Corruption has adversely impacted aspirations of the poor & middle class. We’ll have to be tough on those cheating the system: PM
We should not have negative approach towards digitization and cashless economy: PM Modi
World is moving towards paperless and cashless transactions. India cannot stay behind: PM Modi
Attacks on the party I belong to, our govt or on me are understandable. But, sanctity of institutions like RBI should be maintained: PM
Our governance model has strengthened the hands of the commons: Shri Modi
Swachhta should become a Jan Andolan. I congratulate the media for furthering the message of cleanliness: PM

આદરણીય સભાપતિજી, બંને સંયુક્ત સદનોને રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર આભાર માનવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આશરે 40 આદરણીય સદસ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો છે. શ્રીમાન ગુલામ નબી આઝાદજી, નીરજ શેખરજી, શ્રી એ. નવનીથ`કૃષ્ણનજી, શ્રી ડેરેકજી, શ્રી ડી રાજા, શ્રી શરદ યાદવજી, શ્રી સીતારામજી, શ્રીમાન અહમદ ભાઈ અને હમણા હમણા શ્રી આનંદ શર્માજી, હું આપ સૌનો ખૂબ આભારી છું. બાકીના અન્ય પણ જે માનનીય સદસ્યોએ વિષયો પ્રસ્તુત કર્યા છે તેમનો પણ હું આભારી છું. મોટાભાગની જે ચર્ચા રહી છે તે વિમુદ્રીકરણની આસપાસ રહી છે. તે વાતનો આપણે ઇનકાર નથી કરી શકતા કે આપણા દેશમાં આ એક બદી આવી છે એ વાતથી ઇનકાર નહીં કરી શકીએ, તેણે આપણી અર્થવ્યવસ્થામાં, સમાજવ્યવસ્થામાં મૂળ જમાવી દીધા છે. તેનાથી આપણે ઇનકાર નથી કરી શકતા અને એટલા માટે ભ્રષ્ટાચાર અને કાળા નાણાની વિરુદ્ધ લડાઈ, આ કોઈ રાજનૈતિક લડાઈ નથી, કોઈ રાજનૈતિક દળને પરેશાન કરવા માટે આ લડાઈ નથી. અને એવું વિચારવાનું કોઈ કારણ પણ નથી અને એટલા માટે કોઈએ આ વિવાદને પોતાની સાથે જોડવા માટેનું કોઈ કારણ નથી બનતું. આ સદનમાં આપણા સૌની ફરજ બને છે આપણે તેની વિરુદ્ધમાં જે આપણા સૌની બંધારણીય મર્યાદાઓ છે અને જે આપણી બુદ્ધિ પરવાનગી આપે છે તે આપણે કરવું જોઈએ અને એ પણ સાચું છે કે બધા સમાંતર અર્થવ્યવસ્થાના લીધે સૌથી વધુ નુકસાન કોઈનું થયું છે તો તે ગરીબનું થયું છે. ગરીબનો હક છીનવી લેવામાં આવે છે અને મધ્યમ વર્ગનું શોષણ થાય છે. અને એવું નથી કે પહેલા કોઈ પ્રયત્ન નહીં થયા હોય! પહેલા પણ તો પ્રયાસ થયા હશે, વધારે પ્રયાસોની જરૂર છે. આ પ્રયાસ પણ જો વધારે પ્રયાસો તરફ દોરી જાય છે તો જવું પડશે. કેમકે આખરે ક્યાં સુધી આપણે આ સમસ્યાઓને લઈને જાજમ નીચે નાખીને પોતાનું ગુજરાન ચલાવતા રહીશું.

 

અને એટલા માટે જ્યાં સુધી એક વિષય ચર્ચામાં આવે છે એ નકલી નોટોની ચર્ચા છે. જે આંકડાઓ ફેલાયેલા છે તે આંકડાઓ એ છે જે નકલી નોટો બેન્ક સુધી પહોંચી છે તેનો હિસાબ કિતાબ. મોટાભાગે નકલી નોટો બેન્કના દરવાજા સુધી ન પહોંચે એ વ્યવસ્થાથી ચાલે છે. અને આતંકવાદ, નકસલવાદને ફેલાવવામાં તેનો ઉપયોગ પણ થાય છે. કેટલાક લોકો બહુ ઉછળી ઉછળીને કહી રહ્યા છે કે આતંકવાદીઓના હાથે બે હજારની થોડી નોટો મળી હતી. આપણને ખબર હોવી જોઈએ કે આપણા દેશમાં નોટબંધી પછીનો જે સમયગાળો હતો, બેન્ક લૂંટવાનો જે પ્રયાસ થયો અને તેમાં પણ જે નવી નોટો લઇ જવાનો પ્રયાસ થયો તે જમ્મુ કાશ્મીરમાં થયો. કારણ કે નકલી નોટો પર સ્થિતિ બન્યા પછી રોજબરોજના કારોબાર માટે તેમની સામે તકલીફ ઊભી થઇ હતી. અને જે નોટ બેન્ક લૂંટ્યાના કેટલાક જ દિવસો પછી જે આતંકવાદીઓ માર્યા ગયા છે, તેમાં એ નોટો હાથ લાગી છે. તો તેનો સીધે સીધો સબંધ છે, તે આપણે સમજવું જોઈએ, અને આપણે આવા લોકોના પક્ષમાં આપણો વિચાર કેમ રાખીએ તેનું કોઈ કારણ નથી, આ લોકો એવા છે કે જેમની વિરુદ્ધમાં આપણે એક સૂરે લડવું જ પડશે. ઈમાનદાર વ્યક્તિને તાકાત ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી બેઈમાનોના પ્રત્યે કઠોરતા નહીં બતાવવામાં આવે. અને એટલા માટે આખરે આ પગલાઓનો લાભ ઈમાનદાર શક્તિઓને બળ મળવાથી થશે, એવો અમારો સ્પષ્ટ મત છે.

 

આદરણીય સભાપતિજી, ઘણા વર્ષો પહેલા એક વાંચૂ કમિટી બની હતી. અને નોટબંધીની આર્થિક જરૂરિયાતોના સંબંધમાં તેમણે તે સમયે શ્રીમતી ઈન્દિરાજી હતા ત્યારે તેમણે પોતાનો રીપોર્ટ આપ્યો હતો. અને યશવંત રાવજી ચૌહાણ તેનાથી સહમત પણ હતા તેને તેઓ આગળ તેઓ વધારવા ઈચ્છતા હતા, પણ તે સમયે ઈન્દિરાજીએ કહ્યું કે અરે ભાઈ આપણે તો રાજનીતિમાં છીએ, ચૂંટણી તો લડતા રહીએ છીએ. આ ગોડબોલેજીના પુસ્તકમાં છે. જી, તમારે ગોડબોલેજી, શ્રી યશવંતરાવ ચૌહાણના, ગોડબોલેજીનું પુસ્તક જે છપાયું, સારું થાત જો તમે એટલી જાગરૂકતા બતાવી હોત અને એ પુસ્તકની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો, તમે ઊંઘી ગયા હતા કે શું? શું કરી રહ્યા હતા તમે? અને ઇન્દિરાજીની ઉપર આટલો મોટો આરોપ લાગી જાય અને એક અધિકારી આરોપ લગાવી દે અને હજુ સુધી તમે ઊંઘતા રહો? અરે તમારી જગ્યાએ હું હોત તો ગોડબોલેજીની વિરુદ્ધમાં કેસ કરી દેત પણ તમે ના કર્યો. આજે, આજે જયારે ગોડબોલેજીનું પુસ્તક, ચર્ચા થઇ રહી છે, તો તમારે જરા પણ આજે તેમની સ્થિતિ તો થોડી વધારે આગળ વધી છે જયારે વાંચૂ કમિટીએ રીપોર્ટ આપ્યો હતો, ત્યારે કાળું નાણું, રોકડા સુધી જ સમસ્યાઓ સીમિત હતી. આજે કાળા નાણા, આતંકવાદી સંગઠન, નકલી નોટોનો કારોબાર, ડ્રગ્સનો કારોબાર, હવાલાનો કારોબાર આ જીવનના અનેક ક્ષેત્રો સુધી ફેલાઈ ગયો છે એટલા માટે તેની વ્યાપકતા મોટી છે.

 

જે સમયે 8 નવેમ્બરે નિર્ણય કર્યો, તો નકલી નોટોના પાછા આવવાનો સવાલ જ નહોતો ઊઠતો. કોઈ નાની બેન્ક હશે! કોઈ સાધન નહીં હોય અને ઘૂસી ગઈ હશે તો તે રીઝર્વ બેન્ક તપાસ કરશે. પણ નકલી નોટો તો તે સમયે જ તટસ્થ બની ગયેલી. અને એટલા માટે તેનો હિસાબ જો કોઈની પાસે છે તો તે આશ્ચર્ય થાય છે કે તે કેવી રીતે છે. તેમની પાસે નકલી નોટો તો તે સમયે જ તટસ્થ બની જાય છે. અને સૌથી મોટું, સૌથી મોટું તેના કારણે જ થયું છે અને તમે એક ટીવીની જાહેરાત પણ જોઈ હશે. દુશ્મન દેશોમાં નકલી નોટોનો કારોબાર કરનારાને જે આત્મહત્યા કરવી પડી હતી, તે ટીવી ન્યૂઝ પર ઘણા દિવસો સુધી ચાલ્યું.

 

હવે જુઓ કે આપણા દેશમાં ત્રીસ ચાલીસ દિવસમાં 700થી વધુ માઓવાદીઓએ શરણાગતિ સ્વીકારી, ત્રીસ ચાલીસ દિવસમાં આ પહેલી વાર થયું. આ નવેમ્બર ડિસેમ્બરના ગાળામાં ચાલીસ દિવસમાં આશરે 700 લોકોએ શરણાગતિ સ્વીકારી છે અને તેના પછી પણ તે પ્રક્રિયા ચાલી રહી છે. જો માઓવાદી શરણાગતિ સ્વીકારે, તેનો સંતોષ આ સદનમાં કોઈને ના હોય, તેવું ના બની શકે. કેવી રીતે બની શકે? અને જો નથી થઇ રહ્યો તો પછી મતલબ કંઈક બીજો જ છે.

તે જ રીતે આ વાત પણ સાચી છે કે દેશની ઔપચારિક વ્યવસ્થામાં ધન હોવું ખૂબ જરૂરી છે. હજારની નોટો છપાયા બાદ સામાન્ય ચલણમાં જતી નહોતી, 500ની નોટો બહુ ઓછી જતી હતી. હજારની નોટો બહુ ઓછી જતી હતી, અને બંડલના બંડલોનો કારોબાર ચાલતો રહેતો હતો. આ હકીકત છે, આ હકીકતથી આપણે ઇનકાર નથી કરી શકતા. હવે જયારે આટલુ મોટું ચલણ બેન્કો પાસે આવ્યું છે તો સ્વાભાવિક છે કે બેન્કોની સામાન્ય વ્યક્તિને પૈસા આપવાની તાકાત પણ વધશે. વ્યાજદર, એક સાથે બધી બેન્કોએ વ્યાજદર ઓછો કર્યો હોય, તેવું પહેલીવાર આપણા દેશમાં થયું હતું. બેન્કનો લાભ સામાન્ય લોકો માટે..અહીયાં અસંગઠિત કામદારોની વાત થઇ રહી છે, ખરેખર તમને લોકોને ખાસ કરીને, સીતારામજી અને તેમના પક્ષ પાસેથી તો એ અપેક્ષા રહેશે કે અસંગઠિત કામદારોને તેમના વેતનના સંબંધમાં સુરક્ષા મળવી જોઈએ. એ હકીકત છે કે જેટલું કહેવામાં આવે છે તેટલું આપવામાં નથી આવતું, આપવામાં આવે છે તેમાં પણ એકાદ માણસ બહાર ઊભો રહે છે તે કાપી લે છે, આ બીમારીઓ આપણે સૌ જાણીએ છીએ. પણ આવી ઘણી બધી બીમારીઓથી આપણે પરિચિત છીએ અને એટલા માટે જો આપણે આ અર્થવ્યવસ્થા ઊભી કરીએ છીએ તો તે શ્રમિકોને લાભ મળશે સમય સાથે, EPF  સાથે પણ જોડાશે. ESIC યોજના સાથે પણ જોડાશે, શ્રમિકોને એક બહુ મોટી સુરક્ષા તેના કારણે ઉપલબ્ધ થવાની સંભાવના છે તે દિશામાં અમારો પ્રયાસ છે.

 

અસમ ખેતી બાગાયતનું એક ઉદાહરણ હું આપવા માગું છું, ત્યાંની સરકારે કેટલાક પગલા લીધા, ચા ના બગીચામાં કામ કરવાવાળા મજૂરો માટે તેમણે બેન્કના ખાતા ખોલાવ્યા. આશરે સાત લાખ, મોબાઈલ એપ પર તેમને કારોબાર કરવાનું શીખવ્યું, શરૂઆતમાં યુનિયનવાળાઓએ ના પાડી દીધી, ના રોકડા પૈસા આપવા પડશે, કેમકે તેમાં બાકી વસ્તુઓ જોડાયેલી હતી, તેના કારણે આ ચાના બગીચાના મજૂરોને પૂરું વેતન મળવા લાગ્યું, કટ ગયો અને તે વિસ્તારમાં તેમનો કારોબાર સુરક્ષિત થયો, એક બહુ મોટો અનુભવ છે અને હું સમજુ છું કે તેને અમે..

 

તે જ રીતે નોટબંધીના સંબંધમાં કોઈ વિદેશી અખબારને ટાંકે છે, કોઈ વિદેશી અર્થશાસ્ત્રીને ટાંકે છે, એક એવો વિસ્તાર છે કે જો તમે દસ ટીકાઓ ટાંકશો તો હું વીસ કરી શકું છું, તમે જો દસ મહાપુરુષોને ટાંકી શકો છો તો હું વીસ કરી શકું છું. આ એટલા માટે થઇ રહ્યું છે કારણકે વિશ્વમાં તેનું કોઈ સમાંતર છે જ નહીં. દુનિયામાં ક્યાંય આટલો મોટો અને આટલો વ્યાપક નિર્ણય ક્યારેય થયો જ નથી. અને એટલા માટે દુનિયાના અર્થશાસ્ત્રીઓની પાસે આના લેખા જોખા કરવાના કોઈ માપદંડ છે જ નહીં. આ એક બહુ મોટી દુનિયાના અર્થશાસ્ત્રીઓ માટે, દુનિયાની યુનિવર્સિટીઓ માટે એક બહુ મોટો કેસ સ્ટડી બની શકે તેમ છે.

 

અને ભારતે કેટલો મોટો નિર્ણય કર્યો છે તેનું પણ તે જ રીતે જનસામાન્ય દેશની જનશક્તિ શું હોય છે અને આ સદનમાં બેઠેલા તમામ મહાનુભાવોને કહેવા માંગીશ કે આ નોટબંધી પછી સમાજશાસ્ત્રી જરૂર અધ્યયન કરશે, પહેલી વાર દેશમાં હોરીઝોન્ટલ વિભાગ ઊભરીને બહાર આવ્યો છે. અને જયારે હું હોરીઝોન્ટલ ડીવાઈડ કહું છું, જનતા જનાર્દનનો મિજાજ એક બાજુ અને નેતાઓનો મિજાજ બીજી બાજુ. આ જનતાથી એટલા દૂર છે, તેઓ જનતાથી એટલા કપાયેલા છે, પહેલીવાર આપણને સંતોષ થવો જોઈએ, સામાન્ય રીતે સરકાર જયારે કોઈ નિર્ણય કરે છે તો જનતા અને સરકાર સામ સામે રહે છે, વત્તે ઓછે અંશે કોઈ પણ સરકાર હોય, આ પહેલી એવી ઘટના છે કે કેટલાક લોકો તો પેલી બાજુ હતા પણ સરકાર અને જનતા સાથે સાથે હતી.  

 

તે જ રીતે આ વાતનો આપણને સૌને ગર્વ હોવો જોઈએ, બની શકે તમારી મુશ્કેલીઓ થોડી હશે, પણ એ વાતને આપણે સમજવી પડશે અને વિશ્વની સામે આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે આ દેશના સવા સો કરોડ લોકો એવા છે, તેઓ અભણ હોઈ શકે છે, શિક્ષણ કદાચ ના પણ મળ્યું હોય, જેવું તમે વર્ણન કરતા હતા, જે રીપોર્ટ કાર્ડ તમે આપતા હતા કે આવું છે, આવું છે, આવું છે, તો બધું હોવા છતાં પણ, આ દેશ છે જેમાં પોતાની અંદરની બદીઓને બહાર કાઢવા માટે લોકો મહેનત કરી રહ્યા છે, તડપી રહ્યા છે. આ કોઈ પણ રાજનેતા હોય, કોઈપણ દળ હોય, એ આપણા સૌ માટે ગર્વનો વિષય છે કે આ દેશમાં એવા લોકો છે એવા નાગરિકો છે જે પોતાની બદીઓની વિરુદ્ધ લડવા માટે તકલીફ ઉઠાવવા માટે તૈયાર હોય છે, કઠણાઈ સહેવા માટે તૈયાર હોય છે અને બદીઓથી બહાર નીકળવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે. અને એટલા માટે આપણે પણ આ વાતને સમજવી પડશે.

 

સભાપતિ મહોદયજી, ગયા સત્રમાં મનમોહનજીએ તેમના વિચારો મૂક્યા હતા, એ વાત સાચી છે કે હમણાં કદાચ એક પુસ્તક બહાર પડ્યું છે તમારા તરફથી, તેની ભૂમિકા ડોક્ટર સાહેબે લખી છે. હું જયારે તમારો રીપોર્ટ જોઈ રહ્યો હતો, મને લાગ્યું કે કદાચ આટલા મોટા અર્થશાસ્ત્રી છે, તો પુસ્તકમાં તેમનું યોગદાન હશે. પણ ખબર પડી કે પુસ્તક તો કોઈ બીજાએ લખ્યું છે અને માત્ર ભૂમિકા તેમણે લખી છે. તો તેમના ભાષણમાં પણ મને લાગ્યું કે કદાચ! આ વાત ખૂબ સમજવાની છે પાછળના લગભગ લગભગ, લગભગ લગભગ, લગભગ લગભગ 30 – 35 વર્ષથી જે શબ્દ હું બોલ્યો પણ નથી તેનો અર્થ સમજી ગયા આ લોકો, આ બહુ ગજબની વાત છે જી! હવે ડોક્ટર મનમોહન સિંહજી પૂર્વ પ્રધાનમંત્રી છે, આદરણીય વ્યક્તિ છે. અને હિન્દુસ્તાનમાં પાછલા 30 – 35 વર્ષ ભારતના આર્થિક નિર્ણાયકોની સાથે તેમનો સીધો સંબંધ રહ્યો છે તમે નિર્ણાયકની ભૂમિકામાં રહ્યા છો. 35 વર્ષ સુધી આ દેશમાં ભાગ્યે જ કોઈ એવી અર્થ જગતની વ્યક્તિ હશે, જેનો હિન્દુસ્તાનના સિત્તેર વર્ષની આઝાદીમાં અડધો સમય એક જ વ્યક્તિનો આટલો દબદબો રહેલો હોય. અને આટલા ગોટાળાઓની વાતો આવી, પણ ખાસ કરીને આપણે રાજનેતાઓએ ડોક્ટર સાહેબ પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. આટલું બધું થયું પણ તેમની ઉપર એક પણ ડાઘ નથી લાગ્યો. બાથરૂમમાં રેઇનકોટ પહેરીને નહાવાની કળા તો ડોક્ટર સાહેબ જ જાણે છે અને બીજું કોઈ નથી જાણતું.

 

આદરણીય સભાપતિજી, આટલા મોટા પદ પર રહેલી વ્યક્તિએ સદનમાં જયારે લૂંટ, લોન્ડર જેવા શબ્દ પ્રયોગો કર્યા હતા, તો પચાસ વાર તે બાજુ વિચારવાની પણ જરૂર હતી, કે મર્યાદા જો ઓળંગીએ છીએ તો સાંભળવાની પણ તૈયારી રાખવાની હતી, અને અમે તે જ કોઈનમાં પાછા આપવાની તાકાત રાખીએ છીએ. અને બંધારણની મર્યાદામાં રહીને કરીએ છીએ, લોકશાહીનો આદર કરનારા લોકો છે પણ કોઈપણ રૂપમાં હાર સ્વીકાર જ નથી કરવી, આ ક્યાં સુધી ચાલશે?

આદરણીય સભાપતિજી, એ વાત સાચી છે કે સામાન્યજનને આંદોલિત કરવા માટે ઘણા પ્રયાસો થયા હતા, અને આજે આપણે જોઈએ છીએ કે ક્યાંક કોઈ નાનો અકસ્માત પણ થઇ જાય તો પણ બે ચાર ગાડીઓ સળગાવી દેવામાં આવે છે, ક્યાંક બસ મોડી પણ આવી જાય તો એકાદ બે બસો સળગાવી દેવામાં આવે છે. આ વત્તે ઓછે અંશે કયાં પ્રભાવ હશે તે તો વિશ્લેષણનો વિષય છે પરંતુ આ દ્રશ્ય રોજબરોજની ઘટનાઓ છે. પણ આપણી અંદરની લડાઈઓ સામે લડવા માટે પ્રતિબદ્ધ છીએ કે આટલી મુશ્કેલીઓ છતાં પણ આવી કોઈ ઘટના તેમણે થવા ના દીધી. અને આખા વિશ્વની સામે ભારતના લોકોના આ સામર્થ્યને આપણે ગર્વ સાથે પ્રસ્તુત કરવું જોઈએ, આપણે તેની વાત કરવી જોઈએ અને ત્યારે જઈને હું સમજુ છું કે કઈ વાતને દુનિયા સમજી શકશે કે આપણે કઈ રીતે વિચારીએ છીએ.

 

હું આજે એક બીજી વાતનો પણ ઉલ્લેખ કરવા માગું છું, એક ઘટના એવી હતી કે અમારી અને સીતારામજીની વિચારધારા અલગ છે, તો વિચારોની પ્રસ્તુતિ અલગ હોય તે પણ સ્વાભાવિક છે. પરંતુ, આ એક એવો વિષય હતો જયારે હું વિચારી રહ્યો હતો તો મને પુરેપુરી કલ્પના હતી કે સીતારામજી અને તેમનો આખેઆખો પક્ષ અમારી સાથે રહેશે આ કામમાં અમારી સાથે રહેશે. અને તેનું કારણ હતું, કારણ એ હતું તમારી જ પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રીમાન જ્યોતિમય બસુ, 1972માં તેમણે વાંચૂ કમિટીનો રીપોર્ટ ગૃહમાં રાખવાની બહુ મોટી માગ કરી હતી, આખરે તેઓ એક નોટ લઇ આવ્યા અને તેમણે પોતે ટેબલ પર રાખી. તેમણે પોતે જ, જ્યોતિમય બસુજીએ તે રીપોર્ટને ટેબલ પર મૂકી, ખાનગી વ્યક્તિઓ કહે છે અને તેમનું જે ભાષણ થયું તે દિવસે તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. તેમણે કહ્યું હતું કે 26 ઓગસ્ટ 1972, સર 12 નવેમ્બર 1970 કોઈ શક્તિશાળી અને પ્રતિષ્ઠિત કમિટીની પ્રાથમિક સેવાઓમાંથી એક હતી વિમુદ્રીકરણ, સર શ્રીમતી ઇન્દિરા ગાંધી કાળા નાણાના દમ પર જ બચેલા રહ્યા છે. તેમની રાજનીતિ કાળા નાણાથી જ જીવિત છે. એટલા માટે માત્ર આ રીપોર્ટને લાગુ કરવામાં ના આવ્યો પરંતુ દોઢ વર્ષ સુધી તેને દબાવીને પણ રાખવામાં આવ્યો. આ જ્યોતિમય બસુજીએ 1972માં કહ્યું, બીજીવાર 4 સપ્ટેમ્બર 1972 લોકસભામાં ભાષણ કરતી વખતે જ્યોતિમય બસુજીએ કહ્યું હતું, “ મેં વિમુદ્રીકરણ અને અન્ય ઉપાયોની સિફારિશ કરી છે. હવે તેને ફરીથી કહેવા નથી ઈચ્છતો. સરકારે ઈમાનદારી સાથે લોકોનો સહકાર કરવો જોઈએ, પરંતુ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી અને તેમની સરકારનું આ ચરિત્ર છે, એક એવી સરકાર જે કાળા નાણાની છે, કાળા નાણા દ્વારા છે, કાળા નાણા માટે છે.” આ 1972ની વાત હું કરી રહ્યો છું. અને કોંગ્રેસ પક્ષના નેતા 4 સપ્ટેમ્બર 1972ના રોજ આ મુજબ કહ્યું હતું. એટલું જ નહીં, સીપીએમના વરિષ્ઠ નેતા હરકિશન સિંહજી સુરજીત, તેમણે 27 ઓગસ્ટ 1981માં આ જ સદનમાં ભાષણ આપ્યું અને તેમણે કહ્યું, “ કાળા નાણા પર લગામ લગાવવા માટે શું સરકાર ખરેખર કોઈ ગંભીર પગલું ઉઠાવવા માગે છે? શું સો રૂપિયાની નોટને બંધ કરવા જેવા નિર્ણયો લઇ શકાય તેમ છે?” આ સવાલ સુરજીતજીએ  આ જ સદનમાં 1981માં ઉઠાવ્યો હતો અને એટલા માટે જ ખાસ કરીને ડાબેરીઓને મારો અનુરોધ છે કે તમે આ લડાઈમાં અમારો સાથ આપો અને તમે આપશો, હું આશા કરું છું તમે તમારા વિચારો વ્યાપક રીતે જરૂરથી રાખતા આવ્યા છો પરંતુ આ કામ એવું છે કે જેનાથી તમે અલગ થઇ જ નથી શકતા, તમારું ચરિત્ર એવું નથી. પરંતુ તેમ છતાં, એ તો સમય બતાવશે, એ વાત સાચી છે કે લોકશાહી વ્યવસ્થાઓમાં આટલા મોટા નિર્ણયો લેવા સામાન્ય રીતે લોકો માને છે કે પોપ્યુલીસ્ટ પગલું ઉપાડવું એ લોકશાહીનો સ્વભાવ બની જાય છે. ટૂંકા ગાળાના ઉદ્દેશ્યોને લઈને સ્વભાવ બની જાય છે. અને એટલા માટે મોટા નિર્ણયોને સમજવા માટે પણ થોડો સમય લાગે છે તો તેમાં પણ કોઈને દોષ નથી આપતો, ધીમે ધીમે લોકો સમજી જશે જે આજે તેનો વિરોધ કરી રહ્યા છે તેમને પણ સમજણ પડશે કે આટલો મોટો નિર્ણય કેટલા મોટા દેશનું ભલું કરવાની સંભાવના લઈને આવ્યો છે અને અમે તેને આગળ વધારવા માગીએ છીએ.

 

અહીયાં ડિજિટલ વ્યવસ્થાના સંબંધમાં ચર્ચા થઇ રહી છે, મને નવાઈ લાગે છે, જેટલા ભાષણ થયા સામેથી, આ દેશમાં એવું નથી, કે ફલાણું નથી, ઢીકણું નથી, આ ના થયું, પેલું ના થયું, ટોયલેટ છે તો પાણી નથી, ખબર નહીં શું શું બોલ્યા. હું વિચારી રહ્યો હતો કે આ જે બોલી રહ્યા છે તેઓ શું બોલી રહ્યા છે? સિત્તેર વર્ષની હિન્દુસ્તાનની સરકારોના રીપોર્ટ કાર્ડ આપી રહ્યા હતા, જે પણ બોલી રહ્યા હતા, આ નથી, તો સિત્તેર વર્ષનો રીપોર્ટ કાર્ડ છે, હવે સિત્તેર વર્ષમાં મારું યોગદાન માત્ર અઢી વર્ષનું જ છે. આ અમે તમે, ટોયલેટ બનાવ્યા તો અમે તાળા મારી દીધા શું? તમે રસ્તા બનાવ્યા તો શું મેં ઉખાડીને ફેંકી દીધા? તમે પાણીના નળ નાખ્યા તો એ મેં આવીને ટ્યુબ કાપી નાખી શું? એ હકીકત છે એ કોઈ નથી કહેતું કે હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ડિજિટલ વ્યવસ્થા છે, કોણ કહે છે? સવાલ એ છે કે માનસિક દૃષ્ટિકોણ બદલવા માટે જ્યાં સંભાવના છે ત્યાં આપણે તેને કરી શકીએ છીએ કે નથી કરી શકતા?

 

માની લો દિલ્હી શહેરમાં સંભાવના છે, ચાલો ભાઈ દિલ્હીથી શરુ કરો, આપણે લોકો કંઈક હકારાત્મક યોગદાન આપીએ. વર્તણૂક બદલાવનો વિષય છે. જો કલકત્તાના લોકો પાસે મોબાઈલ ફોન છે. કલકત્તામાં લોકો પાસે ડિજિટલ કનેક્ટીવીટી છે તો ત્યાંથી જ શરુ કરો. બની શકે છે કે દૂર સુદૂર બાંગ્લાદેશના ગામોમાં નહીં હોય. એ કહેવું અને બીજું આપણે એ વાતનું તો ગીત ગાતા રહીએ છીએ કે અમે આ કરી દીધું, અમે પેલું કરી દીધું, ઢીકણું કરી દીધું. હવે જયારે તેને લાગુ કરવાની વાત આવી તો અમને તકલીફ પડી રહી છે.

 

બીજું, આપણે શબ્દોની રમત રમીએ છીએ. બધા માને છે ભાઈ. કોઈપણ બાળકને પૂછો શાળાએ દરરોજ જાવ છો, કોઈને પણ. તમારા પણ બાળકોને હું પૂછીશ તો કહેશે, હા રોજ જાઉં છું, પણ મને પણ ખબર છે, તેને પણ ખબર છે કે રવિવારે નથી જતા. બધાને ખબર છે. તો એ સ્વાભાવિક છે, તે જ રીતે દેશમાં કેશ લેસનો મતલબ છે ધીમે ધીમે સમાજને એ પ્રકારની પેમેન્ટની દિશામાં લઇ જવો. દુનિયામાં આજે પણ મોટા મોટા દેશો પણ ચૂંટણી કરે છે તો બેલેટ પેપર છાપીને, થપ્પા મારીને ચૂંટણી કરે છે. જે દેશને અભણ માનવામાં આવે છે તે આ હિન્દુસ્તાન, દુનિયાની સૌથી મોટી લોકશાહી બટન દબાવીને વોટીંગ કરે છે. જે દિવસે બટન દબાવવાની વ્યવસ્થા આવી હશે, કોઈએ વિચાર્યું હશે કે આવી ટેકનોલોજી આપણા દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ સ્વીકાર કરી શકે છે.

 

એટલે કે આપણે આપણા દેશની શક્તિને ઓછી ના આંકીએ. હા આપણને લાગે છે કે આ રસ્તો જ ખોટો છે, તો બરાબર છે, પણ અસુવિધા છે, તકલીફ છે, તો છોડી દઈએ, તે યોગ્ય નથી. અસુવિધા થશે, વ્યવસ્થા ઓછી થશે, પણ આગળ તો વધવું પડશે. આગળ વધવાની અંદર.

 

કેટલાક લોકો કહે છે કે દુનિયામાં કેટલાક દેશો આગળ છે. દુનિયાના કેટલાક દેશો, મને નવાઈ છે, આનંદ શર્માજી કહી રહ્યા હતા. તમને નવાઈ લાગશે કે કોરિયાએ ડિજિટલ બનવા માટે જે પ્રાથમિક યોજના બનાવી હતી એટલી મોટી માત્રામાં આવી. તે કહી રહ્યા છે કે તમે કરોડો રૂપિયા ડિજિટલને પ્રોમોટ કરવા માટે ખર્ચ કરી રહ્યા છો. હવે જે ભીમ એપ બનાવી છે. ભીમ એપમાં એક નવા પૈસાનો ખર્ચ નથી. ખર્ચ વિના ટ્રાન્ઝેક્શન થઇ રહ્યું છે. એક રૂપિયાનું કોઈપણ બેન્કને, કોઈને પણ કમીશન નથી જતું, અને એટલા માટે દુનિયા પેપર લેસ, પ્રીમાઈસીસ લેસ, બેન્કિંગ તરફ જઈ રહી છે. ભારતે પાછળ રહેવાનું કોઈ કારણ નથી. બની શકે છે કે આપણી વ્યવસ્થા ઓછી હશે તો બે વર્ષ વધારે લાગશે, પાંચ વર્ષ વધારે લાગશે. પણ શરૂઆત કરવી અથવા આ દિશા જ ખોટી છે, આ વિચાર હું સમજુ છું કે યોગ્ય નથી. આપણે લોકોએ પ્રયત્ન કરવો જોઈએ તેને પ્રોત્સાહિત કરવા માટે પોતપોતાના વિસ્તારોમાં પણ લોકોને આપણે સમજાવવા જોઈએ અને તે દિશામાં આપણે આગળ વધવું જોઈએ.

હવે જુઓ, રેલવે. આપણા દેશમાં સામાન્ય માનવી જાય છે. આજે 60% રેલવેમાં, ઓનલાઈન બુકિંગ થવા લાગ્યું છે. તેમનું પેમેન્ટ ઓનલાઇન. જો તેઓ ટિકિટ કેન્સલ કરે છે તો ઓનલાઈન પૈસા પાછા આવી જાય છે. આજે ઘણા બધા પરિવારો એવા છે જે શહેરોમાં રહે છે. તેમણે જો વીજળીનું બિલ ભરવું હોય, પહેલા વીજળીનું બીલ ભરવા માટે અડધા દિવસની રજા લેવી પડતી હતી અને ઓફિસમાં જઈને ભરવું પડતું હતું. આજે તે ઘરમાં રાત્રે 12 વાગ્યે આવીને પોતાના મોબાઈલ ફોનથી વીજળીનું બિલ ભરી રહ્યો છે. સુવિધા વધી રહી છે. જો આ સુવિધા વૈજ્ઞાનિક રીતે ટેકનોલોજીના રૂપમાં મળે છે તો હા આપણે તેની કમીઓની ચિંતા જરુર કરવી જોઈએ. ટેકનોલોજીકલ પણ કોઈ ત્રૂટી આવે છે તો તેને સરખી કરવી જોઈએ પણ એ કલ્પના જ ખોટી છે જો આ નકારાત્મકતા લઈને આપણે ચાલીશું તો આપણે દેશનું કંઈ જ ભલું નહીં કરી શકીએ.

 

રૂપે કાર્ડ- હમણા અરુણજી કહી રહ્યા હતા. આ દેશમાં જનધન એકાઉન્ટની સાથે આ દેશના 21 કરોડ લોકોને રૂપે કાર્ડ આપવામાં આવ્યા છે. અને તમને અંદાજો નથી કે તેની તાકાત શું હોય છે. સામાન્ય રીતે ખિસ્સામાં આ કાર્ડ હોવું, એ બહુ મોટી પ્રતિષ્ઠા બની ગઈ છે એક વર્ગ માટે, પેમેન્ટ કરવું છે તો કાર્ડથી કરવું છે. એ પણ હવા બની ગઈ છે કે ગરીબનો તો વિષય જ નથી જી. હમણાં મને અનંત કુમારજી કહી રહ્યા હતા. તેઓ બેંગ્લોરથી આવી રહ્યા હતા તો તેમની સાથે કોઈ IT પ્રોફેશનલ બેઠેલા હતા, તો તેમણે પોતાના ડ્રાઈવરની ઘટના સાંભળી. કહે છે કે તેમનો ડ્રાઈવર બહુ ખુશ હતો આ વિમુદ્રીકરણથી. તો પૂછ્યું કેમ? તો કહે આજે કોઈ મોટો માણસ કાર્ડ રાખે છે, હું પણ કાર્ડ રાખું છું. તે કાર્ડ બતાવવા લાગ્યો. તેને બહુ આનંદ હતો. હવે જુઓ આ સમાજના સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ એક બદલાવની વ્યવસ્થા છે. એક નવો આત્મવિશ્વાસ ઊભો થાય છે. જેના ઘરમાં એક સાયકલ પણ નથી આવતી ને, તેને ખૂબજ ખુશી થાય છે જયારે મોટર સાયકલ આવી જાય છે. જેની પાસે સ્કૂટર હોય અને નાની એવી કાર લાવે છે, જૂની પણ લાવે છે તો ગર્વ કરવા લાગે છે. સમાજના નાના નાના લોકોની જે આકાંક્ષાઓ છે તે આકાંક્ષાઓને પૂરી કરવા માટેની દિશામાં આપણો પ્રયાસ હોવો જોઈએ.

 

ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર- કેટલો મોટો ફાયદો થયો છે. મેં તે સદનમાં વિસ્તારથી કહ્યું છે કે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા લગભગ લગભગ 50 હજાર કરોડ રૂપિયા જે ક્યારેક લીકેજ થતા હતા અને દર વર્ષે થતા હતા, અત્યાર સુધી બચાવી શક્યા અને આગળ ખબર નહીં કેટલા બચી શકશે. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર શિષ્યવૃત્તિ જેવામાં. એક જ વ્યક્તિ 6 જગ્યાએથી લે છે. વિધવા પેન્શન, જે દીકરીનો જન્મ નથી થયો તે વિધવા પણ બની ગઈ અને ચેક પણ અપાઈ રહ્યો છે. આ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને કારણે આ જે લીકેજ હતી તે વચેટીયાઓ લઇ જતા હતા. તેમાં દેશનો બહુ મોટો ખજાનો લૂંટાઈ રહ્યો હતો તે અટકાવવામાં આવ્યો છે. તો ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાનો પણ આના લીધે ફાયદો થયો છે. આપણે કોશિશ કરવી જોઈએ કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આપણે જેટલો પ્રયાસ કરીએ છીએ આપણે કરતા રહેવો જોઈએ.

 

સરકારે તે વ્યવસ્થાને વિકસાવી છે. POS મશીનની જરૂરિયાત. ખૂબ ઝડપથી POS મશીન વધારવામાં આવી રહ્યા છે. મોબાઈલ પેમેન્ટ માટે, ઈ-વોલેટ માટે પ્રમોશન થઇ રહ્યા છે. ઈન્ટરનેટ બેન્કિંગની બાજુ કામ ચાલી રહ્યું છે. આધાર બેઝ્ડ પેમેન્ટ. જે રીતે ટેકનોલોજી વિકાસ પામી છે. માત્ર ‘આધાર”ના આધાર પર, કોઈ મોબાઈલ ફોનની પણ જરૂર નહીં પડે, તે પોતાનું પેમેન્ટ આપી શકશે, તે દિવસ દૂર નહીં હોય. અને એટલા માટે આ વ્યવસ્થાઓને કાં તો આપણે સમજવાની કોશિશ કરીએ અને આપણી ટીમોને આમાં જોડવાનો પ્રયાસ કરીએ.

 

ભીમ એપ ખૂબ જ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા બની છે ભારત સરકારની છત્રછાયામાં બની છે અને ભીમ એપને જેટલી પ્રસિધ્ધ કરશો તો કોઈ વેપારી, કોઈ બહારની એજન્સીને કોઈ લેવા દેવા નહીં હોય. સીધેસીધું એક ઇનેબલ પ્લેટફોર્મ છે જેનો લાભ લોકો લઇ શકે છે. આપણે તે કરવું જોઈએ.

 

હવે જુઓ, ડ્રાઈવર, જે હાઈવે પર જાય છે. આપણે જાણીએ છીએ કે વાહન રોકાવાને કારણે આપણા પેટ્રોલ ડીઝલનો કેટલો ખર્ચો થાય છે. 8 નવેમ્બર પછી તેની પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો કે ભાઈ ડ્રાઈવર ટોલ ટેક્સ પર ગાડીઓ, પોતાનો ટોલ ટેક્સ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. અને રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફીકેશન, RFIDના માધ્યમથી, પહેલા એકલ દોકલ લોકોની પાસે તે વ્યવસ્થા હતી. આટલા ઓછા સમયમાં આજે લગભગ લગભગ 20 ટકા ટ્રાફિક, આ RFIDના દ્વારા પેમેન્ટ કરે છે. કાર આવે છે, સીધું તેનું રજીસ્ટ્રેશન થઇ જાય છે, બેન્કમાંથી કમી થઇ જાય છે, તેને રોકાવું નથી પડતું, ચાલ્યો જાય છે. જો આ વધશે તો દેશનું કેટલું પેટ્રોલ બચશે. આપણા દેશમાં ટોલ ટેક્સ પર આ સ્થિતિ બનેલી છે. તે જ રીતે પેટ્રોલ પંપ પર લગભગ લગભગ 29-30 ટકા લોકોએ આજે ડિજિટલ કરન્સીથી કામ કરવાનું શરુ કરી દીધું છે, અમે ચંદ્રાબાબુ નાયડુજીના નેતૃત્વમાં એક કમિટી બનાવી હતી, તેનો આંતરિક રીપોર્ટ આવ્યો છે. તેનું અધ્યયન થઇ રહ્યું છે. છેલ્લો રીપોર્ટ આવવાનો છે. પણ આપણે બદલાવ માટે તૈયારી કરીએ, અને મને લાગે છે કે.

 

એક વિષય છે બેન્કિંગ સિસ્ટમ- જો તમે કંઈ પણ કહો છો તો પછી હું કહું છું કે તે રીપોર્ટ કાર્ડ છે. જૂના સમયનો તે રીપોર્ટ કાર્ડ છે. આ સરકારે આવીને સૌથી પહેલા તો ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલની રચના કરી – 6, જેથી કરીને બેન્કોમાં જે પણ દેવા છે, સરકારે શરુઆત કરી. બેન્કોમાં જે નિમણૂક થતી હતી, તેના માટે કોઈ નિયમ નહોતો, એમ જ ચાલતું હતું, ઘસાઈ ગયેલી વ્યવસ્થા હતી. આ સરકારે બેન્ક બોર્ડ બ્યૂરો બનાવ્યો, તે સ્વતંત્ર સંસ્થા છે, તે જ ભરતી કરે છે. તેના ચેરમેન, મેનેજીંગ ડાયરેક્ટર, તેના ડાયરેક્ટર વગેરે. બેન્કિંગ વ્યવસ્થામાં વ્યાવસાયિકતા લાવવાનો અમે પ્રયાસ કર્યો છે.

 

બેન્ક અને ફાયનાન્સ જગત, બેન્કિંગ સેક્ટર, ઈકોનોમી વર્લ્ડ તેમની એક ગોળમેજી પરિષદ બે દિવસની થઇ ગઈ. આપણા દેશના બેન્કિંગમાં વૈશ્વિક સ્તરના માપદંડોમાં કેવી રીતે લાવવામાં આવે, વિસ્તારથી તેમણે આત્મમંથન કર્યું, ચિંતન કર્યું, પોતાની કમીઓને પણ તેમણે સમજી અને સરખી કરવાનો પ્રયત્ન કર્યો.

રીઝર્વ બેન્કની ગરિમા – હું સમજુ છું કે મારી ઉપર હુમલો થાય, અમારી પાર્ટી ઉપર હુમલો થાય, અમારી સરકાર પર હુમલો થાય, બહુ સ્વાભાવિક છે, તે પોતાની રીતે ચાલ્યા કરશે. પણ રીઝર્વ બેન્કને તેમાં ઢસેડવાનું કોઈ કારણ નથી. રીઝર્વ બેન્કના ગવર્નરને ઢસેડવાનું કોઈ કારણ નથી. આવી સંસ્થાઓની માન મર્યાદાઓનું પાલન કરવામાં આપણું યોગદાન હોવું જોઈએ. અને આની પહેલા જે ગવર્નર હતા ત્યારે પણ કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. પછી મેં તેનો પણ વિરોધ કર્યો હતો, કે આ શોભા નથી આપતું. આવી વસ્તુઓને વિવાદોથી દૂર રાખવી જોઈએ. બાકી સરકારની વ્યવસ્થાઓ છે તે ચાલતી રહેશે, તેને આપણે કરવું જોઈએ. અર્થવ્યવસ્થા ચલાવવામાં રીઝર્વ બેન્કની ખૂબ મોટી ભૂમિકા હોય છે. તેની વિશ્વસનીયતાની દિશામાં આપણે લોકોએ હકારાત્મક સક્રિય યોગદાન આપવું જોઈએ. પરંતુ જે લોકો રીઝર્વ બેન્કની ગરિમા અને આ સરકાર પર જયારે આરોપ લગાવે છે તો હું જરા તેમને આજે કહેવા માગું છું. અને ખૂબ દુઃખની સાથે કહેવા માગું છું. રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ડૉ. સુબ્બારાવે એક પુસ્તક લખ્યું છે, ‘Who Moved My Interest Rate?’ અને તે પુસ્તકમાં તેમણે લખ્યું છે કે 2008માં તત્કાલીન નાણા સચિવના રૂપમાં એક લીક્વીડીટી મેનેજમેન્ટ  કમિટીની નિમણૂક કરવાના સરકારના નિર્ણયથી હું નારાજ અને પરેશાન હતો. ચિદમ્બરમે સ્પષ્ટરૂપે ભારતીય રીઝર્વ બેન્કના વિષયના ક્ષેત્રમાં ઓવર સ્ટેપ લીધા હતા. લીક્વીડીટી મેનેજમેન્ટ સંપૂર્ણપણે રીઝર્વ બેન્કનું કામ છે. તેમણે માત્ર મારી સાથે આ વિષય પર પરામર્શ તો નહોતો જ કર્યો પરંતુ અધિસુચના જાહેર કરવા બાબતે મને જણાવ્યું પણ નહોતું. મને શું ખબર હતી કે આ નિર્ણય મારા કાર્યકાળના અંતિમ વર્ષમાં અમારા બન્નેની વચ્ચે અસહજ સંબંધ માટે ટોન સેટ કરશે. આ રીઝર્વ બેન્કના એક્સ ગવર્નરે જૂની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. અને પુસ્તકમાં છાપ્યું છે અને હજુ સુધી કોઈએ તેનો જવાબ નથી આપ્યો. હવે હું બોલી રહ્યો છું તો કોઈક કહેશે તે અલગ વાત છે. પણ આ વાત સાચી છે કે આજે આપણે એવો ઉપદેશ આપીએ છીએ કે જરા તેઓ પણ પોતાની જાતમાં ઝાંખીને જુએ. અને હું માનીશ કે આપણે આને રાજનીતિથી અળગી રાખીને જોઈએ. આ સંસ્થાનું ગૌરવ રાખવાની દિશામાં પ્રયત્ન કરીએ.  

બાકી અમે શું કર્યું છે. આરબીઆઈની તાકાત વધે તેનો નિર્ણય આ સરકારે આવીને કર્યો છે. અમે આરબીઆઈ એક્ટમાં સંશોધન કરીને મોનેટરી પોલીસી કમિટીની સ્થાપના કરી છે. અનેક વર્ષોથી તેની ચર્ચા ચાલી રહી હતી, કોઈ નહોતું કરી રહ્યું, અમે કરી. આ સમિતિને મોનેટરી પોલીસી સંચાલનની પૂરી સ્વાયત્તતા આપી દીધી છે. આ સમિતિના પ્રમુખ આરબીઆઈના ગવર્નર છે. આરબીઆઈના બે અધિકારી સિવાય 3 તજજ્ઞો તેના સભ્યો છે. આ સમિતિમાં કેન્દ્ર સરકારનો એક પણ સભ્ય નથી રાખવામાં આવ્યો. અને આનાથી મોટી સ્વાયતત્તા, મોનેટરી પોલીસી બહુ મોટી વાત હોય છે. આટલી મોટી સ્વાયત્તતા કોઈ કલ્પના નથી કરી શકતું આ સરકારે આરબીઆઈને આપી છે. અને તેના કારણે આરબીઆઈની તાકાતને વધારો મળ્યો છે.

 

એ વાત સાચી છે. અનેક વિષયો પર અહીં ચર્ચા થઇ છે. કોઈ સરકાર ઊંઘવા માટે તો આવતી નથી. પહેલા પણ જે સરકાર આવી છે તેમણે પણ કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ તો કર્યો જ હશે. અમે એ તો નથી કહેતા કે કોઈએ કંઈ કર્યું જ નથી. હું લાલ કિલ્લા ઉપરથી બોલ્યો છું અને હિન્દુસ્તાનના અન્ય કોઈ પ્રધાનમંત્રી એવું નથી બોલ્યા જે હું બોલ્યો છું. મેં કહ્યું કે દેશ આઝાદ થયો, ત્યારથી જેટલી સરકારો આવી, જેટલા પ્રધાનમંત્રીઓ આવ્યા, જેટલા લોકોએ કામ કર્યું, તે સૌનું યોગદાન છે, ત્યારે દેશ અહીં આવીને પહોંચ્યો છે. આપણે એવા લોકો છીએ, એ તેમને ખબર છે અને બાકી તો બીજા નામ લેતા પણ ખચકાય છે. તેમને પસંદ નથી આવતું કે કોઈ બીજાએ કંઈ કામ કર્યું હોય અને તેનો ઉલ્લેખ કરતા રહે. અને ઈતિહાસ સાક્ષી છે. પણ આ વાત સાચી છે કે આ સરકારે શાસનના મામલે ઘણું કામ કર્યું છે. નાના નાના નિર્ણયો લેશે પણ આ નિર્ણયોએ સામાન્ય માનવીની તાકાતને ઘણી વધારી છે.

 

અમે એફિડેવિટની પ્રથા આપી. એમપીના ઘરે, એમએલએના ઘરે, કોર્પોરેટરના ઘરે લોકો આવી આવીને સવારે ઊભા રહી જતા હતા, સિક્કા મરાવવા માટે. લાઈનો લાગી જતી હતી. અને તે કંઈજ જોતા નહતા. એક પટ્ટાવાળો બેસતો હતો અથવા કોઈ સાથી કાર્યકર્તા બેસતો હતો અને તે સિક્કા મારી દેતો હતો. અમે તે સર્ટીફીકેટને સેલ્ફ અટેસ્ટેશનની વ્યવસ્થા કરી નાખી અને તેના કારણે તે સંકટથી પણ સામાન્ય માનવી બચી ગયો. કેમકે જયારે તેમની આખરી પસંદગી થશે તો ઓરીજીનલ કોપી લઈને જશે. ઝેરોક્ષનો જમાનો છે બધું કરવાની શું જરૂરિયાત છે.    

અમે ઈન્ટરવ્યું ખતમ કરી દીધા. ટેકનોલોજી દ્વારા નક્કી થશે કે જેનું મેરીટ હશે, મેરીટના આધાર પર નોકરી મળશે. તેના કારણે ભ્રષ્ટાચાર ગયો. 1100થી વધારે કાયદાઓને ખતમ કર્યા આ બે સદનોએ જ ખતમ કર્યા છે. સિનયર પોસ્ટ પર નિમણૂક, અનેક અખબારોએ આર્ટીકલ લખ્યા છે. પહેલી વાર મેરીટના આધારે નિમણૂક થઇ રહી છે. જૂની પ્રક્રિયા આખી, મારું તારું બધું જતું રહ્યું છે અને તેની ઉપર અનેક તટસ્થ અખબારોએ ઘણા સારા લેખો પણ લખ્યા છે.

 

DBT- ડાયરેક્ટ બેનીફીટ દ્વારા લીકેજને રોકવામાં આવ્યું છે. પહેલા કંપનીઓ નોંધવી પડતી હતી તો 7-7, 15-15 દિવસ, બે બે મહિના લગતા હતા. આજે 24 કલાકમાં કંપની રજિસ્ટર થઇ શકે છે. એવી વ્યવસ્થા કરી છે. અને હવે પોસ્ટલમાં જે હેડ ઓફીસ છે તેને પણ પાસપોર્ટ ઓફીસમાં ફેરવી નાખવાની દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ અને તેનો પણ લાભ સામાન્ય માનવીને મળવાનો છે અને તે દિશામાં અમારો પ્રયાસ છે.

 

અમે એ પણ જાણીએ છીએ કે કોલસાની હરાજી કેટલો મોટો વિષય હતો. સરળતાથી સરકારે તેને લાગુ કરી દીધો. પારદર્શકતા લાવ્યા. એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેની હજી ચર્ચા થઇ નથી પણ હું આ સદનને જણાવવા માગું છું. સરકારની જે ખરીદી કરવાની પરંપરા હોય છે તેમાં અમે લોકોએ GEMને લોન્ચ કર્યું છે. જેમાં સરકારી ઈ માર્કેટ, GEM આ વ્યવસ્થાને વિશ્વ બેન્કના સાઉથ એશિયા પ્રોકરમેન્ટ ઇનોવેશન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. હવે તેમાં દુનિયામાં જેણે પણ સરકારને આપવું હશે, તે ઓનલાઈન આવે છે, પોતાની યાદી મૂકે છે અને સરકાર તેમાંથી નક્કી કરી શકે છે. આર્થિક લાભ પણ થયો છે અને 5000 રૂપિયાથી પણ વધુનું પેમેન્ટ કરવું હોય તો આ GEMના માધ્યમથી કરી શકે છે. તે દિશામાં અમે વ્યવસ્થા કરી છે.

 

ભ્રષ્ટાચારની વિરુદ્ધ સુશાસનના માધ્યમથી, ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી એક પારદર્શિતા લાવવાની દિશામાં અમે બહુ મોટી સફળતા મેળવી છે.

 

આ સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે અનેક નવી યોજનાઓ બનાવી છે. ઉજ્જવલા યોજના. અમે જાણીએ છીએ કે ગેસના સિલીન્ડરનો શું જમાનો હતો, એમપીને 25 – 25 કૂપનો મળતી હતી અને તે 25 કૂપનોને લેવા માટે લોકો લાઈનો લગાવતા હતા. તે પણ દિવસો હતા. 2014ની ચૂંટણીમાં 9 સિલીન્ડર આપવા કે 12 સિલીન્ડર આપવા તેની ઉપર ચૂંટણીનો મુદ્દો લડવામાં આવ્યો હતો. આ સરકારના કાર્યોમાં કેટલો તફાવત છે. ગરીબ મહિલાઓને ગેસનો ચૂલો, તે સપનામાં પણ વિચારી નહોતા શકતા. અત્યાર સુધી લગભગ લગભગ 1 કરોડ 65 લાખથી વધુ ગરીબ પરિવારોને ગેસના જોડાણો આપી દેવામાં આવ્યા છે. પાંચ કરોડ પરિવારો સુધી પહોંચાડવાનો પૂરો ઈરાદો છે. દેશમાં 25 કરોડ પરિવારો છે, પાંચ કરોડ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

 

પ્રધાનમંત્રી આવાસ યોજના-મહિલાઓના નામે ઘરોના રજિસ્ટ્રેશનની કાયદાકીય વ્યવસ્થા કરી છે. મનરેગામાં 55 ટકા મહિલાઓ આજે કામ કરી રહી છે જે પહેલા 40 – 45 ટકા રહ્યા કરતી હતી.

 

મુદ્રા યોજનામાં બેન્ક પાસેથી પૈસા આપવામાં આવે છે, કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે. પૈસા લાવવામાં 70 ટકા મહિલાઓ એટલે કે આંત્રપ્રિન્યોરના રૂપમાં આપણા દેશની મહિલાઓ તેની સાથે જોડાઈ રહી છે.

 

પંડિત દીનદયાળ અંત્યોદય યોજના – સ્વ સહાય જૂથોના કાર્યો દક્ષિણ ભારતમાં કેટલીક માત્રામાં ચાલતા હતા. પણ આખા ભારતમાં અને પૂર્વીય ભારતમાં તેને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ અમે લોકોએ કામ કરવાનો પ્રયત્ન કર્યો છે.

 

ગરીબ ગર્ભવતી મહિલાઓ માટે 6000 રૂપિયા પ્રસૂતિમાં IMR, MMR માટે. બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન, ખૂબ મોટી માત્રામાં તેને સ્વીકૃતિ મળી છે, સામાજિક આંદોલન બનેલું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના- એક કરોડ એકાઉન્ટ દીકરીઓના નામે ખૂલ્યા છે અને 11 હજાર કરોડ રૂપિયા જેને ભવિષ્ય માટે એક સુરક્ષાની ગેરંટી આપે છે. મહિલા શક્તિ કેન્દ્ર 500 કરોડના રોકાણથી 14 લાખ આંગણવાડી કેન્દ્રોમાં તેની સ્થાપના થઇ છે.

મિશન ઇન્દ્રધનુષ- બાળકોનું રસીકરણ નહોતું થતું. સરકારો ચાલતી હતી, રસીકરણના કાર્યક્રમો થતા હતા. 55 લાખ બાળકો એવા ધ્યાનમાં આવ્યા જેમનું રસીકરણ નહોતું થયું. મિશન ઇન્દ્રધનુષના કારણે તે બાળકોને શોધવામાં આવ્યા. તેમની જિંદગી બચાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું.

 

ગ્રામીણ ક્ષેત્રમાં, અહીયાં હું નવાઈમાં હતો કે સ્વચ્છતાની મજાક ઉડાવવામાં આવી રહી હતી. શું કારણ હતું તે હું સમજી નથી શકતો. અમારામાંથી કોઈ નથી કે જે ગંદકીમાં રહેવા ઇચ્છતું હોય. આપણે એ પણ જાણીએ છીએ કે સ્વચ્છતા સ્વભાવનો મુદ્દો વધુ છે. બાંધકામ તેની સાથે આવે છે. અને હું કહીશ કે આપણે રાજનેતાઓ ક્યારેક ક્યારેક પાછા પડીએ છીએ, હું આ દેશના મીડિયાને અભિનંદન આપવા માગું છું કે સ્વચ્છતાના આંદોલનને તેણે ઉપાડી લીધું છે. આજે બધા જ મીડિયા દ્વારા સ્વચ્છતા માટે ઇનામ આપવામાં આવી રહ્યા છે, કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતાના સંબંધમાં આજે હિન્દુસ્તાનના, નહીં તો સરકારના કોઈપણ કાર્યક્રમમાં મીડિયા નેગેટીવ કરે તો તે સ્વાભાવિક છે. આ એક અપવાદ કાર્યક્રમ છે જેને સરકાર કરતા, રાજનેતાઓ કરતા પણ બે ડગલા આગળ મીડિયાના લોકો ગયા છે અને સ્વચ્છતાને આંદોલન બનાવવાની દિશામાં પ્રયાસ કર્યો છે અને હું તેમને અભિનંદન આપું છું આ સદનના માધ્યમ દ્વારા. અને અહીયાં કોઈ ઊભું થઈને કહે છે કે ટોયલેટ છે પાણી નથી. મહાત્મા ગાંધી પણ આ વાતની માટે ઘણા આગ્રહી હતા. મને તો ડર લાગે છે કે ક્યારેક જો આજે મહાત્મા ગાંધી હોત અને સ્વચ્છતાની વાત કરત તો આપણે લોકો શું આ જ ભાષા બોલતા હોત?   

 

શું આપણા લોકોની જવાબદારી નથી, શું સમાજમાં બદલાવ લાવવા માટે કોઈ હકારાત્મક વસ્તુ કરી જ નથી શકતા? બધી વસ્તુઓમાં આપણે વિરોધ જ કરીશું? અને એટલા અંતે મને ખુશી છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં સેનીટેશન કવરેજ જે પહેલા 42 ટકા હતું આ આંદોલન પછી તે 60 ટકાએ પહોચ્યું છે. આપણે જયારે આ વાત કરીએ છીએ, ટોયલેટની, તમે કલ્પના કરી શકો છો ગામની મહિલાઓની અથવા શહેરની ઝૂંપડપટ્ટીમાં જે મહિલાઓ રહે છે, કેટલી પીડા થાય છે, જી, અંધારું ના થાય ત્યાં સુધી તેઓ શૌચાલય નથી જઈ શકતી. આ પીડા હોવી જોઈએ. આ તું-તું મેં મેં નો વિષય નથી પણ જયારે મજાક ઉડાવે છે કોઈ તો બહુ તકલીફ થાય છે. આ મજાકનો વિષય ના હોઈ શકે.

મહિલાઓની સુરક્ષા માટે યુનિવર્સલાઈઝેશન ઓફ વિમેન હેલ્પલાઇન 181, 24 કલાક ઈમરજન્સી સેવા શરુ કરવામાં આવી છે. 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ મહિલા હેલ્પલાઇનની વ્યવસ્થાને આગળ વધારી છે. મહિલાઓની પોલીસમાં ભરતી 33 ટકા અને કેટલાક રાજ્યોએ પણ સ્વીકાર કર્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ ફરજીયાત કરી દીધું છે. હરિયાણાએ એક નવો પ્રયોગ કર્યો છે. જેને હિન્દુસ્તાનમાં અન્ય લોકો પણ કરે. મેં બધાની સમક્ષ રજૂઆત કરી છે. તેમણે મહિલા પોલીસ સ્વયંસેવકનું એક નેટવર્ક ઊભું કર્યું છે જે એ રીતે લોકોની મદદ કરવાનું કામ કરી રહ્યું છે. એક નવી યોજના તેમણે શરુ કરી છે. કહેવાનો અર્થ એ છે કે એક પેનિક બટનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આવનારા કેટલાક દિવસોમાં તમારી સામે લઈને આવવાના છીએ.

 

ખેડૂતોનું સશક્તિકરણ- આ સરકારે અનેક પગલાં લીધા છે. સૌથી મોટી વાત પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આપણને ગમે કે ના ગમે પણ ખેડૂતોને સુરક્ષા આપવી છે તો આપણે તેને તેની આવકની ખાતરી સાથે જોડવી પડશે. આપણે ત્યાં સિંચાઈની સુવિધા ખૂબ ઓછી છે. પ્રાકૃતિક સંસાધનો ઉપર જ તે નિર્ભર છે. એવી પરિસ્થિતિમાં જો તે વાવી નથી શકતો તો પણ અને લણણી પછી પણ જો તે બરબાદ થઇ જાય છે તો પણ જો વીમો મળે છે. અને મને છે કે કેટલાક વિકાસશીલ રાજ્યોએ 40-40 50-50 ટકા ખેડૂતોના વીમાનું કામ કર્યું છે. સરકારે પણ ખેડૂતો માટે ઘણી મોટી માત્રામાં પાક વીમા યોજનાને પ્રોત્સાહિત કરવા માટે કામ કર્યું છે. પહેલાની સરખામણીએ ખાસ્સી વૃદ્ધિ થઇ છે પણ કેટલાક રાજ્યો ખૂબ પાછળ છે. તે ચિંતાનો વિષય છે. તેને આગળ વધારવાનું છે.

 

નવી ફર્ટીલાઈઝર પોલીસી- યુરિયાનું ઉત્પાદન. જુઓ નીમ કોટિંગ, નીમ કોટિંગના કારણે બે મહત્વપૂર્ણ ફાયદા થયા, એક તો જમીનને તો ફાયદો થઇ જ રહ્યો છે, ઉત્પાદન પણ વધી રહ્યું છે. પરંતુ  પહેલા ખેડૂતના નામ પર સબસીડી મળતી હતી, બિલ ખેડૂતના નામે ફાટતું હતું પણ તે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કાચા માલના રૂપમાં જતું રહેતું હતું. જે સિન્થેટીક મિલ્ક બનાવતા હોય છે તે પણ યુરીયાનો ઉપયોગ કરતા હતા. 100 ટકા નીમ કોટિંગ કરવાના લીધે જમીન સિવાય તેનો બીજે ક્યાંય ઉપયોગ શક્ય નથી રહ્યો. ચોરી શ્કય નથી રહી. ન તો યુરીયાના આજે કાળા બજાર થાય છે. યુરીયા મળતું નથી એવી કોઈ મુખ્યમંત્રીની ચિઠ્ઠી નથી આવતી. યુરીયા માટે લાઈનો નથી લગતી, યુરીયા માટે કોઈને તકલીફ નથી પડી રહી. નાના એવા પરિવર્તનો પણ કેટલો મોટો બદલાવ લાવી શકે છે તે તમે જોઈ શકો છો.

 

આપણા દેશમાં દાળનું ઉત્પાદન- આ સરકારે તેને પ્રોમોટ કરવાની દિશામાં પ્રયાસો કર્યા છે. અને તેનું પરિણામ એ છે કે આજે લગભગ લગભગ 50 થી 60 ટકા વૃદ્ધિની શક્યતા આ વખતે ઊભી થઇ છે. આપણા દેશના ખેડૂતોએ સરકારના આહ્વાનનો સ્વીકાર કર્યો અને બધા જ રેકોર્ડ તોડીને આ કામ તેમણે કર્યું છે.

 

ઈ-નામ- ઇલેક્ટ્રોનિક માર્કેટ 500 મંડીઓમાં, હવે ખેડૂત જ્યાં પણ વધારે ભાવથી માલ વેચાઈ શકે છે તે ટેકનોલોજીના માધ્યમથી કરી શકે છે. 500 બજારમાં મોબાઇલ ફોન દ્વારા આજે મારો ખેડૂત વેપાર કરી શકે તેવી સ્થિતિમાં નથી. આશરે 250 બજારોએ આ કામ પૂરું કરી દીધું છે. રાજ્યોએ કેટલાક કાયદાઓ બદલવાના હતા તો કેટલાક નિયમો બદલ્યા છે. અમે જાણીએ છીએ ખાદ્ય પ્રક્રિયા, આપણા ખેડૂતોને લાભ ત્યારે મળશે જયારે આપણે ખાદ્ય પ્રક્રિયા પર ભાર મૂકીશું. સરકારે 100 ટકા એફડીઆઈની પરવાનગી આપી છે. જેથી કરીને ખાદ્ય પ્રક્રિયાને મદદ મળે, અને વેલ્યુ એડીશન થઇ શકે જેથી આપણા ખેડૂતની વધારે આવક થાય અને તે દિશામાં કામ કરવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.     

 

આદિવાસીઓનું સશક્તિકરણ- લગભગ લગભગ 28 વિભાગોનો ક્યાંક ન ક્યાંક તેમનો આદિવાસી સાથે સંબંધ હોય જ છે. અમે પહેલી વાર એક ટ્રાઇબલ સબ પ્લાન અંતર્ગત રકમ તો વધારી દીધી, પણ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ એક સંકલિત આયોજન કરીને પરિણામ દેખાય તે દિશામાં એક સફળ પ્રયાસ કર્યો છે.

 

જંગલ અધિકાર કાયદો- તેને ચુસ્તપણે લાગુ કરવાની દિશામાં કામ કર્યું છે. આદિવાસી વિસ્તારોમાં પહેલી વાર કેમકે આપણા દેશમાં જેટલી પણ ખનીજો છે, ખાણો છે, તે મોટાભાગે આદિવાસી પટ્ટામાં જ છે પછી તે કોલસાની હોય, લોખંડની હોય કે બીજી કોઈ હોય, પણ ત્યાં લાભ નહોતા મળતા. પહેલી વાર સરકારે જિલ્લા ખનીજ નિગમ બનાવ્યું અને જે ત્યાંથી ખોદકામમાં નીકળે છે તેની ઉપર ટેક્સ લગાવ્યો. મને છત્તીસગઢના મુખ્યમંત્રી કહી રહ્યા હતા કે મારા 7 જિલ્લા એવા છે કે જ્યાંથી જે ખનીજ નીકળે છે, આ જે તમે યોજના કરી છે, ફાઉન્ડેશન બનાવ્યું છે તેના લીધે તે જિલ્લાઓમાં વિકાસ માટે મારે હવે વધારાના બજેટની જરૂર ક્યારેય નથી પડવાની. આટલી મોટી માત્રામાં આ રકમ તે ગરીબ આદિવાસીઓને કામમાં આવવાની છે, તેની ઉપર અમે કામ કર્યું છે.

 

અમે રૂર્બન મિશન જે ચલાવ્યું છે તેનો સૌથી મોટો ફાયદો આદિવાસી ક્ષેત્રમાં થવાની શક્યતા છે. આદિવાસી બજારે એક મોટી માર્કેટમાં વિકસિત કરવી જોઈએ. બજારના રૂપમાં વિકસિત થાય છે તો ત્યાં શિક્ષણ પ્રથા આવે છે, ત્યાં મેડિકલ સુવિધા આવે છે ત્યાં મનોરંજનની સુવિધા પણ આવે છે. ધીમે ધીમે આસપાસના 50 – 100 ગામડાનું તે કેન્દ્ર બની જાય છે અને રૂર્બન દ્વારા આદિવાસી પટ્ટામાં 300 આવા નવા શહેરો બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. આ આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે એક ખૂબ મોટું કામ હશે.

 

તે જ રીતે સ્વચ્છતા, મેં શરૂઆતમાં જ કહેલું કે સ્વચ્છતા એક જન આંદોલન બનવું જોઈએ. જન આંદોલન બનાવવાની દિશામાં આપણા સૌનું કંઈક ને કંઈક યોગદાન હોવું જોઈએ. જ્યારથી અમે સ્વચ્છતા માટે રેન્કિંગ કરવાનું શરુ કર્યું છે, સ્વતંત્ર એજન્સી દ્વારા કર્યું છે, શહેરોની વચ્ચે સ્પર્ધા શરુ થઇ છે. એક શહેર જો આગળ વધ્યું તો બીજું શહેર તે શહેરને ટોકે છે કે જુઓ તો પેલું શહેર આગળ થઇ ગયું અને આપણે કેમ સફાઈ નથી કરી રહ્યા? ધીમે ધીમે આ વાત નીચે સુધી જવા લાગી છે. આપણે લોકોએ તેની ઉપર ભાર મૂકવો જોઈએ અને હું તો ઈચ્છીશ કે આપણા દેશની બધી રાજકીય પાર્ટીઓને ક્યાંક ને ક્યાંક સરકાર ચલાવવાનો આ દિવસોમાં અવસર મળ્યો છે. કોઈ નગરપાલિકામાં હશે, કોઈ જિલ્લા પંચાયતમાં હશે, કોઈ રાજ્યમાં હશે. તમને તમારી પાર્ટીની સરકારોમાં જે સેવા કરવાનો મોકો મળ્યો છે તો તમે તેની સાથે પણ તો સ્પર્ધા કરી શકો છો. તે સામ્યવાદી સત્તાવાળા જેટલા શહેરો છે તેમની વચ્ચે સ્વચ્છતાની સ્પર્ધા કરો. સામ્યવાદી સત્તાવાળા જેટલી જિલ્લા પંચાયત છે તેમની વચ્ચે સ્વચ્છતાની સ્પર્ધા કરો. એક વાતાવરણ બનશે. બીજેપીની સત્તાવાળા રાજ્યો હશે તો ત્યાંની નગરપાલિકાઓ સ્પર્ધા કરે. એકવાર આપણે આ સ્પર્ધાઓને આગળ વધારીશું તો હું સમજુ છું કે આ સ્વચ્છતાનું અભિયાન સફળ થશે. તે સરકારી કાર્યક્રમ નથી, તે જન આંદોલન હોવું જોઈએ. તે યુગોની આવશ્યકતા છે, સ્વાભાવિક બદલાવની જરૂર છે. વિશ્વ બેન્કનો રીપોર્ટ કહે છે કે લગભગ લગભગ અસ્વચ્છતાના લીધે આરોગ્ય માટે અઢી લાખ કરોડ રૂપિયાનો બોજ પડે છે. જો આપણે આટલી કાળજી લઈએ તો દેશના અઢી લાખ કરોડ રૂપિયા, આ વિશ્વ બેન્કનો રીપોર્ટ છે હિન્દુસ્તાનના સંબંધમાં. ગરીબ માણસને તો એક વર્ષમાં લગભગ લગભગ 7 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. ગંદકીથી બીમારી આવવી એ બહુ સ્વાભાવિક છે. આપણે તેને બચાવી શકીએ છીએ.      

 

હવે બાળકોએ હાથ ધોઈને ભોજન કરવું જોઈએ, તે દરેક વ્યક્તિ માને છે. પણ અમે કહીએ છીએ તો કોઈ કહેશે ત્યાં તો પાણી જ નથી, નળ નથી, ત્યાં તો ઢીંકણું નથી, બાળક કૂવા પર જશે તો. અરે એવું થોડું વિચારવાનું હોય. આ જે વિચાર છે એ જ વિચારધારાએ દેશને આહીયાં દબાવીને રાખ્યો છે. અરે જરા થોડું તો વિચારો, નીકળો તો ખરા, મુશ્કેલીઓ આવશે તો જ રસ્તાઓ શોધીશું. પણ આપને ઘરે બેઠા, ત્યાં બાળકોને તમે હાથ ધોવાનું કહો છો પણ ત્યાં ફલાણું નથી, ઢીંકણું નથી. આવી રીતે દેશ નથી બદલતો જી, અને એટલા માટે આવી માનસિકતા સાથે દેશનું આપણે ખૂબ નુકસાન કરી રહ્યા છીએ. આ માનસિકતામાંથી આપણે બહાર આવવું જોઈએ. દુનિયામાં, આપણે જોઈએ આપણા આડોશ પાડોશના દેશો, ભલે દક્ષિણ કોરિયા જુઓ, કે મલેશિયા જુઓ, થાઈલેન્ડ જુઓ, સિંગાપુર જુઓ, નાના નાના દેશો તેમણે 15 – 15 વર્ષ લગાવી દીધા સ્વચ્છતા માટે અને આજે આપણા માટે તે એક મોડલના રૂપમાં સામે આવે છે. કેમ આપણે ભારતમાં નથી કરી શકતા? આપણું પણ તો સપનું હોવું જોઈએ કે નાના નાના દેશ જો બની શકે છે તો આપણે કેમ ના બની શકીએ? આપણે તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ. પણ ક્યારેક ક્યારેક લાગે છે કે જે પ્રકારનું વાતાવરણ બનેલું છે, કોઈ શાયરે કહ્યું છે, “શહર તુમ્હારા, કાતિલ તુમ, શાહિદ તુમ, હાકીમ તુમ, મુજે યકીન હૈ કી મેરા હી કસુર નિકલેગા.” પણ હું માનું છું કે તેમાંથી આપણે જરા બહાર આવીએ.
એક અન્ય વિષય લઈને હું મારી વાતને સમાપ્ત કરવા માગીશ. એક ભારત શ્રેષ્ઠ ભારત- આ કામને અમે 31 ઓક્ટોબરે લોન્ચ કર્યું હતું. સરદાર પટેલની જયંતી પર લોન્ચ કર્યું હતું. આપણા દેશમાં દુનિયાના કોઈ રાજ્ય સાથે સિસ્ટર સ્ટેટ બનવું, સિસ્ટર સીટી બનવું, તે તો અનેક વર્ષોથી ચાલી રહ્યું છે પણ આપણી આપણા જ દેશના અલગ અલગ લોકો સાથે મળવાની આદત નથી બનતી. અમે એવી રીતે કરી દીધું કે જેના કારણે અનેક રાજ્યોને લાગવા લાગ્યું છે કે અમારી ઉપેક્ષા થઇ રહી છે. જરૂરિયાત છે કે આપણા દેશના સામર્થ્યને આપણે પકડવું જોઈએ. અમે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ કોશિશ કરી છે અને હું ઈચ્છીશ કે સદનમાં જે લોકો છે તે આને સમજવા, વધુ આગળ વધારવામાં મદદ કરે. જેમ બે રાજ્યોની વચ્ચે એમઓયુ કરીએ છીએ. હાલ 12 રાજ્યોએ એકબીજા સાથે કદાચ કર્યા છે. જેમ હરિયાણા અને તેલંગાણાએ કર્યું છે. તો હરિયાણામાં તેલુગુ ભાષાના 100 વાક્યો હરિયાણાના લોકો બોલતા શીખે. હોસ્પિટલ ક્યાં છે, રિક્ષા ક્યાં મળશે, હોટલ ક્યાં છે, ફર્સ્ટ સ્ટેશન ક્યાં છે, પોલીસવાળો ક્યાં છે, આ જો શીખવા મળશે અને તેલંગાણાના લોકો હરિયાણાની ભાષા શીખે. હરિયાણામાં ક્યારેક તેલંગાણાનો ફિલ્મ ફેસ્ટીવલ હોય અને હરિયાણાનો ફિલ્મ ફેસ્ટીવલ તેલંગાણામાં થાય. ક્વીઝ કોમ્પિટિશન થાય, તેલંગાણાની ક્વીઝ કોમ્પિટિશનમાં હરિયાણાના બાળકો સ્પર્ધા લે. એક રીતે દેશને જાણવાનું અભિયાન, દેશ સાથે જોડાવાનું અને આ જેટલું આપણે વધારીશું. ક્યારેક ક્યારેક લાગે છે, હિન્દી ભાષામાં કેટલાક શબ્દો પણ નથી હોતા પણ તામિલમાં કોઈ સારો શબ્દ હોય છે, પણ આપણે પરિચિત નથી. મરાઠીમાં બહુ સરસ શબ્દ હોય છે, બાંગ્લામાં ખૂબ સુંદર શબ્દ હોય છે, આપણે પરિચિત નથી. આપણા દેશની આટલી મોટી તાકાત છે. આ તાકાતને જોડવાની દિશામાં “એક ભારત શ્રેષ્ઠ ભારત”નું અભિયાન ચલાવવાની દિશામાં પ્રયત્નો ચાલી રહ્યા છે.

 

હું ફરી એક વાર બધા જ આદરણીય સદસ્યોએ જે વિચારો રાખ્યા છે તેના પ્રતિ આભાર વ્યક્ત કરું છું અને તમે મને સમર્થન આપવા માટે વાત કરવાનો મોકો આપ્યો હું તેના માટે આભાર વ્યક્ત કરું છું અને રાષ્ટ્રપતિજીના સંબોધનને મારું સમર્થન આપીને હું મારી વાતને સમાપ્ત કરું છું. ખૂબ ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."