દીધેલું કે જે લોકોને પોસાય એમ છે તેઓ ગેસની સબસિડી છોડી દે. જયારે આપણે જનતાથી દૂર થઇ જઈએ છીએ, જન મનથી દૂર થઇ જઈએ છીએ, 2014માં અમે ચૂંટણી લડી રહ્યા હતા તો એક પક્ષ આ મુદ્દા ઉપર ચૂંટણી લડી રહ્યો હતો કે 9 સિલિન્ડર આપીશું અથવા 12 સિલિન્ડર આપીશું. અમે આવીને 9 અને 12ની ચર્ચાને ક્યાં લઇ ગયા. અમે કહ્યું કે જે લોકોને પોસાય એમ છે તેઓ શું સબસિડી છોડી શકે છે? માત્ર કહ્યું હતું. આ દેશના 1 કરોડ 20 લાખથી વધુ લોકો ગેસની સબસિડી છોડવા આગળ આવ્યા.

આ સરકાર અને ત્યાં બેઠેલા લોકોના ગર્વનો આ વિષય સીમિત નથી. આ સવા સો કરોડ દેશવાસીઓની શક્તિનો પરિચય છે. અને હું આ સદનને પ્રાર્થના કરું છું, રાષ્ટ્રપતિજીના ઉદબોધનના માધ્યમથી પ્રાર્થના કરવા માગું છું અને દેશના રાજનૈતિક જીવનમાં નિર્ણાયકની અવસ્થામાં બેઠેલા નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર એવા સૌને આહ્વાન કરું છું કે આપણે આપણા દેશની જનશક્તિને ઓળખીએ, તે સામર્થ્યને ઓળખીએ, આપણે ભારતને નવી ઊંચાઈઓ પર લઇ જવા માટે જન આંદોલનનો નિર્ધાર લઈને એક હકારાત્મક માહોલ બનાવીને દેશને આગળ વધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. જોજો પહેલા નથી મળ્યા તેના કરતા વધુ પરિણામ મળશે.

અને તેના કારણે અનેક ગણી તાકાત વધી જશે. દેશની તાકાત વધવાની છે. તેમાંથી કોઈ એવું નથી કે જે આવનારા સમયને ખરાબ જોવા ઈચ્છતા હતા. આમાંથી કોઈ એવું નથી કે જે હિન્દુસ્તાનનું ખરાબ ઇચ્છતા હતા, દરેક જણ ઈચ્છતો હતો કે ગરીબનું કલ્યાણ થાય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ગામડાના ગરીબ ખેડૂતને કંઈક મળે. અગાઉ પણ કોઈએ પ્રયાસ નહોતો કર્યો એવું કહેનારા લોકોમાંનો હું નથી. હું આ સદનમાં વારંવાર કહી ચૂક્યો છું. હું લાલ કિલ્લા ઉપરથી પણ બોલી ચૂક્યો છું કે અત્યાર સુધી જેટલી સરકારો આવી, જેટલા પ્રધાનમંત્રીઓ આવ્યા, તે દરેકનું પોત-પોતાનું યોગદાન છે.

પેલી બાજુ બેઠેલા લોકો પાસેથી ક્યારેય એવું સાંભળવા નથી મળ્યું કે આ દેશમાં કોઈ ચાપેકર બંધુઓ પણ હતા જેમની શહીદી આઝાદીમાં હતી. તેમના મોઢેથી ક્યારેય સાંભળવા નથી મળ્યું, કે સાવરકરજી પણ હતા કે જેઓ કાળાપાણીની સજા ભોગવી રહ્યા હતા ત્યારે દેશ આઝાદ થયો છે. તેમના મોઢેથી ક્યારેય સાંભળવા નથી મળ્યું કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ પણ હતા કે જેમણે દેશ માટે બલિ ચઢાવી દીધી. તેમને તો લાગે છે કે આઝાદી માત્ર એક જ પરિવારે અપાવી છે. સમસ્યાનું મૂળ ત્યાં છે.

આપણે દેશને તેની પૂર્ણતામાં સ્વીકાર કરીએ અને એટલા માટે જન શક્તિને જોડીને. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે-

अमंत्रम अक्षरम् नास्ति। नास्ति मूलम् अनौषिधम्, अयोग्यन पुरूषोनास्ति योजक: तत्र दुर्लभ:।

કોઈ અક્ષર એવો નથી હોતો કે જેને મંત્રમાં જગ્યા મેળવવા માટેનું સામર્થ્ય ના હોય. કોઈ એવું મૂળ નથી હોતું કે જેનામાં ઔષધીમાં જગ્યા મેળવવાનું સામર્થ્ય ના હોય, કોઈ માણસ એવો નથી હોતો કે જે કંઈક કરીને સમાજ અને દેશને ના આપી શકે. માત્ર જરૂર હોય છે योजक: तत्र दुर्लभ:| યોજકની જરૂર હોય છે. અને આ સંસારે દરેક શક્તિને સજાવીને જોડવાનો પ્રયાસ કર્યો છે. અને જનશક્તિના ભરોસે તેને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.

સ્વચ્છતાનું અભિયાન, મને નવાઈ લાગે છે, શું એ બાબત માટે આપણે વિચારવું ના જોઈએ કે આઝાદીના આટલા વર્ષો થઇ ગયા છે. મહાત્મા ગાંધીનું નામ આપણે લઈએ છે, ગાંધીના બે પ્રિય ચિન્હો હતા. ગાંધી કહેતા હતા કે આઝાદીની પહેલા પણ જો મારે કંઈક મેળવવું હોય તો મારે સ્વચ્છતા મેળવવી છે. અમે સ્વચ્છતાની ગાંધીજીની વાત લઈને તમારી સામે આવ્યા. દેશની સામે આવ્યા. આટલી સરકારો આવી, આટલા સંસદના સત્રો ચાલ્યા. શું ક્યારેય સંસદમાં સ્વચ્છતાના વિષય પર ચર્ચા થઇ છે? અને એટલા માટે પહેલી વાર આ સરકાર આવ્યા પછી, અને એટલા માટે શું સ્વચ્છતાને પણ અમે રાજનૈતિક એજન્ડાનો ભાગ બનાવી દઈશું? તમારામાંથી કોણ એવું છે કે જે ગંદકીમાં જીવવા માગે છે? તમારા વિસ્ત્તારમાં કોણ એવું છે કે જેને ગંદકી ગમે છે? તમે પણ નથી ઇચ્છતા, અહીંના લોકો પણ નથી ઇચ્છતા, અહીંના લોકોને પણ નથી ગમતી. કોઈને પણ નથી જોઈતી. પરંતુ શું આપણે સૌ મળીને એક સ્વરમાં સમાજને આ પવિત્ર કાર્યમાં જોડવા, ગાંધીજીના સપનાને પૂરું કરવા માટે આગળ ના વધી શકીએ? કોણ રોકે છે?

અને એટલા માટે જ આદરણીય અધ્યક્ષાજી, આ અપાર જનશક્તિને આગળ લઈને વધતા આ વખતે એ ચર્ચા, હવે એ તો સાચું છે કે જયારે રાષ્ટ્રપતિજીના ઉદબોધન પર ચર્ચા થાય છે, અને અંદાજપત્ર પણ આવ્યું હોય તો અંદાજપત્રની વાતો પણ આવી જાય છે અને રાષ્ટ્રપતિજીના ઉદબોધનની વાતો પણ આવી જાય છે. અંદાજપત્ર પર જયારે ચર્ચા થશે ત્યારે નાણા મંત્રીજી તેને વિસ્તારપૂર્વક કહેશે, પરંતુ એક ચર્ચા એવી છે કે અંદાજપત્ર જલદી કેમ કર્યું? ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણો સમગ્ર આર્થિક કારોબાર કૃષિ પર આધારિત છે. અને મોટાભાગે ખેતીની સ્થિતિ દિવાળી સુધીમાં ખબર પડી જાય છે. આપણા દેશની એક કઠણાઈ એ છે કે આપણે અંગ્રેજો જે વિરાસત છોડીને ગયા છે તેને લઈને ચાલીએ છીએ.

આપણે મે માં લગભગ અંદાજપત્રની પ્રક્રિયામાંથી બહાર આવીએ છીએ. અને પહેલી જૂન પછી હિન્દુસ્તાનમાં વરસાદ આવવાની શરૂઆત થઈ જાય છે. ત્રણ મહિના સુધી અંદાજપત્રનો ઉપયોગ કરવાનું અશક્ય થઇ જાય છે. એક રીતે આપણી પાસે કામ કરવાનો સમય ખૂબ ઓછો રહી જાય છે. અને જયારે સમય હોય છે તો તે છેલ્લા દિવસોની પૂર્તિ કરવા માટે આપણે જાણીએ છીએ, સરકાર જાણે છે કે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં કેવી રીતે બિલ કપાય છે અને કેવી રીતે રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. હવે આપણે એ વિચારવું જોઈએ કે હવે હું કોઈની ટીકા નથી કરતો. હજુ પણ કોઈને ખબર પડે છે કે શું કારણ હતું કે આઝાદીના અનેક વર્ષો સુધી અંદાજપત્ર સાંજે પાંચ વાગે આવતું હતું. કોઈએ વિચાર્યું નહીં, બસ પાંચ વાગે ચાલે છે, ચાલ્યા કરે છે. કેમ ચાલે છે ભાઈ. પાંચ વાગે એટલા માટે અંદાજ પત્ર ચાલતું હતું કે યુકેની સંસદ અનુસાર હિન્દુસ્તાનમાં અંગ્રેજોના સમયથી સાંજે પાંચ વાગે અંદાજપત્ર આવતું. હવે આપણે તેને જ ચાલુ રાખ્યું. અને ખૂબ ઓછા લોકોને ખબર હશે કે આપણે ઘડિયાળને આવી રીતે પકડીએ છીએ તો ભારતીય સમય છે પણ ઘડિયાળ આવી રીતે પકડીએ છીએ તો લંડનનો સમય છે. તમારી પાસે ઘડિયાળ છે તો જોઈ જુઓ.

 

તે જ રીતે..હવે અટલજીની સરકાર આવી, ત્યારે સમય બદલવામાં આવ્યો. અમારો પણ પ્રયાસ છે અને જયારે તમારી સરકાર હતી, ત્યારે તમે લોકોએ પણ બજેટના સમયના સંબંધમાં એક કમિટી બનાવી હતી. તેનો વિસ્તારપૂર્ણ રીપોર્ટ છે. અને તમે પણ ઈચ્છતા હતા કે હવે આ સમય બદલાવો જોઈએ અને તેમણે જે પ્રસ્તાવ આપેલો છે, અમે તેને જ પકડ્યો છે, પણ તમે લોકો ના કરી શક્યા. કારણકે તમારી પ્રાથમિકતાઓ અલગ છે. તમે ઈચ્છતા નહોતા એવું નથી. પરંતુ તે પ્રાથમિકતાઓમાં નંબર ક્યારે લાગશે. તો એટલા માટે જે વાતો તમારા સમયમાં થઇ છે, તે વાતોને ખૂબ ગર્વથી કહેવી જોઈએ તમારે, ફાયદો ઉઠાવો ને, આ તો અમારા સમયમાં થયું હતું. હવે આ પણ તમે ભૂલી જાવ છો, ચાલો મેં યાદ અપાવી દીધું, તમે એનો પણ ફાયદો ઉઠાવો.

 

રેલવેના સંબંધમાં પણ વિસ્તારથી ચર્ચા જયારે અંદાજપત્રમાં થશે, પરંતુ એક વાત સમજો કે 90 વર્ષ પહેલા જયારે રેલવે અંદાજપત્ર આવતું હતું, ત્યારે વાહનવ્યવહારનું મુખ્ય સાધન માત્ર રેલવે હતી. આજે વાહનવ્યવહાર એક ઘણી મોટી અનિવાર્યતા બની ગઈ છે અને એકમાત્ર રેલવે નથી અનેક પ્રકારના વાહનવ્યવહારના માધ્યમો છે. જ્યાં સુધી આપણે સમગ્ર વાહનવ્યવહાર આ વિષયને જોડીને નહીં ચાલીએ તો આપણે સમસ્યાઓ સામે લડતા રહીશું. અને એટલા માટે મુખ્ય પ્રવાહમાં રેલવે વ્યવસ્થા પણ રહેશે. તેમાં કોઈ ખાનગીકરણને કોઈ તકલીફ નથી, તેની સ્વતંત્રતાને કોઈ મુશ્કેલી નથી, પરંતુ વિચારવા માટે સરકાર એક સાથે સંકલિત, દરેક પ્રકારના વાહનવ્યવહારના સાધનોને જોવાના શરુ કરે તે પણ જરૂરી છે. અને અમે જ્યારથી આવ્યા છીએ અમે રેલવેના અંદાજપત્રમાં અનેક ફેરફારો કર્યા છે.

 

તમે જાણો છો કે પહેલા અંદાજપત્રમાં આપણા ગૌડાજીએ જણાવ્યું હતું કે લગભગ 1500 જાહેરાતો થઇ હતી અને કોણ મજબૂત છે, કોણ ગૃહમાં વધુ પરેશાન કરે છે, તેને ધ્યાનમાં રાખીને, તેમને ખુશ રાખીને એકાદી વસતુ બોલી નાખવામાં આવતી હતી. તે પણ તાલી વગાડી દેતા હતા. પોતાના વિસ્તારમાં જઈને કહી આવતા હતા આ કામ થઇ ગયું છે. અમે જોયું 1500 એવી બાબતો થાઈ હતી જેમનો કાગળ ઉપર પણ મોક્ષ થઇ ગયેલો, તો આવું આપણે કેમ કરીએ છીએ. હું જાણું છું તેનાથી રાજનૈતિક દ્રષ્ટીએ આપણને નુકસાન થાય છે. પણ કોઈકે તો જવાબદારી લેવી પડશે ને, દેશમાં જે ખોટી વસ્તુઓ વિકસિત થઇ ચૂકી છે, તેને આપણે રોકીએ. અને અમલદારશાહીને એ વસ્તુ શોભે છે. આવી વસ્તુઓ તેમને શોભે છે કે રાજનેતાઓ તાલી વગાડી દે, તેમની ગાડી ચલાવી દે. મારે નથી ચલાવવી ભાઈ.

 

દેશના સામાન્ય માનવની આશાઓ આકાંક્ષાઓ માટે નિર્ણયો લેવાના છે, સારા નિર્ણયો લેવાનો પ્રયાસ છે, સારી રીતે કરવાનો પ્રયાસ છે, અને એટલા માટે આપણે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ, આપણે તે કામને કરી રહ્યા છીએ.

 

એક વિષય નોટબંધીનો આવ્યો છે. પહેલા જ દિવસથી આ સરકાર કહી રહી છે કે અમે નોટબંધી પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ તમને લોકોને લાગતું હતું કે ટીવી પર લાઈનો જોઈએ છીએ, તો કાલે ક્યારેક ને ક્યારેક કંઈક તો થઇ જ જશે, પછી જોઈશું. તમને લાગતું હતું કે આ સમયે ચર્ચા કરવાથી કદાચ મોદી ફાયદો ઊઠાવી જશે. અને એટલા માટે ચર્ચાને બદલે તમને ટીવી બાઈટ આપવામાં વધુ રસ હતો. એટલા માટે ચર્ચા ના થઇ. સારું જ થયું કે આ વખતે તમે થોડો ઘણો સ્પર્શ કર્યો છે અને કેટલો મોટો બદલાવ આવ્યો છે. અને મને વિશ્વાસ છે જે ઝીણવટથી વસ્તુઓનો અભ્યાસ કરે છે અને અત્યાર સુધી તેમનું ધ્યાન નથી ગયું તો હું ઈચ્છીશ કે તેમનું ધ્યાન જાય. 2014 પહેલાનો સમય જોઈ લો. 2014 મેની પહેલાનો. ત્યાંથી અવાજ ઉઠતો હતો કે કોલસામાં કેટલુ ખવાયું? 2Gમાં કેટલું ગયું? જળ ભ્રષ્ટાચારમાં કેટલું ગયું, વાયુ ભ્રષ્ટાચારમાં કેટલું ગયું, આકાશના ભ્રષ્ટાચારમાં કેટલું ગયું, કેટલા લાખ ગયા, આવા જ અવાજો ત્યાંથી આવતા હતા. આ મારી માટે ખુશીની ખબર છે કે જયારે ત્યાંથી અવાજ ઉઠતા હતા, મોદીજી કેટલું લાવ્યા, કેટલું લાવ્યા, કેટલું લાવ્યા. ત્યારે અવાજ ઉઠતો હતો કે કેટલું ગયું, હવે અવાજ ઉઠે છે કે કેટલું લાવ્યા, તેનાથી મોટો જીવનનો સંતોષ શું હોઈ શકે છે, આ જ તો સાચું પગલું છે.

 

બીજું, આપણા ખડગેજીએ કહ્યું કે કાળું-નાણું હીરા-ઝવેરાતમાં છે, સોનામાં છે, ચાંદીમાં છે, મિલકતોમાં છે. હું તમારી વાત સાથે સહમત છું, પરંતુ આ સદન જાણવા માગે છે કે આ જ્ઞાન તમને ક્યારે થયું. કેમકે આ વાતનો કોઈ ઇનકાર નથી કરી શકતું કે ભ્રષ્ટાચારનો પ્રારંભ રોકડથી થાય છે. તેની શરૂઆત રોકડથી થાય છે. પરિણામમાં મિલકત હોય છે, પરિણામમાં ઘરેણા હોય છે, પરિણામમાં સોનું હોય છે. શરૂઆત રોકડથી થાય છે. બીજું તમને ખબર છે કે આ જ દુષણોના કેન્દ્રમાં છે. બેનામી મિલકતો છે, ઘરેણા છે, સોનું છે, ચાંદી છે, જરા તમે લોકો જણાવો 1988માં જયારે શ્રીમાન રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા, પંડિત નહેરુ કરતા પણ વધુ બહુમત આ સદનમાં તમારી પાસે હતો. બંને સદનમાં તમારી પાસે હતો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી બધું જ તમારી સત્તામાં હતું. તમે જ તમે હતા, બીજું કોઈ નહોતું.

1988માં તમે બેનામી કાનૂની સંપત્તિનો કાયદો બનાવ્યો. તમને આજે જ્ઞાન થયું છે, શું કારણ હતું કે 26 વર્ષ સુધી તે કાયદાને નોટિફાય કરવામાં ના આવ્યો? શું કારણ હતું તેને દબાવીને રાખવાનું. જો તે સમયે નોટિફાય કર્યું હોત તો જે જ્ઞાન આજે તમને થયું છે, 26 વર્ષ પહેલાની સ્થિતિ થોડી સારી હતી, દેશને ખૂબ જલદી સાફ સુથરો કરવાની દિશામાં એક કામ ઓછું થઇ જાત. એ કયા લોકો હતા જેમને કાયદો બન્યા પછી જ્ઞાન થયું કે હવે કાયદો દબાવવામાં ફાયદો છે. તે કયા પરિવાર..તમે તેનાથી બચી નહીં શકો. તમે કોઈનું પણ નામ આપીને તમે બચી નહીં શકો. તમારે જવાબ આપવો પડશે દેશને. જે જ્ઞાન આજે થયું છે અને આ સરકાર છે જેણે નોટબંધીની પહેલા, પહેલું પગલું તેમની વિરુદ્ધ ઉપાડેલું. અને આજે હું આ સદનના માધ્યમથી પણ દેશવાસીઓને કહેવા માગું છું કે તમે ગમે તેટલા મોટા પણ કેમ ના હો, ગરીબના હકનું તમારે પાછું આપવું પડશે. અને હું આ રસ્તાથી પાછળ ખસવાનો નથી. હું ગરીબો માટે લડાઈ લડી રહ્યો છું, અને ગરીબો માટે લડાઈ લડતો રહીશ. આ દેશની ગરીબીના મૂળમાં, આ દેશમાં ગરીબીના મૂળમાં, દેશની પાસે પ્રાકૃતિક સંપદાની કોઈ ખોટ નહોતી, દેશની પાસે માનવ સંસાધનોની કોઈ ખોટ નહોતી, પણ દેશમાં એક એવો વર્ગ બન્યો, જે લોકોના હકને લૂંટતો રહ્યો, તેનું જ પરિણામ છે કે દેશ જે ઊંચાઈ પર પહોંચવો જોઈતો હતો ત્યાં ના પહોંચી શક્યો.

એક વાત હું કહેવા માગીશ, આપણે એ જાણીએ છીએ કે અર્થવ્યવસ્થાની આ વાતથી કોઈ ઇનકાર નથી કરી શકતું, એક સમાંતર અર્થવ્યવસ્થા વિકસિત થઇ છે, અને એવું નથી કે આ કામ પણ તમારી જાણમાં પહેલા પણ આવેલું. આ વિષય તમારી જ સરકારની, તમારી જ કમિટીઓએ પણ તમને સૂચવેલો હતો. જયારે ઈન્દિરાજી રાજ્ય કરતા હતા ત્યારે યશવંતરાવજી ચૌહાણ આ વિષય લઈને તેમની પાસે ગયા હતા, અને ત્યારે જઈને તેમણે કહેલું કે કેમ ભાઈ કોંગ્રેસની ચૂંટણી નહીં લડવાની. તમારો નિર્ણય ખોટો નહોતો. ચૂંટણીનો ડર હતો. અમને ચૂંટણીની ચિંતા નથી, દેશની ચિંતા છે, એટલા માટે અમે નિર્ણય કર્યો, એટલા માટે અમે નિર્ણય કર્યો. અને એ વાત નક્કી છે કોઈ ઇનકાર નથી કરી શકતું કે કોઈ પણ વ્યવસ્થામાં રોકડા કેટલા, ચેકને ‘ના’ આ કારોબાર વિકસિત થઇ ગયો છે. અને એક રીતે જીવનનો હિસ્સો બની ગયો છે. જ્યાં સુધી તમે તેને ઊંડો ઘા નહીં મારો ત્યાં સુધી પરિસ્થિતિથી બહાર નહીં આવી શકો અને એટલા માટે અમે જે નિર્ણયો કર્યા છે.

 

તમે કયા પ્રકારે દેશ ચલાવ્યો છે, એવું લાગે છે કે કેટલાક પક્ષોના મન-મસ્તિષ્કમાં ચાર્વાકનો મંત્ર જીવનમાં બહુ કામ આવી ગયો છે. તેમણે ચાર્વાકના જ મંત્રને લઈને જ કદાચ અને ત્યારેજ જઈને કોઈ દેશ અંગ્રેજી કવિનો ઉલ્લેખ કરતા એવું પણ કહી ડેટા હતા કે મોટી મોટી વ્યક્તિઓનું મર્યા પછી શું છે! શું જોયું છે! અત્યારે તો ચર્વાકનું તત્વજ્ઞાન છે. હું તે સદનમાં જઈશ ત્યારે તેનો ઉલ્લેખ વિસ્તારપૂર્વક કરીશ, પણ ચાર્વાક કહેતા હતા કે-

 

यवज्जीकवेत्, सुखम् जीवेत्। 

ऋणम् ऋित्वा्, घ्रितम् पिबेत्।।

भस्मिभूतस्य् देहस्यर। 

पुनार्गमनम् कुत:?

 

જ્યાં સુધી જીવો, મોજ કરો. જીવો. જ્યાં સુધી જીવો, મોજ કરો. ચિંતા કઈ વાતની, કર્જ કરો અને ઘી..તે જમાનામાં આ સંસ્કાર હતા એટલા માટે ઘી કહ્યું, ભાઈ ભગવંત માન નહીં તો બીજું કઈ પીવાનું કહેત. પણ તે સમયે ઋષિઓમાં મહા સંસ્કાર હતા, તેમણે ઘીના બદલે કદાચ આજનો સમય હોત તો કઈક બીજું પીવાની ચર્ચા કરવી પડતી. પણ આ પ્રકારની ફિલોસોફીથી કેટલાક લોકોને લાગે છે કે જયારે અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી હતી તમે આવા સમયે આવો નિર્ણય કેમ કાર્યો? આ વાત સાચી છે. તમે જાણો છો જો તમને કોઈ બીમારી હોય અને ડોક્ટર કહે કે ઓપરેશન કરવાનું છે, ઓપરેશન ખૂબ જરૂરી છે, તો પણ તેઓ કહે છે, પહેલા ભાઈ તમારે શરીર સારું કરવું પડશે. ડાયાબિટીસ કન્ટ્રોલમાં લાવવું પડશે, ફલાણું કન્ટ્રોલમાં લાવવું પડશે, સાત-આઠ બીજી સલાહો અને પછી ઓપરેશન થશે. જ્યાં સુધી તે સ્વસ્થ નથી થતો, ડોક્ટર ઓપરેશન કરવાનું પસંદ નથી કરતો. ગમે તેટલી ગંભીર પરિસ્થિતિ કેમ ના હોય. વિમુદ્રીકરણ માટે આ સમય એટલો પર્યાપ્ત હતો કે દેશની અર્થવ્યવસ્થા તંદુરસ્ત હતી. જો દુર્બળ હોત તો અમે ક્યારેય તેને સફળતાપૂર્વક ના કરી શકત. આ ત્યારે સફળ થાય છે જયારે અર્થવ્યવસ્થા મજબૂત હોય અને તે જ સમયે.

 

બીજું તેનો સમય, એવું ના વિચારો કે જલદી જલદીમાં થાય છે. તેના માટે મોદીનું અધ્યયન કરવું પડશે તમારે. અને તમે જુઓ આપણા દેશમાં વર્ષ દરમિયાન જેટલો વ્યાપાર થાય છે લગભગ તેટલો જ વ્યાપાર દિવાળીના દિવસોમાં થઈ જાય છે. એટલે કે 50% દિવાળીના દિવસોમાં અને 50% વર્ષ દરમિયાન. એક રીતે આખો ઉદ્યોગ વ્યાપાર, ખેતી બધું કામ દિવાળીની આસપાસ તેની ટોચ પર પહોંચી જાય છે. તે પછી સામાન્ય સમયગાળો દેશમાં કાયમ હોય છે. દિવાળી પછી દુકાનદાર પણ 15-15 દિવસ બંધ રાખીને બહાર ચાલ્યા જાય છે, લોકો પણ પોતાની રીતે ફરવા જતા રહે છે. આ યોગ્ય સમય હતો કે જયારે સામાન્ય કારોબાર ઊંચાઈ પર પહોંચી ગયો છે તે પછી જો 15-20 દિવસ તકલીફ પાડે છે અને ફરી 50 દિવસમાં સરખું થઇ જશે અને હું જોઈ રહ્યો છું કે મેં જે હિસાબ કિતાબ લગાવેલો હતો, તે જ રીતે ગાડી ચાલી રહી છે.

 

અને એટલા માટે તમે એ પણ જાણો છો, તમે એ જાણો છો, એક જમાનો હતો, આવકવેરા વિભાગની મન મરજી પર..એક સમય હતો દેશમાં આવક વેરા અધિકારી મન મરજી પડે ત્યાં જઈને તૂટી પડતા હતા અને બાકી શું થતું હતું તે જૂનો ઈતિહાસ પુનરાવર્તિત કરવાની કોઈ જરૂર નથી.

 

નોટબંધી પછી બધી વસ્તુઓ રેકોર્ડ પર છે. ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, ક્યાં રાખ્યું. હવે તેમાંથી ટોપ નામોને ટેકનોલોજીની મદદથી, ડેટા માઈનીંગ દ્વારા તારવી લેવામાં આવ્યા છે. હવે આવક વેરા ઓફીસે જવાનું નથી, માત્ર એસએમએસ કરીને પૂછવાનું છે કે ભાઈ જરા બતાવો કે ડિટેઈલ શું છે? તમે જુઓ કોઈ પણ રીતનો અમલદારશાહી વગર જેને પણ મુખ્ય પ્રવાહમાં આવવું છે, તેના માટે એક અવસર મળ્યો છે. અને હું માનું છું કે તેનાથી ખૂબ ક્લિન ઇન્ડિયા, જેમ સ્વચ્છ ભારતનું મારું અભિયાન ચાલી રહ્યું છે તેવું જ આર્થિક જીવનમાં સ્વચ્છ ભારત અભિયાન પણ ખૂબ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે.

 

અને બેનામી સંપત્તિનો કાયદો પાસ થઇ ગયો છે, નોટિફાય થઇ ગયો છે. અને જેવું ખડગેજીએ કહ્યું ત્યાં જ બધું છે. સારી સલાહ તમે આપી છે. અમે પણ કંઈક કરીને બતાવીશું. અને જે પણ સાંભળી રહ્યા છે તેઓ પણ સમજે અને તેની જોગવાઈઓ વાંચી લે કે કેટલો કઠોર કાયદો છે, જેની પાસે પણ બેનામી સંપત્તિ છે, તેમને મારો આગ્રહ છે કે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જરા પૂછી લો કે આખરે આ જોગવાઈઓ શું છે? અને એટલા માટે સૌને મારો આગ્રહ એ છે કે મુખ્ય ધારામાં આવો દેશના ગરીબોનું ભલું કરવા માટે તમે પણ કંઈક યોગદાન આપો.

 

જ્યાં જ્યાં ક્યારેક ક્યારેક લાગે છે કે આ નિર્ણય અચાનક થયો છે કે શું, હું જરા જાણકારી આપવા માગું છું કે જે દિવસે અમારી સરકાર બની, સૌથી પહેલું કામ કર્યું કેબિનેટમાં SIT બનાવી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું લાંબા સમય સુધી લટકેલું પડ્યું હતું કે વિદેશના કાળા નાણા માટે SIT બનાવો. અમે બનાવી. સર્વોચ્ચ અદાલતે કહ્યું તે રીતે બનાવી. અને સર્વોચ્ચ અદાલતે શું કહ્યું હતું: 26 માર્ચ 2014, 1947થી લઈને 65 વર્ષ સુધી કોઈએ પણ વિદેશી બેન્કોમાં રહેલા નાણાને દેશમાં પાછા લાવવાનું વિચાર્યું નથી. સરકાર 65 વર્ષ સુધી તેની ફરજમાં નિષ્ફળ રહી છે. આ અદાલત એવું અનુભવે છે કે તમે તમારી ફરજમાં નિષ્ફળ રહ્યા છો. આ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશોની અધ્યક્ષતાવાળી કમિટીની નિમણૂક એ પણ અદાલતનો આદેશ હતો. ત્રણ વર્ષ પસાર થઇ ગયા છે, પણ તમે હજુ સુધી આ આદેશનું પાલન કરવા કઈ જ કર્યું નથી. તમે શું કર્યું? માત્ર એક રીપોર્ટ ભર્યા સિવાય તમે કઈ જ નથી કર્યું.

 

આ 24 માર્ચ 2016ના રોજ સર્વોચ્ચ અદાલતે તે સરકારને કહ્યું છે. એ જ તો હું કહેતો હતો તે જમાનામાં અવાજ ઊઠતો હતો કે કેટલું ગયું. હવે અવાજ ઊઠે છે કે કેટલું આવ્યું અને આવતું રહેશે. તમે જુઓ એક પછી એક, એક પછી એક જુઓ વિદેશમાં જમા થયેલા કાળા નાણાની વિરુદ્ધમાં નવો કઠોર કાયદો બનાવવામાં આવ્યો છે. મિલકત જપ્ત કરવાની વાત કરી. આ વખતે પણ અંદાજપત્રમાં એક નવો કાયદો કહેવામાં આવ્યો છે. સજા પણ 7 વર્ષથી 10 વર્ષ કરી દેવામાં આવી. ટેક્સ હેવન્સ જે હતા, મોરેશિયસ, સિંગાપુર વગેરે તે જૂના નિયમો જે તમે બનાવીને ગયા હતા તેને અમે વાતચીત કરી, તેમને સમજાવ્યા, આપણી પરિસ્થિતિ સમજાવી. તેને અમે લઇ આવ્યા. અમે સ્વિટ્ઝર્લેન્ડ સાથે સંધિ કરી, તેઓ રીયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપશે. કોઈપણ હિન્દુસ્તાની નાગરિક પૈસા રાખશે તો તેની ખબર પડી જશે. અમે અમેરિકા સહિત અનેક દેશોની સાથે એવી રીતે સંધિઓ કરી કે જ્યાં આપણો કોઈપણ ભારતીય નાગરિક, ભારતીય મૂળની વ્યક્તિ પૈસા રાખશે તો તેની જાણકારી ભારતને મળી જશે.

 

તે જ રીતે સંપત્તિ વ્યાપાર, 20 હજારથી વધુ રોકડા નહીં, તેને લઈને અમે નિયમ બનાવ્યો. રીયલ એસ્ટેટ બીલને પાસ કર્યું. દાગીનાના બજારમાં પણ 1% જકાત નાખી જેથી કરીને વસ્તુઓને સ્ટ્રીમલાઈન કરી શકાય. કોઈને પરેશાન નહોતા કરવા.

 

અને તમે જ લોકો છો. આ દેશ સદનમાં આ બાજુ હો કે પેલી બાજુ. મને પત્રો આવ્યા છે, જયારે અમે કહ્યું કે કોઈ બે લાખથી વધુ જો દાગીના ખરીદે છે તો તેણે પાન નંબર આપવો પડશે. મને નવાઈ લાગે છે કે કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણ આપનારા લોકો મને પત્રો લખતા હતા કે પાન નંબર માગવાનો નિયમ રદ કરી દો. જેથી કરીને લોકો રોકડ રકમથી સોનું ખરીદતા રહે, દાગીના ખરીદતા રહે અને કાળા બજાર ચાલતા રહે. અમે ટકી રહ્યા, તે કરીને બતાવ્યું, એક એક પગલું ઉપાડ્યું. હું જાણું છું રાજનૈતિક ફાયદા માટે કોઈ કામ એવું નથી કરી શકતું, નહિતર તો તમે પહેલા જ કરી લેત. આ જ મુશ્કેલી છે, પણ દેશનું ભલું કરવા માટે નિર્ણયો લેવા દો અને ગરીબોનું ભલું કરવું હતું એટલા માટે નિર્ણય કર્યો.

 

બે લાખથી વધારે કોઈ સામાન પર, દસ લાખથી વધુ મોંઘી ગાડી પર 1% વધારાનો ટેક્સ લગાવી દીધો. અમે આવકવેરા જાહેરાત યોજના પણ લાવ્યા. અને અત્યાર સુધી આ યોજનામાં વધુ પૈસા લોકોએ જાહેર કર્યા છે. 1100થી વધુ જૂના કાયદાઓ અમે ખતમ કર્યા. અને અહીં જણાવવામાં આવ્યું કે તમે નોટબંધીના સંબંધમાં કોઈ કહે છે 150 વાર, કોઈ કહે છે 130 વાર, તે બધા અલગ અલગ આંકડાઓ બોલી રહ્યા છે, આટલા નિયમો બદલાયા, ખૂબ સારું યાદ રાખે છે.

 

હવે હું તમને જણાવવા માગીશ આ તો એવું કામ હતું, જેમાં અમે જનતાની કોઈ તકલીફ તરત સમજીને પછી રસ્તો શોધવાનો પ્રયાસ કરતા હતા. બીજું, જે લોકોને વર્ષોથી લૂંટવાની આદત પડી છે, તેઓ કોઈ રસ્તા શોધતા હતા તો અમારે બંધ કરવા માટે કંઈ ને કંઈ કરવું પડતું હતું. લડાઈની ઋતુ હતી. એક તરફ દેશને લૂંટવાવાળા હતા, અને એક તરફ દેશને ઈમાનદારીની બાજુ લઇ જવા માટેનો મોરચો લાગેલો હતો. લડાઈ પ્રત્યેક ક્ષણે ચાલતી હતી. તે એક તુ ડાલ ડાલ મેં પાત પાત એવી રીતે લડાઈ ચાલતી હતી. પરંતુ જે તમારા લોકોનો પ્રિય કાર્યક્રમ છે, જેને લઈને તમે લોકો ખૂબ પીઠ થાબડો છો, તે જ રીતે તેમના માટે તમને હક નથી, કારણકે જયારે આ દેશ પર રાજા રજવાડાઓનું શાસન હતું, ત્યારે પણ ગરીબો માટે રાહતના નામે યોજનાઓ ચાલતી હતી. તે પછી પણ હિન્દુસ્તાનમાં ફૂડ ફોર વર્કના નામે અનેક યોજનાઓ. દેશ આઝાદ થયા પછી પણ નવ પ્રકારે અલગ અલગ નામોથી ચાલતી યોજનાઓ ચાલતા ચાલતા તેણે એક નામ ધારણ કર્યું, જેને મનરેગા કહે છે. અનેક યાત્રાઓ કરીને આવ્યો છું, અને દરેક રાજ્યમાં જ્યાં સામ્યવાદીઓની સરકાર હતી, તેમણે પણ પશ્ચિમ બંગાળમાં કર્યું હતું, જ્યાં શરદ પવારની સરકાર હતી, મહારાષ્ટ્રમાં કર્યું હતું. ગુજરાતમાં પણ જે કોંગ્રેસની સરકાર હતી..દરેક દેશમાં કોઈ ને કોઈએ આઝાદી પછી આ પ્રકારના કામો કર્યા જ છે. બધાએ કર્યા હતા, તો તે કઈ નવી વસ્તુ નહોતી પણ નામ નવું હતું. પણ દેશને અને તમને પોતાને પણ જાણીને આશ્ચર્ય થશે કે શાંતીપૂર્વક આટલા વર્ષોથી ચાલી રહેલી યોજના પછી પણ મનરેગામાં 1035 વાર પરિવર્તન કરવામાં આવ્યા છે. 1035 વાર નિયમો બદલવામાં આવ્યા છે, તમે ક્યારેક તમારા અરીસામાં તો નજર નાખીને જુઓ. અને એમાં તો લડાઈ ન હતી. એટલા મોટા દબાણમાં કામ કરવાનું નહતું. શું કારણ હતું કે મનરેગા જેવું એક કે જે લાંબા સમયથી ચાલી રહ્યું હતું, તેને પણ તમારા આવ્યા પછી 1035 વાર પરિવર્તન કરવું પડ્યું. અને એટલા અંતે નિયમોમાં પરિવર્તન કરવા પડ્યા. કાયદો એક વાર થઇ ગયો. કાયદો 1035 વાર પરિવર્તિત નથી થયો.

 

અને એટલા માટે જ હું કહેવા માગું છું, આજે તમને કાકા હાથરસીની કવિતાના શબ્દો સંભળાવું છું અને હું કાકા હાથરસીને યાદ કરું છું, તો કોઈ ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે તેને ના જોડે. કેમકે તેમની દરેક ચૂંટણીમાં કાકા હાથરસીની વાતો ચાલ્યા કરતી હતી. કાકા હાથરસીએ કહ્યું હતું- अंतर पट्ट में खोजिये, छिपा हुआ है खोट’ અને કાકા હાથરસીએ આગળ કહ્યું છે मिल जायेगी आपको, बिल्कुजल सत्य, रिपोर्ट।’

 

આદરણીય અધ્યક્ષાજી, હું એક અન્ય વાત તરફ પણ ધ્યાન દોરવા માગું છું, સરકાર નિયમોથી ચાલે છે, સંવૈધાનિક જવાબદારીઓથી ચાલે છે. જે નિયમો તમારા માટે હતા, તે નિયમો અમારા માટે પણ છે. પરંતુ ફરક કાર્ય સંસ્કૃતિનો હોય છે. નીતિઓની તાકાત પણ નિયત સાથે જોડાયેલી હોય છે. જો નિયતમાં ખોટ છે તો નીતિઓની તાકાત બાદબાકીમાં જતી રહે છે, શૂન્ય છોડો, માઈનસમાં જતી રહે છે અને એટલા માટે આપણા દેશમાં તે કાર્ય સંસ્કૃતિને પણ સમજવાની જરૂર છે. જયારે પણ અમે કંઈ પણ બોલીએ છીએ અહીંથી આ તો અમારા સમયમાં હતું, આ તો અમારા સમયમાં હતું. તો મને લાગે છે કે હું પણ તેની ઉપર થોડો રમું. તમારા મેદાનમાં રમવા આવવાનું પસંદ કરીશ થોડું. અને એટલા માટે આવું કેમ થયું. એવું તો નથી કે તમને જ્ઞાન નથી, તમને જ્ઞાન કાલે જ થયું એવું થોડું થયું છે? તમને જાણકારી હતી, પણ મહાભારતમાં કહ્યું છે તેમ- जानामि धर्मम् न च मे प्रवृति: ‘जानामि अधर्मम् न च मे निवृत्ति: ।

 

ધર્મ શું છે એ તો તમે જાણો છો પણ તે તમારી પ્રવૃત્તિ નહોતી. અધર્મ શું છે તે પણ જાણતા હતા, પણ તેને છોડવાનું તમારામાં સામર્થ્ય નહોતું. હું કહું છું ભાઈ, હવે મને કહો- નેશનલ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક જો હું તેના વિષે કંઈ પણ કહીશ તો ત્યાંથી અવાજ ઉઠીને આવશે, કે આ તો અમે શરુ કરેલું હતું, હું અમે શરુ કરેલું ત્યાંથી જ શરુ કરવા માગું છું. હવે જુઓ નેશનલ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક 2011 થી 14 ત્રણ વર્ષ માત્ર 59 ગામમાં લાગ્યું અને તેમાં પણ લાસ્ટ માઈલ કનેક્ટિવિટીની કોઈ જોગવાઈ નહોતી. પ્રોકરમેન્ટ પણ પૂરી રીતે કેન્દ્રીયકરણ હતું, તો તે કયું કારણ હતું એ બધા જાણે છે. હવે તમે જુઓ આખી કાર્ય સંસ્કૃતિ કઈ રીતે બદલાય છે, એપ્રોચ કેવી રીતે બદલાય છે. સૌથી પહેલા બધા રાજ્યોને સાથે લીધા, લાસ્ટ માઈલ કનેક્ટિવિટી મતલબ શાળાઓમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક મળવું જોઈએ, દવાખાનામાં મળવું જોઈએ, પંચાયત ઘરોમાં મળવું જોઈએ, આ પ્રાથમિકતાઓને નક્કી કરી. પ્રોકરમેન્ટ શું હતું, તે ભારત સરકારના હાથમાં રાખીને અમે તેનું વિકેન્દ્રીકરણ કરી દીધું. અને પરિણામ એ આવ્યું કે આટલા ઓછા સમયમાં અત્યાર સુધીમાં 76000 ગામોમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક લાસ્ટ માઈલ કનેક્ટીવી સાથે પૂરું થઇ ગયું છે.

 

બીજું, હમણા અહીંયા કહેવામાં આવી રહ્યું હતું કાલે કે તમે લેસ કેશ સોસાયટી કે કેશ લેસ સોસાયટીની માટે બોલી રહ્યા છો. લોકોની પાસે શું છે? મોબાઈલ..હું આશ્ચર્યચકિત છું, મેં તો 2007 પછી જેટલી પણ ચૂંટણી સભાઓ સંભાળી છે તમારા નેતાઓ ગામે ગામ જઈને કહી રહ્યા છે કે રાજીવ ગાંધી કમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા, રાજીવ ગાંધી મોબાઈલ ફોન લાવ્યા, રાજીવ ગાંધીએ ગામે ગામ કનેક્ટિવિટી કરી દીધી. તમારું જ ભાષણ છે અને જયારે હું કહી રહ્યો છું કે તે મોબાઈલનો ઉપયોગ બેન્કમાં પણ પરિવર્તિત કરી શકાય તેમ છે, તો કહે છે કે મોબાઈલ ફોન જ ક્યાં છે. આ સમજણ નથી પડતી ભાઈ. તમે કહો છો કે અમે આટલું કરી દીધું અને જયારે હું તેમાં કૈક સારું જોડી રહ્યો છું તો કહે છે કે તે તો છે જ નહીં ભાઈ. તો આ શું સમજાવી રહ્યા છે તમને ભાઈ. કેમ આવું કરી રહ્યા છો? બીજી વાત એ છે કે તમે પણ માનો છો, હું પણ માનું છું કે આખા દેશમાં બધા પાસે બધું નથી. પણ માની લો કે જો 40%  પાસે પણ છે તો શું આપણે તે 40% લોકોને આ આધુનિક વ્યવસ્થા સાથે જોડવાની દિશામાં આપણા સૌનો સામૂહિક પ્રયાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? 60% ને ચાલો પછી જોઈશું. ક્યાંક તો શરુ કરીએ અને તેનો લાભ છે ડિજિટલ કરન્સીને તમે ઓછી ના માનશો. આજે આપણા એક એક એટીએમ, તેને સંભાળવા માટે સરેરાશ પાંચ પોલીસવાળા જોઈએ છે. નાણાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે શાકભાજી અને દૂધની હેરફેર માટે જેટલો ખર્ચ થાય છે, તેનાથી વધુ તેની હેરફેરમાં ખર્ચ થાય છે. જો આપણે આ વાતોને સમજીએ તો જે કરી શકીએ છીએ તે બધા નહીં કરી શકે, આપણે સમજી શકીએ છીએ પણ જે કરી શકે છે તેને કરવા માટે પ્રોત્સાહિત કરવા તે પણ નેતૃત્વનું કામ હોય છે, કોઈ પણ પક્ષના હોય, તેનાથી લોકોનું કલ્યાણ થવાનું છે. હમણા મને કોઈ કહી રહ્યું હતું કોઈ શાકભાજીવાળાએ શરુ કર્યું હતું. કાલે કોઈ મને રીપોર્ટ આપીને ગયું. તેને પૂછ્યું આમાં તારો શું ફાયદો છે. બોલ્યો સાહેબ, પહેલા શું થતું હતું કે એક તો મારા ગ્રાહકો કાયમી હતા, બધાને હું ઓળખતો હતો હવે માની લો કે 52 રૂપિયાનું શાક લીધું તો તે મેડમ કહેતી હતી કે ચાલો પાકીટમાં છુટ્ટા નથી, 50 રૂપિયાની નોટ છે તે લઇ લો, તો મારા બે રૂપિયા જતા રહેતા હતા. હવે હું પણ બોલી નહોતો શકતો અને હિસાબ લગાવતો હતો તો આખા વર્ષમાં મારા આઠસો હજાર રૂપિયા, આ રૂપિયો બે રૂપિયા ના આપવામાં જતા રહેતા હતા, બોલ્યો કે આના પછી BHIM એપ લગાવ્યા પછી 52 રૂપિયા છે તો 52 રૂપિયા મળે છે, 53 રૂપિયા છે તો 53 રૂપિયા મળે છે. 48 રૂપિયા 45 પૈસા છે તો પુરા મળે છે. બોલ્યો મારા તો આઠસો, હજાર રૂપિયા બચી ગયા.

 

જુઓ વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે, અને એટલા માટે તમે મોદીનો વિરોધ કરો કંઈ વાંધો નહીં, તમારું કામ પણ છે, કરવો પણ જોઈએ. પણ જે સારી વસ્તુઓ છે તેને આગળ લાવો. જ્યાં માની લો કે ગામડામાં નથી, શહેરોમાં છે તો આગળ લાવો, તેમાં યોગદાન આપો, દેશનું ભલું થશે. અમારે બીજા કોઈનું કલ્યાણ નથી કરવાનું, અને એટલા માટે હું આગ્રહ કરીશ કે આવી વસ્તુઓમાં આપણે મદદ કરી શકીએ છીએ તો કરવી જોઈએ.

 

કાર્ય અને સંસ્કૃતિ કેવી રીતે બદલાય છે. હવે આ રોડ બનાવવાનું શું અમારા આવ્યા પછી શરુ થયું હતું? આ ટોડરમલના જમાનાથી ચાલી રહ્યું છે. શેરશાહ સૂરીના જમાનાથી ચાલી રહ્યું છે, તો એવું કહેવાનું કે આ અમારા જમાનાથી છે. હવે ક્યાં ક્યાં જશો ભાઈ. ફર્ક શું છે પાછળની સરકારમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના પ્રતિ દિન 69 કિલોમીટર હતી, અમારા આવ્યા પછી 111 કિલોમીટર થઇ ગઈ છે, આ ફરક હોય છે.

 

અને અમે રસ્તા બનાવવામાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, સ્પેસ ટેકનોલોજી વડે ફોટોગ્રાફી થાય છે, મોનીટરીંગ થાય છે. અમે રેલવેમાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. ફોટોગ્રાફ્સ લઈએ છીએ, કામનો હિસાબ લઈએ છીએ. કાર્ય સંસ્કૃતિમાં ટેકનોલોજીની મદદથી કેવી રીતે બદલાવ લાવી શકાય છે.

 

આવાસ યોજના, ગ્રામીણ આવાસ યોજના, રાજનૈતિક ફાયદો ઉઠાવવા માટે નામોને જોડીને તેનો જે ઉપયોગ થયો તે થયો. પણ તેમ છતાં તમારા સમયમાં એક વર્ષમાં, 1083000 ઘરો બનતા હતા. આ સરકારમાં એક વર્ષમાં 2227000 ઘર બન્યા. નેશનલ અર્બન રિન્યુઅલ મિશન એક મહિનામાં 8017  ઘર બન્યા. અમારી યોજનાથી 13530 ઘર બન્યા છે.

 

રેલવે પહેલા બ્રોડ ગેજ રેલવેના કમિશનિંગ એક વર્ષમાં 1500 કિલોમીટર થયા કરતું હતું, ગયા વર્ષે તે વધીને 1500 કિલોમીટરની સામે 3000 કિલોમીટર, ડબલ અને અમે 3500 સુધી અને એટલા માટે આ પરિણામ અચાનક નથી આવ્યા. યોજનાબદ્ધ રીતે દરેક પળ, દરેક વસ્તુને મોનીટર કરતા કરતા આ જ લોકો, આ જ કાયદો, આ જ રીત, આ જ ફાઈલો, આ જ માહોલ, તેમ છતાં પણ બદલાવ લાવવામાં તેજ ગતિએ આગળ વધી રહ્યા છીએ. અને આ અચાનક નથી થતું.

 

તેના માટે પુરુષાર્થ કરવો પડે છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે-

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः । 

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

 

ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નહીં, સુતેલા સિંહના મોઢામાં હરણ આવીને પ્રવેશ નથી કરતું તેણે પણ શિકાર કરવો પડે છે.

 

આદરણીય અધ્યક્ષા મહોદયા, કેટલાક મૂળભૂત પરિવર્તનો કેવી રીતે આવે છે. આપણે જાણીએ છીએ કે રાજ્યોના ઈલેક્ટ્રીસીટી બોર્ડ DISCOM બધા રાજ્યોમાં સંકટમાં છે, એટલે જ તો હિન્દુસ્તાનમાં લાલ કિલ્લા પરથી તેની ચિંતા કરવામાં આવી હતી, પ્રધાનમંત્રી દ્વારા. એટલી હદ સુધી આ હાલત બગડેલી હતી. પાછલા બે વર્ષમાં વીજળી ઉત્પાદન ક્ષમતા વધી છે. પારંપારિક ઊર્જા સાથે તેને જોડવામાં આવી. ટ્રાન્સમીશન લાઈન વધારવામાં આવી. સૂર્ય ઊર્જાને લાવવામાં આવી. 2014માં 2700 મેગાવોટ હતી આજે અમે તેને 9100 મેગાવોટ સુધી પહોંચાડી દીધી છે. સૌથી મોટી વાત DISCOM યોજનાને કારણે ઉદય યોજના હેઠળ રાજ્યો તે યોજના સફળ કરી શકશે તો લગભગ લગભગ 1 કરોડ 60 હજારથી વધુ રકમ રાજ્યોની તિજોરીમાં બચવાની છે અને રાજ્યોની સાથે જોડીને જો ભારત સરકારે 1 કરોડ 60 હજારની જાહેરાત કરી દીધી હોત તો ચારેય બાજુ કહેત કે વાહ મોદી સરકારે આટલા પૈસા આપ્યા. અમે યોજના એવી બનાવી કે રાજ્યોના ખજાનામાં 1 લાખ 60 હજાર કરોડ રૂપિયા DISCOM દ્વારા ઉદય યોજના દ્વારા બચત થવાની છે જે તેમના માટે વિકાસના કામમાં આવવાની છે અને ઊર્જા ક્ષેત્રનો જે બોજ છે તે બોજથી તે બચવાના છે.

 

કોલસો- તમે જાણો છો કે કોલસો જ્યાંથી નીકળે છે તેની નજીક નહોતો આપવામાં આવતો. દૂર દૂરથી જોયું, કેમ? તો બોલ્યા રેલવેને થોડી કમાણી થઇ જાય. અમે કહ્યું કમાલ છે ભાઈ, રેલવેની કમાણી માટે આટલું બધું બોલો છો, અમે રેશનલાઈઝ કરી દીધું. જ્યાં નજીક છે તેને ત્યાંથી જ કોલસો મળશે. કોલસાનો ખર્ચો ઓછો થાય, તે દિશામાં પ્રયાસ કર્યો અને તેના લીધે લગભગ લગભગ કોલસામાં 1300 કરોડ રૂપિયાનો વાહનવ્યવહાર ખર્ચની બચત થઇ.

 

એલઈડી બલ્બ- હવે એ તો અમે નથી કહેતા કે અમે એલઈડી બલ્બ લાવ્યા. વૈજ્ઞાનિક શોધ થઇ, તમે પણ શરુ કરી. પણ તમારા સમયમાં તે એલઈડી બલ્બ આશરે ત્રણસો, સાડા ત્રણસો, ત્રણસો એંશી એવા રૂપિયામાં ચાલતા હતા. એલઈડી બલ્બથી ઊર્જા બચત થતી હતી, અમે મોટા મિશનના રૂપમાં કામ હાથ ધાર્યું અને લગભગ લગભગ આટલા ઓછા સમયમાં ગયા આઠ, નવ મહિનામાં આ યોજનાને જોર આપ્યું છે. આટલા ઓછા સમયમાં 21 કરોડ એલઈડી બલ્બ લગાવવામાં અમને સફળતા મળી છે, અને ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ. અને અત્યાર સુધી જે એલઈડી બલ્બ લાગ્યા છે, તેના કારણે પરિવારોમાં જે વીજળીનું બીલ આવતું હતું તે વીજળીનું બિલ ઓછું થયું છે તે પરિવારોમાં લગભગ લગભગ 1100 કરોડ રૂપિયાની બચત થઇ છે. જો કોઈ સરકારે અંદાજપત્રમાં 1100 કરોડ વીજળી ઉપયોગકર્તાઓને આપવાનું નક્કી કર્યું હોત તો અખબારોમાં હેડ લાઈન બનત. અમે એલઈડી બલ્બ લગાવવા માત્રથી 1100 કરોડ વીજળીનું બીલ સામાન્ય માનવીના ઘરમાં ઓછું કર્યું છે. કાર્ય સંકૃતિ અલગ હોય છે તો કેવું પરિવર્તન આવે છે તેનો આ નમૂનો છે. અહીંયા અમારા વિપક્ષના નેતા અનુસુચિત જાતીના અંદાજપત્રને લઈને ભાષણ કરી રહ્યા હતા. પણ ખૂબ ચતુરાઈ પૂર્વક 13, 14 આંકડાઓને તેમણે બોલવાનું યોગ્ય ના માન્યું. તુક્કો લગાવતા હતા. 13, 14 આવતો હતો તો અટકી જતા હતા. અનુસુચિત જાતી સબ પ્લાન વહેંચણી 2012-13 – 37113, 13-14 – 41561; 16-17- 38833; 16-17- 40920; 33.7% વધારો અને આ વર્ષના અંદાજપત્રમાં 52393 અને એટલા માટે સત્ય સંભાળવા માટે હિમ્મત જોઈએ એક બીજું કામ હું કહેવા માગીશ, આ સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનારી સરકાર છે, ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ લડવાના સમયે કયા પ્રકારના કામ કરવામાં આવે છે.

 

17 મંત્રાલયોની 84 યોજનાઓ અમે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર આધાર યોજના સાથે જોડીને તેને આગળ કરી અને 32 કરોડ લોકોને 1 લાખ 56 હજાર કરોડ રૂપિયા ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનામાં આપવામાં આવ્યા. હવે તેનાથી શું લાભ થયો છે અને તેને સમજવું પડશે કે કઈ રીતે દરેક ગલી મહોલ્લામાં ચોરી લૂંટની વ્યવસ્થા હતી. અને હું જાણું છું કે આટલી ઝીણવટથી દરેક જગ્યાએ ચોરી લૂંટને રોકીશ તો મારી પર કેટલું તોફાન આવશે. અને એટલા માટે જઈને મેં ગોવામાં કહ્યું હતું હું જાણું છું કે હું આવા નિર્ણયો કરું છું. મારી ઉપર શું વીતશે, મને ખબર છે. આજે પણ ખબર છે. અને આમાં ફરીથી કહું છું, એવા એવા મોટા મોટા લોકોને તકલીફો થઇ રહી છે અને હજુ વધારે થવાની છે. તેના લીધે મને અંદાજ છે કે મારી ઉપર શું જુલમ થવાના છે. તેના માટે હું તૈયાર છું. કારણકે દેશ માટે હું એવા પ્રણ લઈને નીકળેલો માણસ છું અને એટલા માટે હું આ પગલાઓ ઉઠાવી રહ્યો છું.

 

પહેલ યોજના – આપણે ત્યાં ગેસ સિલિન્ડરો જતા હતા, સબસિડી મળતી હતી, જયારે તમે તેને આધાર યોજના સાથે જોડી તો તેનું લીકેજ લગભગ લગભગ 26 હજાર કરોડ રૂપિયાથી વધુ અટકી ગયું, જેનું પરિણામ એ આવ્યું કે દોઢ કરોડ ગરીબ પરિવારોને ગેસનું કનેક્શન આપવામાં અમે સફળ રહ્યા છીએ. તમે જરા અધ્યયન કરી જુઓ હું જયારે સદનમાં બોલું છું તો જવાબદારી સાથે બોલું છું. પાછલા અઢી વર્ષોમાં નકલી રેશન કાર્ડ, ગરીબ આદમીના હક છીનાવવાનું કામ, નકલી રેશનકાર્ડ વાળા લોકો કરતા હતા. ગરીબને જે મળવું જોઈએ તેને વચ્ચેથી છીનવીને પોતાને ત્યાં નકલી રેશનકાર્ડના સિક્કાઓ રાખતા હતા અને માલ ચોરી લેતા હતા અને કાળાબજારમાં વેચતા હતા. જ્યારથી અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, આધારનો ઉપયોગ કર્યો લગભગ લગભગ 4 કરોડ, 3 કરોડ 95 લાખ લગભગ લગભગ ચાર કરોડ નકલી રેશનકાર્ડ પકડવામાં આવ્યા, તેમાંથી લગભગ લગભગ 14 હજાર કરોડ, 14 હજાર કરોડ આટલી રકમ વચ્ચેથી મારી ખાતા હતા, ગરીબના હકનું મારી ખાતા હતા. તે મુખ્ય ધારામાં આવ્યું અને ગરીબોની ધારામાં ગયું.

 

મનરેગા- મનરેગામાં આધારથી પેમેન્ટ આપવામાં આવે છે, પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે લગભગ 94% સફળતા મળી છે. અને તેનું પરિણામ એ આવ્યું છે કે 7633 કરોડ રૂપિયા તેનું લીકેજ અત્યાર સુધી બચાવી શકાયું છે અને આ દર વર્ષનું એક વર્ષમાં જ નથી આવવાનું, દરેક વર્ષે બચવાનું છે.

 

અને આગળ પણ જે છે નેશનલ સોશિયલ આસીસ્ટીંગ પ્રોગ્રામ (NSAP) લગભગ લગભગ 400 કરોડ રૂપિયા છે જેના કોઈ લેણદાર નથી મળી રહ્યા, પણ પૈસા જતા હતા, કેટલીક તો એવી વસ્તુઓ જોવા મળી કે જે દીકરીનો જન્મ નથી થયો, તે દીકરી વિધવા પણ થઇ ગઈ અને ખજાનામાંથી ધન પણ જઈ રહ્યું છે. આ બધાને રોકવા માટેની કાર્ય સંસ્કૃતિને લઈને અમે ચાલી રહ્યા છીએ. શિષ્યવૃત્તિ, આવી અનેક વસ્તુઓ છે એક મોટો મોટો અંદાજ લગાવું છું. એક વર્ષમાં અને દરેક વર્ષ હજુ હું તો કહું છું કે આ શરૂઆત છે. 49500 કરોડ રૂપિયા જે ગરીબોના હકના હતા તે વચેટીયાઓ પાસે જઈને રોકી ગયા. તમે કલ્પના કરી શકો છો લગભગ લગભગ 50 હજાર કરોડ રૂપિયા જે ગરીબોના હકના હતા તે વચેટીયાઓ ખાતા હતા ભ્રષ્ટાચારના નામે લૂંટના નામે તેમણે રોકવાનું કામ તેમની માટે એક ખૂબ હિમ્મત જોઈએ છે અને તે કરીને બતાવ્યું.

 

આદરણીય અધ્યક્ષાજી, હું કાર્ય સંસ્કૃતિનું એક ઉદાહરણ પણ આપવા માગું છું ખેડૂતોની મોટી મોટી વાતો કરે છે. દરેક વર્ષે રાજ્યોના મુખ્યમંત્રી ભારત સરકારને એ વાતનો પત્ર લખે છે કે અમને યુરીયા મળવું જોઈએ, જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે આ લખતો રહેતો હતો અને યુરીયા મેળવવા માટે ખૂબ તકલીફ થતી હતી. હું આજે ખૂબજ સંતોષ સાથે કહું છું કે પાછલા બે વર્ષમાં કોઈ પણ મુખ્યમંત્રીને યુરીયા માટે પત્ર નથી લખવો પડ્યો.  ક્યાંય યુરીયા માટે લાઈન નથી લાગી, ક્યાંય યુરીયા માટે લાઠીચાર્જ નથી થયો. પણ એ વાત આપણે ભૂલવી ના જોઈએ કે જૂના અખબારો કાઢીને જુઓ ખેડૂતોને યુરીયા મેળવવા માટે કેટલી તકલીફ થતી હતી. હવે મને કહો નીમ કોટિંગ, નીમ કોટિંગ તેનું જ્ઞાન માત્ર અમને જ છે શું? શું તમને નહોતું? તમને હતું, 5 ઓક્ટોબર 2007 યુરીયા નીમ કોટિંગની ચર્ચા તમારા જ મંત્રીઓના સમૂહ દ્વારા સૈધાંતિક રીતે મંજૂર થઇ હતી, 5 ઓક્ટોબર 2007થી લઈને શું થયું? લગભગ લગભગ છ વર્ષ! તમે એક કેપ લગાવી 35%, તેનાથી વધુ નીમ કોટિંગ નથી કરવાનું? તમે  100% નથી કરતા તેનો કોઈ લાભ નથી થતો કેમકે યુરીયા ચોરી થાય છે, કારખાનાઓમાં જતો રહે છે ખેડૂતના નામ પર સબસિડીના બિલ કપાય છે પણ ખેડૂતને લાભ નથી થતો. યુરિયાનો બીજો ઉપયોગ થતો હતો સિન્થેટીક દૂધ બનાવવામાં. અને તેના લીધે ગરીબ બાળકોની જિંદગી સાથે ખેલ થતા હતા. યુરીયાને 100% નીમ કોટિંગ કરવાનો તમે નિર્ણય કર્યો હતો, છ વર્ષમાં તમે માત્ર 20% 35% કેપ લગાવ્યા બાદ 35% પણ પહોંચી નથી શક્યા, માત્ર 20% નીમ કોટિંગ કર્યું. અમે આવીને આ વાતને હાથમાં લીધી અને 188  દેશ, તમારા છ વર્ષો, મારા છ મહિના હિન્દુસ્તાનમાં 100% નીમ કોટિંગ યુરીયા કરી દેવામાં આવ્યું. ઈમ્પોર્ટેડ યુરીયાને પણ નીમ કોટિંગ કરી દીધું, અને તે નીમ કોટિંગનો લાભ, તેનો અમે સર્વે કરાવ્યો એટલે કે તમારી કાર્ય સંસ્કૃતિ અને અમારી કાર્ય સંસ્કૃતિમાં ફરક એટલો છે કે નીમ કોટિંગની વાત આવે છે તો તમે ઊભા થઇ જાવ છો કે આ તો અમારા જમાનાનું છે તો આ તમારા જમાનાને તમારા મેદાનમાં મેં રમવાનું નક્કી કર્યું છે એટલા માટે હું રમીને બતાવું છું કે તમારી શું હાલત છે? નીમ કોટિંગનું અધ્યયન અમે કરાવ્યું. કૃષિ વિકાસ અને ગ્રામ્ય પરિવર્તન કેન્દ્ર, તેમણે તો મૂલ્યાંકન કરીને રીપોર્ટ આપી દીધો છે ખેડૂતોનું કેટલું ભલું થઇ રહ્યું છે જુઓ. અનાજના ઉત્પાદનમાં 5 ટકા વૃદ્ધિ, શેરડીના ઉત્પાદનમાં  15 ટકા વૃદ્ધિ, તમે કલ્પના કરી શકો છો કે ખેડૂતોને તેના કારણે કેટલો ખર્ચ બચી રહ્યો છે.

 

કઈ રીતે આદરણીય રાષ્ટ્રપતિજીએ આપણને સૌને આહ્વાન કર્યું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે સાથે યોજવાની દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે. તેને રાજનૈતિક ત્રાજવાથી તોલવામાં ના આવે, તાત્કાલિક દરેકને થોડું ઘણું નુકસાન થશે દરેકને થોડું ઘણું થશે જ પણ આ વિષય પર ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે. આજે દર વર્ષે પાંચ સાત રાજ્યોમાં ચૂંટણી થતી રહે છે. એક કરોડથી પણ વધુ સરકારી અધિકારીઓ ક્યારેક ને ક્યારેક ચૂંટણીમાં લાગેલા રહે છે. સૌથી વધુ નુકસાન શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા આપણા અધ્યાપકો, પ્રાધ્યાપકોને થાય છે, ચૂંટણીના કામમાં વધારે જવું પડે છે. ભવિષ્યની પેઢીઓનું નુકસાન થઇ રહ્યું છે. વારે વારે ચૂંટણીના કારણે થઇ રહ્યું છે અને તેના કારણે ખર્ચમાં પણ ખૂબ મોટી વૃદ્ધિ થઇ રહી છે અને એટલા માટે 2009ની જે લોકસભાની ચૂંટણી થઇ હતી તો 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને 2014ની લોકસભાની ચૂંટણી થઇ તો 4000 કરોડથી પણ વધુનો ખર્ચ થયો. તમે કલ્પના કરી શકો છો કે આ ગરીબ દેશ પર, આ ગરીબ દેશ પર કેટલો બોજ પડી રહ્યો છે. આજે કાયદાકીય દ્રષ્ટીએ અનેક નવા નવા પડકારો આવી રહ્યા છે. આજે કાનૂન વ્યવસ્થાની દ્રષ્ટીએ અનેક નવા નવા પડકારો આવી રહ્યા છે. પ્રાકૃતિક સંકટોના લીધે પણ રક્ષા દળોની મદદ લેવી પડે છે, દુનિયાભરમાં ફેલાઈ રહેલો આતંકવાદ અને દુશ્મન દેશ જે રીતે હરકતો કરી રહ્યા છે, આપણા રક્ષા દળોએ તેમાં તાકાત લગાવવી પડે છે. એટલું બધું કામ વધી જાય છે. બીજી તરફ રક્ષા દળોની વધુમાં વધુ શક્તિ ચૂંટણી વ્યવસ્થામાં લગાવવી પડે છે તેમને મોકલવા પડે છે. આ સંકટને આપણે સમજીએ અને એક દીર્ઘદ્રષ્ટાના રૂપમાં કોઈ એક પક્ષ આનો નિર્ણય નથી કરી શકતો. સરકાર તેનો નિર્ણય ક્યારેય નથી કરી શકતી. પણ અનુભવના આધાર પર જવાબદાર લોકોને મળીને આ સમસ્યાનું સમાધાન આપણે જાતે શોધવું પડશે. આપણે રસ્તો શોધવો પડશે, અને રાષ્ટ્રપતિજીએ જે ચર્ચા કાઢી છે તે ચર્ચાને આપણે આગળ વધારવી જોઈએ. તેમનો ધન્યવાદ કરીને તેમના ધન્યવાદ માટે આપણે લોકોએ પ્રયાસ કરવો જોઈએ.

 

આદરણીય અધ્યક્ષાજી, આપણા દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કર્યા સિવાય દેશનું અર્થકારણ આગળ નહીં વધી શકે. મને નવાઈ લાગે છે કે આપણા વિપક્ષી નેતાને રાષ્ટ્રપતિજીના સંબોધનમાં દલિત, પીડિત, શોષિત, વંચિત, યુવા મજૂરો તેમના ઉલ્લેખથી પરેશાની થઈ છે. શું આ દેશમાં દલિત, પીડિત, શોષિત, વંચિત એ લોકોને, એ લોકોના, શુ એ લોકોનું  રાષ્ટ્રપતિના ભાષણમાં સ્થાન ના હોવું જોઈએ. તેનાથી પીડા થવી જોઈએ. મને નવાઈ લાગે છે કે આવી પીડા કેમ હોવી જોઈએ, અમે કૃષિ સિંચાઈ પર ભાર મૂક્યો છે કેમકે હું માનું છું કે હવે તમે જુઓ મનરેગામાં કેવું મૂળભૂત પરિવર્તન આવ્યું છે તમે ત્રણ વર્ષમાં માત્ર 600 કરોડ રૂપિયા વધાર્યા હતા. અમે આવીને બે વર્ષમાં 1100 કરોડ રૂપિયા વધારી દીધા છે. કેમકે અમે તેમાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. અમે તેમાં ઝીરો ટેકિંગની વ્યવસ્થા કરી છે. અને અમે ભાર મૂક્યો છે કે તળાવ તળાવ પર ભાર મૂકવામાં આવશે કે સિંચાઈ જોઈએ, સૌથી મોટી વાત એ છે કે મત્સ્ય પાલન માટે પણ નાના નાના તળાવો જોઈએ. ગરીબ વ્યક્તિ કરી શકે છે અને તેના લીધે લગભગ 10 લાખથી વધુ તળાવો બનાવવાનો સંકલ્પ લઈને અમે ચાલી રહયા છીએ અને ગયા વર્ષે પણ અમે તળાવોની ઉપર ભાર મૂક્યો હતો. તેનાથી જ આપણા જે ખેડૂતો છે તેમને એક બહુ મોટો ફાયદો થવાની સંભાવના છે. મોનીટરીંગની વ્યવસ્થા છે, ઝીરો ટેકિંગના કારણે મોનીટરીંગની વ્યવસ્થા છે તેનો પણ લાભ થશે. અને સ્પેસ ટેકનોલોજી સેટેલાઈટની અંદર ઘણી વસ્તુઓ હોવાને કારણે પણ અમે તેનો ઉપયોગ નથી કર્યો, અમે સેટેલાઈટ છોડીને અખબારોની અંદર જગ્યા બનાવી લીધી. આ સરકાર છે જેણે સતત ભરપુર પ્રયાસો કર્યા છે અને તેને પણ આગળ વધારવા માટે કામ કરીએ.

 

પ્રધાનમંત્રી પાક વીમા યોજના – પાક વીમો પહેલા પણ હતો પરંતુ પાક વીમો લેવા માટે ખેડૂત પહેલા તૈયાર નહોતો. પાક વીમા પહેલા પણ હતા પરંતુ ખેડૂતના હકોની રક્ષા નહોતી થતી. હું ઈચ્છીશ કે આપણે સૌ સાર્વજનિક જીવનમાં કામ કરનારા લોકો છીએ. રાજનૈતિક દળો સિવાય પણ સમાજ પ્રત્યે આપણી એક જવાબદારી છે. આ સદનના બધા જ લોકો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું અધ્યયન કરે અને આપણા વિસ્તારના ખેડૂતોને કઈ રીતે મદદ મળી શકે તેમ છે તેનો ફાયદો પહોંચાડે. પહેલી વાર રોપણી ના થઇ તો પ્રાકૃતિક આપદાને કારણે તો પણ વીમાનો હકદાર બને છે. અને પાક લણ્યા પછી પણ જો 15 દિવસની અંદર અંદર કોઈ બીજી આફત આવે તો પણ તે પાક વીમાનો અધિકારી બને છે, આ નિર્ણય નાનો નથી, અને એટલા માટે એ આપણા સૌની જવાબદારી બને છે કે આપણે આપણા ખેડૂતોને આ જે લાભ મળ્યો છે તે રાજ્યોને આપણે પહોંચાડીએ.

 

સોઇલ હેલ્થ કાર્ડ- રાજનૈતિક મતભેદ હોઈ શકે છે પણ પોતાના વિસ્તારના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ સમજાવો. તેમનો ફાયદો થશે. તેમની લાગત ઓછી થઇ જશે. સાચી જમીન પર યોગ્ય પાક મળી રહેશે. આ સીધે સીધું વિજ્ઞાન છે તેમાં રાજનીતિ કરવાની કોઈ જરૂર નથી.  તેને આપણે આગળ વધારવી જોઈએ. અને તેમાં હું તો ઈચ્છીશ કે નાના નાના એન્ટરપ્રેન્યોર પણ આગળ આવે. પોતે પોતાની ખાનગી લેબ બનાવે અને તેઓ ખુદ સર્ટિફાઈડ લેબ દ્વારા ધીમે ધીમે ગામોમાં પણ એક નવા રોજગારના ક્ષેત્ર પણ ખોલે તે દિશામાં આપણે કામ કરવું જોઈએ.

 

આદરણીય અધ્યક્ષા મહોદયા, આપણે અન્ય પણ અનેક વિષયો અહીંયા પર, યુવાનો માટે ચર્ચા થઇ, રોજગારના અવસર પરપણ થઈ. મુદ્રા યોજનાથી લગભગ લગભગ બે કરોડથી વધુ લોકોને કોઈ પણ ગેરંટી વગર જે ધન આપવામાં આવ્યું છે કાં તો તે પોતે પોતાના પગ પર ઊભો થયો છે કાં પહેલેથી હતો તો એકથી વધુ વાક્તિઓને રોજગાર આપવાની તાકાત આવી છે. આપણે લોકો, આપણા લોકોની એ જ વિચારધારા રહી છે જ્યાં સુધી આપણે દેશમાં રોજગારના અવસરો નહીં વધારીએ, આપણી નીતિઓ એ હોવી જોઈએ કે દરેક જગ્યાએ રોજગારની સંભાવનાઓ વધે અને અમે તે નીતિઓને સ્વીકારી, કૌશલ્ય વિકાસ પર ભાર આપ્યો છે અને તેનો લાભ છે કે આપણે ત્યાં કૃષિ ક્ષેત્ર ..આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જે લાગુ કરી રહ્યા છીએ તો તે કામમાં લોકોને રોજગાર મળશે કે નહીં મળે? અમે લોકોને ઊર્જા ગંગા યોજનાની સાથે પૂર્વીય ભારતને ગેસ પાઈપ લાઈન સાથે જોડવાનું એક મોટું અભિયાન ચલાવ્યું છે. સેંકડો કિલોમીટરની ગેસ પાઈપલાઈન લાગવાની છે તો શું તેમાં નવયુવાનોના રોજગારની સંભાવના પડી છે કે નથી પડી?

 

અને એટલા માટે વિકાસની એવી દિશા હોય કે જેમાં નવયુવાનોને રોજગાર મળે, અમે હમણાં ટેક્સટાઇલમાં, ચપ્પલના ક્ષેત્રમાં અનેક નવીનતાઓ લાવ્યા છીએ. જેના કારણે અનેક લોકોને નવા રોજગાર અને નવા નવા ક્ષેત્રોમાં રોજગારની સંભાવનાઓ મળી છે. દેશના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે, આ અંદાજપત્રમાં પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે અને નાના નાના ઉદ્યોગોને જેટલું જોર મળશે તેના કારણે આપણા દેશમાં રોજગારની સંભાવનાઓ વધશે.

 

‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ’ એ આપણા ઉત્પાદનનો આંક રાખીએ તો આપણે દુનિયાના માર્કેટને પણ પકડી શકીએ છીએ અને આપણા નાના ઉદ્યોગકારોની નિકાસ કરવાની તાકાત હોય છે, મોટા મોટા ઉદ્યોગકારોને નાના નાના સાધનોની જરુર પડે છે, તે નાના નાના કારખાનોમાંથી મળે છે અને ઘણું મોટું નેટવર્ક એન્જીનીયરીંગની દુનિયામાં, આપણે ચમત્કાર કરી શકીએ છીએ. અને એટલા માટે સરકારે અને અત્યારે અંદાજપત્રમાં જે યોજનાઓ લાવી છે, નવા બજેટમાં તેનો લાભ 96% ઉદ્યોગકારોને મળવાનો છે. 96% 4% જે મોટા લોકો છે તેઓ બહાર રહી ગયા છે પણ 50 કરોડથી ઓછા વાળા લગભગ 96% છે તે બધાને ફાયદો થઇ રહ્યો છે અને બહુ મોટો ફાયદો મળી રહ્યો છે. તેના કારણે રોજગાર માટે ઘણી મોટી સંભાવનાઓ વધવાની છે.

 

સર્જીકલ સ્ટ્રાઈક- મને નવાઈ છે તમારા દિલ પર હાથ રાખીને પૂછો સર્જીકલ સ્ટ્રાઈકની પહેલા 24 કલાક રાજનેતાઓએ કેવા કેવા વક્તવ્યો આપેલા હતા, કેવી ભાષાનો પ્રયોગ કર્યો હતો, પણ જયારે જોયું કે દેશનો મિજાજ અલગ છે, તેમને પોતાની ભાષા બદલવી પડી, અને આજે હું તમને આગ્રહ કરું છું આ બહુ મોટો નિર્ણય હતો અને આ નિર્ણય અંગે કોઈ મને પૂછતું નથી, નોટબંધીમાં તો પૂછતા હતા કે મોદીજી સિક્રેટ કેમ રાખ્યું? કેબિનેટને કેમ ના જણાવ્યું? આવું પૂછે છે. કેબિનેટને પણ ના કહ્યું? સર્જીકલ સ્ટ્રાઈકના સંબંધમાં કોઈ નથી પૂછતું. ભાઈઓ અને બહેનો! આપણા દેશની સેનાના, આપણા દેશની સેનાના તેના જેટલા ગુણગાન કરીએ, આપણા દેશની સેનાના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે અને આટલા મોટા વિસ્તારમાં આટલી સફળ સર્જીકલ સ્ટ્રાઈક કરી છે, સર્જીકલ સ્ટ્રાઈક તમને પરેશાન કરે છે હું જાણું છું. સર્જીકલ સ્ટ્રાઈક તમને પરેશાન કરે છે અને એટલા માટે સર્જીકલ સ્ટ્રાઈક તમારી મુસીબત એ છે કે જાહેરમાં જઈને બોલી નથી શકતા, અંદર પીડા અનુભવી રહ્યા છો, તે તમારી મુસીબત છે. પરંતુ તમે માનીને ચાલો કે આ દેશ, આ દેશ આપણી સેના, આ રાષ્ટ્રની રક્ષા માટે પૂરી સામર્થ્યવાન છે.

 

આદરણીય અધ્યક્ષા મહોદયાજી, મને વિશ્વાસ છે કે આપણે આ સદનમાં થાય, નવી નવી શોધો થાય, નવા નવા વિચારોને રાખવામાં આવે કેમકે આપણે લોકો તો જ્ઞાનના પુજારી છીએ વિચારોનું સ્વાગત કરનારા લોકો છીએ. જેટલા નવા વિચારો મળશે કોઈ પણ દિશામાંથી વિચાર આવશે જરૂરી નથી કે વિચાર આ જ દિશામાંથી આવે, આ જ દિશામાં વિચારો આવે ઉત્તમ વિચારોનું સ્વાગત છે કેમકે આપણે સૌએ મળીને આખરે આપણા સૌનો ઉદ્દેશ છે આપણા દેશને આગળ વધારવાનો આખરે આપણા સૌનો ઉદ્દેશ છે દેશને બુરાઈઓથી મુક્ત કરાવવાનો, આખરે આપણો ઉદ્દેશ છે આ દેશને નવી ઉંચાઈઓ પર લઇ જવાનો. અને વિશ્વમાં એક અવસર આવ્યો છે આવા અવસર બહુ ઓછા મળે છે. આજની વિશ્વની જે વ્યવસ્થા છે તેમાં ભારત માટે એક અવસર આવ્યો છે આ અવસરનો આપણે જો ફાયદો ઉઠાવી શકીએ અને એક સ્વરે એક તાકાત સાથે આપણે દુનિયાની સામે પ્રસ્તુત થઈએ. મને વિશ્વાસ છે વિશ્વમાં પણ જે સપનું જોઇને આપણા પૂર્વજો ચાલ્યા હતા તેને આપણે પૂરું કરી શકીએ છીએ.

 

આદરણીય અધ્યક્ષ મહોદયા, તમે મને સમય આપ્યો સદને મને સાંભળ્યો તે માટે હું તમારો આભારી છું અને હું ફરી એકવાર આદરણીય રાષ્ટ્રપતિજીને હૃદયપૂર્વક અભિનંદન આપીને મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing away of former Prime Minister Dr. Manmohan Singh
December 26, 2024
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji: PM
He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years: PM
As our Prime Minister, he made extensive efforts to improve people’s lives: PM

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of former Prime Minister, Dr. Manmohan Singh. "India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji," Shri Modi stated. Prime Minister, Shri Narendra Modi remarked that Dr. Manmohan Singh rose from humble origins to become a respected economist. As our Prime Minister, Dr. Manmohan Singh made extensive efforts to improve people’s lives.

The Prime Minister posted on X:

India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years. His interventions in Parliament were also insightful. As our Prime Minister, he made extensive efforts to improve people’s lives.

“Dr. Manmohan Singh Ji and I interacted regularly when he was PM and I was the CM of Gujarat. We would have extensive deliberations on various subjects relating to governance. His wisdom and humility were always visible.

In this hour of grief, my thoughts are with the family of Dr. Manmohan Singh Ji, his friends and countless admirers. Om Shanti."