Sardar Patel integrated India territorially, GST is integrating India economically: PM Modi
GST is a shining example of cooperative federalism which would facilitate inclusive growth of the nation: PM Modi
GST is a landmark achievement which is bound to take the nation towards exponential growth, says PM Modi
GST is the path breaking legislation for New India. It is a revolutionary taxation system for the digital India: Prime Minister
GST is 'Good and Simple Tax': PM Narendra Modi

 

આદરણીય રાષ્ટ્રપતિજી, આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, લોકસભાના અધ્યક્ષાજી, પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય દેવગૌડાજી, મંત્રી પરિષદના મારા સાથી, સદનના તમામ સન્માનિત સદસ્યગણ, અને વિવિધ ક્ષેત્રમાંથી પધારેલા તમામ વરિષ્ઠ મહાનુભવો,

રાષ્ટ્રના નિર્માણમાં કેટલીક એવી ક્ષણો આવે છે જે ક્ષણે આપણે કોઈક નવા વળાંક પર જઈએ છીએ, નવા મુકામ પર પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આ મધ્યરાત્રીના સમયે આપણે સૌ મળીને દેશનો આગળનો માર્ગ સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ.

થોડા સમય બાદ, દેશ એક નવીન વ્યવસ્થા તરફ ચાલી નીકળશે. સવા સો કરોડ દેશવાસીઓ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી છે. જીએસટીની આ પ્રક્રિયા, આ માત્ર અર્થવ્યવસ્થાની સરહદ સુધી મર્યાદિત છે, એવું હું નથી માનતો. છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ મહાનુભવોના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં, જુદી જુદી ટીમો દ્વારા જે પ્રક્રિયાઓ ચાલી રહી છે, તે એક રીતે ભારતના લોકતંત્રની, ભારતની, સંઘીય માળખાની, સહયોગાત્મક સમવાય તંત્રના આપણા ખ્યાલની એક બહુ મોટી મિસાલના રૂપમાં આજે આ અવસર આપણો આવ્યો છે. આ પવિત્ર અવસર ઉપર આપ સૌ આપનો બહુમુલ્ય સમય કાઢીને આવ્યા છો, હું હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. તમારો આભાર વ્યક્ત કરું છું.

આ જે દિશા આપણે સૌએ નિર્ધારિત કરી છે, જે રસ્તો આપણે પસંદ કર્યો છે, જે વ્યવસ્થાને આપણે વિકસિત કરી છે, એ કોઈ એક પક્ષની સિદ્ધિ નથી, તે કોઈ એક સરકારની સિદ્ધિ નથી, તે આપણા સૌની સહિયારી વિરાસત છે, આપણા સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. અને રાત્રીના 12 વાગ્યે આ મુખ્ય કક્ષમાં આપણે એકઠા થયા છીએ. આ તે જગ્યા છે જે જગ્યા ઉપર આ રાષ્ટ્રના અનેક મહાપુરુષોના પદ ચિન્હોથી, આ જગ્યાએ પોતાને પાવન કરી છે, એવી પવિત્ર જગ્યા ઉપર આપણે બેઠા છીએ. અને એટલા માટે આજે સેન્ટ્રલ હોલ, આ ઘટના સાથે આપણે યાદ કરીએ છીએ, 9 ડિસેમ્બર, 1946, બંધારણ સભાની પહેલી બેઠકનું આ સભાગૃહ સાક્ષી છે. આપણે તે સ્થાન પર બેઠા છીએ, જયારે બંધારણ સભાની પ્રથમ બેઠક થઇ. પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, આચાર્ય કૃપલાની, ડોક્ટર રાજેન્દ્ર બાબુ, સરોજીની નાયડુ, આ સૌ મહાપુરુષો પહેલી હરોળમાં બેઠેલા હતા.તે સદનમાં જ્યાં ક્યારેક 14 ઓગસ્ટ 1947, રાત્રે 12 વાગ્યે, દેશની સ્વતંત્રતાની તે પવિત્ર મહાન ઘટના; આ સ્થાન તેનું સાક્ષી છે.

26 નવેમ્બર 1949 દેશે બંધારણનો સ્વીકાર કર્યો. આ જ જગ્યા એ મહાન ઘટનાની પણ સાક્ષીના રૂપમાં છે. અને આજે વર્ષો પછી એક નવી અર્થવ્યવસ્થા માટે, સંઘીય માળખાની એક નવી તાકાત માટે જીએસટીના રૂપમાં આ પવિત્ર સ્થાનથી વધીને હું સમજુ છું કે કોઈ બીજું સ્થાન ના હોઈ શકે, આ કામ માટે.

બંધારણનું મંથન 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસ સુધી ચાલ્યું હતું. હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી વિદ્વાનો તે ચર્ચામાં ભાગ લેતા હતા, વાદ-વિવાદ થતા હતા, રાજી-નારાજગી થતી હતી, બધા મળીને ચર્ચા કરતા હતા, રસ્તાઓ શોધતા હતા. ક્યારેક આ પાર, ક્યારેક પેલે પાર ના જઈ શકે તો વચ્ચેનો રસ્તો શોધીને ચાલવાનો પ્રયાસ કરતા હતા. બિલકુલ એ જ રીતે આ જીએસટી પણ એક લાંબી વિચાર પ્રક્રિયાનું પરિણામ છે. બધા જ રાજ્યો સમાન રૂપે, કેન્દ્ર સરકાર તેની બરાબરીમાં જ, અને વર્ષો સુધી ચર્ચા કરી છે. સંસદમાં આની પૂર્વના સાંસદોએ પણ, તેની પહેલાના સાંસદોએ સતત આની ઉપર ચર્ચા કરી છે. એક પ્રકારે દેશના શ્રેષ્ઠ મગજ, તેમણે સતત આ કામને કર્યું છે, અને તેનું જ પરિણામ છે કે આજે આ જીએસટીને આપણે સાકાર રૂપમાં જોઈ શકીએ છીએ.

જયારે બંધારણ બન્યું તો બંધારણે સમગ્ર દેશના નાગરિકોને સમાન અવસર, સમાન અધિકાર, તેના માટે સુનિશ્ચિત વ્યવસ્થા ઊભી કરી દીધી હતી. અને આજે જીએસટી એક પ્રકારે બધા જ રાજ્યોના મોતીઓને એક દોરામાં પરોવવાનો અને આર્થિક વ્યવસ્થાની અંદર એક સુચારુ વ્યવસ્થા લાવવાનો એક મહત્વનો પ્રયાસ છે. જીએસટી એક સહયોગાત્મક સમવાયતંત્રની એક મિસાલ છે, જે આપણને હંમેશા હંમેશા વધારે સાથે મળીને ચાલવાની તાકાત આપશે. જીએસટી, આ ‘ટીમ ઇન્ડિયા’નું શું પરિણામ હોઈ શકે છે, આ ‘ટીમ ઇન્ડિયા’ની કર્તવ્ય શક્તિનું, સામર્થ્યનું પરિચાયક છે.

આ જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યોમાં મળીને તે વ્યવસ્થાઓને વિકસિત કરી છે, જેમાં ગરીબો માટે જે પહેલા સેવાઓ ઉપલબ્ધ હતી, તે બધી જ સેવાઓને યથાવત રાખવામાં આવી છે. પક્ષ કોઈપણ હોય, સરકાર કોઈપણ હોય, ગરીબો પ્રત્યે સંવેદનશીલતા આ જીએસટી સાથે જોડાયેલા બધા જ લોકોની સમાન રૂપે તેણે ચિંતા કરી છે. હું જીએસટી કાઉન્સિલને અભિનંદન આપું છું, અત્યાર સુધી આ કામનું નેતૃત્વ જે જે લોકોએ કર્યું છે, અરુણજીએ વિસ્તારથી કહ્યું હતું, હું તેનું પુનરાવર્તન નહીં કરું. હું તે સૌને પણ અભિનંદન આપું છું, આ પ્રક્રિયાને જે જે લોકોએ આગળ વધારી, તે સૌને પણ હું અભિનંદન આપું છું.

આજે જીએસટી કાઉન્સિલની 18મી બેઠક થઇ અને થોડી વાર પછી જીએસટી લાગુ થશે. એ પણ સંયોગ છે કે ગીતાના પણ 18 અધ્યાય છે અને જીએસટી કાઉન્સિલની પણ 18 બેઠકો થઇ અને આજે તે સફળતા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. એક લાંબી પ્રક્રિયા હતી, પરિશ્રમ હતો, શંકાઓ, આશંકાઓ હતી, રાજ્યોના મનમાં ઊંડા સવાલો હતા. પરંતુ અથાક પુરુષાર્થ, પરિશ્રમ, મગજની જેટલી પણ શક્તિ ઉપયોગમાં લઇ શકાય તેમ છે તે લગાવીને આ કાર્યને પાર પાડ્યું છે. ચાણક્યએ કહ્યું હતું,

यददुरंयददुराद्यम, यदचदुरै, व्यवस्थितम्,
तत्सर्वम्तपसासाध्यमतपोहिदुर्तिक्रमम।

ચાણક્યના આ વાક્યએ આપણી સમગ્ર જીએસટી પ્રક્રિયાને ખૂબ સારી રીતે કહી છે. કોઈપણ વસ્તુ ગમેતેટલી દૂર કેમ ના હોય, તે મળવી ગમે તેટલી મુશ્કેલ કેમ ના હોય, તે પહોંચની ગમે તેટલી બહાર કેમ ના હોય, કઠીન તપસ્યા અને પરિશ્રમથી તેને પણ પ્રાપ્ત કરી શકાય તેમ છે અને તે આજે થયું છે.

આપણે કલ્પના કરીએ કે દેશ આઝાદ થયો, 500થી વધારે રજવાડા હતા. જો સરદાર વલ્લભભાઈ પટેલે આ રજવાડાઓને ભેળવીને દેશને એક ના કર્યો હોત, દેશનું એકીકરણ ના કર્યું હોત તો ભારતનું રાજનૈતિક માનચિત્ર કેવું હોત? કેટલું વિખેરાયેલ હોત. આઝાદી હોત પણ દેશનું તે માન ચિત્ર કેવું હોત? જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભેળવીને એક રાષ્ટ્રીય એકીકરણનું ખૂબ મહત્વનું કામ કર્યું હતું, આજે જીએસટી દ્વારા આર્થિક એકીકરણનું એક મહત્વપૂર્ણ કામ થઇ રહ્યું છે. 29 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રના 7 કર, રાજ્યોના 8 કર અને દરેક વસ્તુઓના અલગ અલગ કરનો હિસાબ લગાવીએ તો 500 પ્રકારના કર ક્યાંકને ક્યાંક પોતાનો ભાગ ભજવતા હતા. આજે તે સૌમાંથી મુક્તિ મેળવીને હવે ગંગાનગરથી લઈને ઇટાનગર સુધીમાં, લેહથી લઈને લક્ષદ્વીપ સુધી એક રાષ્ટ્ર-એક કર, આ આપણું સપનું સાકાર થઈને રહેશે.

અને જયારે આટલા બધા કર, 500, જુદા જુદા હિસાબો લગાવીએ તો 500 કર. આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રખર વૈજ્ઞાનિક તેમણે એકવાર ખૂબ રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયામાં જો કોઈ વસ્તુ સમજવી સૌથી વધારે અઘરી હોય તો તે છે આવક વેરો, આવું આલ્બર્ટ આઇન્સ્ટાઇને લખ્યું હતું. હું વિચારતો હતો કે જો તેઓ અહિંયા હોત તો ખબર નહીં આ બધા કર જોઇને શું કહેતા, શું વિચારતા? અને એટલા માટે આપણે જોયું છે કે ઉત્પાદનની અંદરના ઉત્પાદનમાં તો વધારે કોઈ અસમાનતા નથી આવતી, પરંતુ જયારે તે ઉત્પાદન બહાર આવે છે, તો રાજ્યોના અલગ અલગ કરના કારણે અસામનતા જોવા મળે છે. એક જ વસ્તુ દિલ્હીમાં એક ભાવ હશે, 25-30 કિલોમીટર ગુરુગ્રામમાં બીજો ભાવ લાગશે અને પેલી બાજુ નોયડામાં જાવ તો ત્રીજો ભાવ હશે. કેમ, કારણકે હરિયાણાનો કર અલગ, ઉત્તરપ્રદેશનો અલગ, દિલ્હીનો અલગ. આ બધી જ વિવિધતાઓના કારણે સામાન્ય નાગરિકના મનમાં સવાલ ઉઠતો હતો કે હું ગુરુગ્રામમાં જાઉં છું તો આ જ વસ્તુ મને આટલામાં મળી જાય છે, તે જ વસ્તુ નોયડામાં જાઉં તો આટલામાં મળે છે અને દિલ્હીમાં જાઉં તો આટલામાં મળે છે. એક રીતે દરેકના માટે મૂંઝવણની સ્થિતિ રહેતી હતી. હવે મૂડી રોકાણમાં પણ વિદેશના લોકો માટે એ સવાલ રહેતો હતો કે ભાઈ કઈ, એક વ્યવસ્થા આપણે સમજીએ છીએ અને કામ ક્યાંક વિચારીએ છીએ, તો બીજા રાજ્યમાં બીજી વ્યવસ્થા સામે આવે છે અને એક મૂંઝવણનું વાતાવરણ બનેલું રહેતું હતું, આજે તેમાંથી મુક્તિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.

અરુણજીએ ખાસ્સું વિસ્તારથી વર્ણન કર્યું છે કે જીએસટીના કારણે ઓકટ્રોયની વ્યવસ્થા હોય, પ્રવેશ કર હોય, વેચાણ વેરો હોય, વેટ હોય, ખબર નહીં કેટકેટલી વસ્તુઓ, બધું જ વર્ણન તેમણે વિસ્તારથી કર્યું એ બધું જ ખતમ થઇ જશે. આપણે જાણીએ છીએ કે આપણે પ્રવેશના ટોલ પર કલાકો સુધી આપણા વાહનો ઊભા રહે છે. દેશનું અરબો ખરબોનું નુકસાન થાય છે. બળતણ બળવાના કારણે પર્યાવરણનું પણ તેટલું જ નુકસાન થાય છે. આ સમગ્ર વ્યવસ્થા એકસમાન હોવાના કારણે એક પ્રકારે તે બધી જ વ્યવસ્થાઓમાંથી એક મુક્તિનો માર્ગ આપણને પ્રાપ્ત થશે.

ક્યારેક ક્યારેક બગડી જાય તેવો સામાન ખાસ કરીને સમય પર પહોંચાડવો ખૂબ જરૂરી રહેતો હતો પરંતુ જયારે નહોતો પહોંચતો તો તેના કારણે તે પહોંચાડવાવાળાને પણ નુકસાન થતું હતું અને જે પ્રક્રિયા કરતા હતા તેમને પણ નુકસાન વેઠવું પડતું હતું. આ બધી જ જે વ્યવહાર જીવનની અવ્યવસ્થાઓ હતી, તે વ્યવસ્થાઓથી આજે આપણે મુક્તિ મેળવી રહ્યા છીએ અને આપણે આગળ વધી રહ્યા છીએ.

જીએસટીની દ્રષ્ટીએ દેશ એક આધુનિક ટેક્સેશન સિસ્ટમ તરફ આજે પગલું માંડી રહ્યો છે, વધી રહ્યો છે. એક એવી વ્યવસ્થા છે જે વધુ સરળ છે, વધુ પારદર્શી છે, એક એવી વ્યવસ્થા છે જે કાળા નાણાને અને ભ્રષ્ટાચારને રોકવા માટે એક અવસર ઉપલબ્ધ કરાવે છે, એક એવી વ્યવસ્થા છે કે જે ઈમાનદારીને અવસર આપે છે, જે ઈમાનદારીથી વેપાર કરવા માટે એક ઉમંગ, ઉત્સાહ કરવાની વ્યવસ્થા તેને મળે છે, એક એવી વ્યવસ્થા છે જે નવા શાસનના કલ્ચરને પણ લઈને આવે છે અને જેના દ્વારા જીએસટી અમે લઈને આવ્યા છીએ.

સાથીઓ,
ટેક્સ ટેરરીઝમ અને ઇન્સ્પેકટર રાજ, એ વાતો કોઈ નવી નથી. ઘણા સમયથી આપણે આ શબ્દો સંભાળતા આવ્યા છીએ, મુશ્કેલી વેઠવાવાળાઓથી આપણે તેની ચિંતાનો અનુભવ કર્યો છે અને જીએસટીની આ વ્યવસ્થાના કારણે ટેકનીકલી બધું ટ્રેઈલ હોવાના કારણે હવે અફસરશાહી, તે બધા માટે ગ્રે એરિયા બિલકુલ સમાપ્ત થઇ રહ્યો છે. તેના કારણે જે સામાન્ય વેપારીઓને, સામાન્ય કારોબારીઓને અધિકારીઓ દ્વારા જે મુશ્કેલીઓ વેઠવી પડતી રહી છે, તેનાથી મુક્તિનો માર્ગ આ જીએસટી દ્વારા; કોઈ ઈમાનદાર વેપારી કારણ વીના પરેશાન થાય તે દિવસો આની સાથે હવે ખતમ થવાની પૂરેપૂરી શક્યતા આ જીએસટીની અંદર છે. આ સમગ્ર વ્યવસ્થામાં નાના વેપારીઓને 20 લાખ સુધીનો વેપાર કરનારાઓને સંપૂર્ણ રીતે મુક્તિ આપવામાં આવી છે. અને જે 75 લાખ સુધી છે, તેમને પણ ઓછામાં ઓછી વસ્તુઓ સાથે જોડાવાનું થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ વાત સાચી છે કે માળખામાં લાવવા માટે કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ તે લઘુતમ વ્યવસ્થાઓ, નામ માત્રની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને તેના કારણે સામાન્ય માનવી જે છે, તેના માટે આ નવી વ્યવસ્થાથી કોઈ બોજ નથી આવવાનો.

સાથીઓ,
જીએસટીની વ્યવસ્થા, આ મોટી મોટી આર્થિક ભાષાઓમાં જે બોલવામાં આવે છે, ત્યાં સુધી સીમિત નથી.મોટા મોટા શબ્દો તેની સાથે જોડવામાં આવે છે પરંતુ જો સરળ ભાષામાં કહીએ કે દેશના ગરીબોના હિત માટે આ વ્યવસ્થા સૌથી વધારે સાર્થક થવાની છે. આઝાદીના 70 વર્ષ પછી પણ આપણે ગરીબો સુધી જે નથી પહોંચાડી શક્યા, એવું નથી કે પ્રયત્ન નથી થયા, બધી જ સરકારોએ પ્રયત્નો કર્યા છે. પરંતુ સંસાધનોની મર્યાદા રહી છે કે આપણે આપણા દેશના ગરીબની તે જરૂરિયાતોની પૂર્તિમાં ક્યાંક ને ક્યાંક ઉણાં ઉતર્યા છીએ.

જો આપણે સંસાધનોને સુવ્યસ્થિત રીતે અને બોજ કોઈની ઉપર ના આવે, બોજ વહેંચાઈ જાય, સમાંતર રીતે જેટલો આપણે વહેંચી શકીએ, તેટલો જ દેશને લંબબિંદુની ઊર્ધ્વરેખા સુધી લઇ જવાની સુવિધા વધે છે. અને એટલા માટે તે દિશામાં જવાનું કામ, હવે તે કાચું બિલ, પાક્કું બિલ, આ બધા ખેલ ખતમ થઇ જશે, ખૂબ સરળતા થઇ જશે. અને મને વિશ્વાસ છે નાના મોટા વેપારીઓ પણ, આ જે ગરીબને ફાયદો મળવાનો છે, તેઓ જરૂર તેને તબદીલ કરશે, જેથી ગરીબનું ભલું થાય, આપણને લોકોને આગળ વધારવા માટે ખૂબ ખૂબ કામમાં આવવાનું છે.

ક્યારેક ક્યારેક આશંકાઓ થાય છે કે આવું નહીં થાય, ઢીંકણું નહીં થાય, ફલાણું નહીં થાય અને આપણા દેશમાં આપણે જાણીએ છીએ જયારે 10મા અને 12માના પરિણામો ઓનલાઈન આપવાની શરૂઆત થઇ અને એક સાથે બધા ગયા તો આખું હેંગ થઇ ગયું અને બીજા દિવસે સમાચાર એવા જ આવ્યા કે આવું થઇ ગયું. આજે પણ ખાસ્સી આવી જ ચર્ચાઓ થાય છે.

એ વાત સાચી છેકે દરેકને ટેકનોલોજી નથી આવડતી. પરંતુ દરેક પરિવારમાં દસમા, બારમાનો વિદ્યાર્થી જો હોય, તો તેને આ બધી વસ્તુઓ આવડે છે. કોઈ અઘરું કામ નથી, એટલું સરળ છે, ઘરમાં 10મા, 12માનો વિદ્યાર્થી પણ રહેતો હોય છે, તે વસ્તુઓ નાના વેપારીને પણ અને તે મદદ કરી શકે છે, એક રસ્તો નીકળી શકે છે.

જે લોકો આશંકાઓ કરે છે, હું કહું છું કૃપા કરીને એવું ના કરો. અરે તમારો જૂનો ડોક્ટર હોય, તમે તેની પાસે જ સતત તમારી આંખો ચેક કરાવો છો. તે જ દર વખતે તમારા નંબર કાઢતો હોય, તમારા ચશ્મા બનાવનારો પણ નક્કી હોય, તમે ત્યાં તમારા નંબરના ચશ્મા બનાવડાવતા હોવ, અને તેમ છતાં પણ જયારે નવા નંબરના ચશ્મા આવે છે તો એકાદ-બે દિવસ તો આંખ ઉપર નીચે કરીને ગોઠવવું તો પડે જ છે ને; આ બસ એટલું જ છે. અને એટલા માટે થોડો આપણે પ્રયાસ કરીશું આ વ્યવસ્થાની સાથે આપણે સરળતાથી જોડાઈ જઈશું. હું તમને આગ્રહ કરું છું કે અફવાઓના બજારને બંધ કરો અને હવે જયારે દેશ ચાલી નીકળ્યો છે તો સફળ કેવી રીતે થાય, દેશના ગરીબ જનોની ભલાઈ માટે કેવી રીતે કામ થાય, તેનું ધ્યાન રાખીને આપણે ચાલીએ અને ત્યારે જઈને આ મુશ્કેલી ઓછી થશે.

જીએસટીના આ નિર્ણયનો, વૈશ્વિક આર્થિક જગતમાં એક ખૂબ મોટો સકારાત્મક પ્રભાવ પડ્યો છે. ભારતમાં જે મૂડી રોકાણ કરવા માગે છે તેમની માટે પણ એક પ્રકારની વ્યવસ્થા ખૂબ સરળતાથી તેઓ સમજી શકે છે, અને તેમને સમજાય છે. હું સમજુ છું કે ભારતમાં અને આજે દુનિયાના એક પ્રિય ગંતવ્ય સ્થાનના રૂપમાં; રોકાણ માટે પ્રિય ગંતવ્યના રૂપમાં ભારતને દરેક પ્રકારે સ્વીકૃતિ મળી છે અને તેના અંતે હું સમજુ છું કે એક સારી સુવિધા વિશ્વ વ્યાપાર સાથે જોડાયેલા લોકોને પણ ભારતની સાથે વ્યાપાર કરવા માટે મળશે.

જીએસટી એક એવું ઉદ્દીપક છે કે જે દેશના વેપારને, તેમાં જે અસંતુલન છે, તે અસંતુલનને ખતમ કરશે. જીએસટી એક એવું ઉદ્દીપક છે જેનાથી નિકાસ પ્રમોશનને પણ ઘણું બળ મળશે. અને જીએસટી એક એવી વ્યવસ્થા છે જેના કારણે આજે હિન્દુસ્તાનમાં જે રાજ્યો સારી રીતે વિકસિત થયેલા છે, તેમને વિકાસના અવસર તરત મળે છે. પરંતુ જે રાજ્યો પાછળ રહી ગયા છે, તેમને તે અવસરો શોધવા માટે ખૂબ માથાકૂટ કરવી પડે છે. તે રાજ્યોનો કોઈ વાંક નથી. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ છે, આપણું બિહાર જુઓ, આપણું પૂર્વીય ઉત્તર પ્રદેશ જુઓ, આપણું પશ્ચિમ બંગાળ જુઓ, આપણા ઉત્તર પૂર્વને જુઓ, આપણા ઓડિશાને જુઓ, સંસાધન, પ્રાકૃતિક સંસાધનોથી ભરેલા પડ્યા છે. પરંતુ જો તેમને આ, આ વ્યવસ્થા, જયારે એક કાયદાકીય વ્યવસ્થા મળી જશે, હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે હિન્દુસ્તાનના પૂર્વ ભાગના વિકાસમાં જે કંઈ પણ ખામી રહી ગઈ છે, તેને પૂરી કરવા માટેનો સૌથી મોટો અવસર, સૌથી મોટો અવસર આનાથી મળવાનો છે. હિન્દુસ્તાનના બધા જ રાજ્યોને વિકાસના સમાન અવસર પ્રાપ્ત થાય, તે પોતાનામાં જ વિકાસની રાહ પર આગળ વધવા માટેનો એક બહુ મોટો અવસર છે.

જીએસટી, એક પ્રકારે જેવી આપણી રેલવે છે. રેલવે કેન્દ્ર અને રાજ્ય મળીને ચલાવે છે, તેમ છતાં ભારતીય રેલના રૂપમાં આપણે તેને જોઈએ છીએ. આપણા સેન્ટ્રલ સર્વિસના અધિકારીઓ કેન્દ્ર અને રાજ્યોમાં વહેંચાયેલા છે, તેમ છતાં પણ બંને બાજુથી મળીને ચલાવી શકે છે. એક જીએસટી એવી વ્યવસ્થા છે કે જેમાં પહેલી વાર કેન્દ્ર અને રાજ્યના લોકો મળીને નિશ્ચિત દિશામાં કામ કરવાના છે. તે પોતાનામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે એક ઉતમમાં ઉત્તમ વ્યવસ્થા આજે થઇ રહી છે, અને જેનો પ્રભાવ આવનારા દિવસોમાં, આવનારી પેઢીઓ આપણો ગર્વની સાથે સ્વીકાર કરશે.

2022, ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. ‘ન્યૂ ઇન્ડિયા’નું સપનું લઈને આપણે ચાલી નીકળ્યા છીએ. અને એટલા માટે ભાઈઓ બહેનો, જીએસટી એક મહત્વની ભૂમિકા ભજવશે અને આપણે લોકોએ જે રીતે પ્રયાસ કર્યો છે. લોકમાન્ય તિલકજીએ જે ગીતા રહસ્ય લખ્યું છે, તે ગીતા રહસ્યના સમાપનમાં તેમણે વેદનો એક મંત્ર પણ તેમાં સમાવિષ્ટ કર્યો છે. તે વેદનો મંત્ર આજે પણ આપણા લોકો માટે પ્રેરણા આપનારો છે. અને લોકમાન્ય તિલકજીએ કહ્યું છે – તેનો ઉલ્લેખ કર્યો છે, મૂળ તો તે ઋગ્વેદનો શ્લોક છે –

 

सवाणिवाह: आकृति: समानारुदयनिवाह:
समानवस्‍तुवोमनोयथावासुसहासिति

તમારા લોકોનો સંકલ્પ, નિશ્ચય અને ભાવ અભિપ્રાય એક સમાન રહે, તમારા લોકોના હૃદય એક સમાન બને, જેનાથી તમારા લોકોના પરસ્પર કાર્ય સર્વર્ત્ર એક સાથે મળીને સારી રીતે થઇ શકે. તે ભાવથી લોકમાન્ય તિલકજીએ પણ આપણને આજે પરિણામ આપ્યું છે.

જીએસટી ‘ન્યૂ ઇન્ડિયા’ની એક કર વ્યવસ્થા છે. જીએસટી ‘ડિજિટલ ભારતની’ કર વ્યવસ્થા છે. જીએસટી માત્ર ‘વ્યાપારનું સરળીકરણ’ નથી, જીએસટી ‘વેપાર કરવાની પદ્ધતિ’ની પણ એક દિશા આપી રહ્યું છે. જીએસટી માત્ર એક કર પરિવર્તન નથી, પરંતુ તે આર્થિક સુધારાનું પણ એક મહત્વનું પગલું છે. જીએસટી આર્થિક સુધારાથી પણ આગળએક સામાજિક સુધારાનો પણ એક નવો તબક્કો, જે એક ઈમાનદારીના ઉત્સવ તરફ લઇ જનારો બની રહ્યો છે. કાયદાની ભાષામાં જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રૂપમાં પણ ઓળખાય છે. પરંતુ જીએસટીથી જે લાભ મળવાના છે અને એટલા માટે હું કહીશ કે કાયદો ભલે કહેતો હોય કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, પરંતુ હકીકતમાં આ ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ છે અને ગુડ એટલા માટે કે ટેક્સ પર ટેક્સ ટેક્સ પર ટેક્સ જે લાગતા હતા, તેનાથી મુક્તિ મળી ગઈ છે. સિમ્પલ એટલા માટે કે સમગ્ર દેશમાં એક જ સ્વરૂપ હશે, એક જ વ્યવસ્થા હશે અને તે જ વ્યવસ્થાથી ચાલવાનો છે અને એટલા માટે તેને આપણે આગળ વધારવાનો છે.

હું આજે આ અવસર પર આદરણીય રાષ્ટ્રપતિજીને સમય કાઢીને, કારણકે આ સમગ્ર યાત્રાના તેઓ પણ એક સાથી રહ્યા છે, સહયાત્રી રહ્યા છે, તેના દરેક પાસાને તેમણે સારી રીતે જોયા છે, જાણ્યા છે, પ્રયાસ કર્યો છે. તેમનું માર્ગદર્શન આ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘડીમાં આપણા સૌના માટે એક ખૂબ મોટી પ્રેરણાનું કારણ બનશે. નવો ઉમંગ અને ઉત્સાહ મળશે અને તેને લઈને આપણે આગળ ચાલીશું

હું આદરણીય રાષ્ટ્રપતિજીને… હું તેમનો ખૂબ જ આભારી છું કે તેઓ આજે આવ્યા આપણા સૌનું માર્ગદર્શન કરવા માટે અને તેમની વાતો આપણને સૌને એક નવી પ્રેરણા આપતી રહેશે. તેવા જ એક ભાવ સાથે હું ફરી એકવાર આ પ્રયત્ન સાથે જોડાયેલા દરેકનો આભાર વ્યક્ત કરતા મારી વાણીને વિરામ આપું છું અને શ્રદ્ધેય રાષ્ટ્રપતિજીને આગ્રહ કરું છું કે તેઓ આપણું માર્ગદર્શન કરે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”