ભાઈ-ભાઈ જાહેરાતમાં યુપીએ શાસનમાં દેશની દુર્દશાનું રમુજી વર્ણન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી તમે આ જાહેરાત રેડિયો પર સાંભળ હશે અને હવે તેનો વિડિયો પણ જોઇ શકાશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે સર્વાંગી વિકાસ સાધ્યો છે, જેની સામે યુપીએ શાસનમાં દેશના બુરા હાલ થયાં છે તેનું વર્ણન કરતી જાહેરાત લોકોમાં ખાસી લોકપ્રિય બની છે.
આ જાહેરાતમાં યુપીએના સાચા ચહેરાને ખુલો પાડવામાં આવ્યો છે.તેમાં ભ્રષ્ટાચારના ઓલમ્પિક્સમાં કોંગ્રેસને ગોલ્ડ મેડલ મળે તથા એલપીજી સિલિન્ડર પર કાપ મૂકવાની જન વિરોધી અને મનસ્વી નીતિઓ વગેરે જેવા તમામ મુદ્દાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
જાણીતા કલાકાર અરવિંદ વેગડા દ્વારા નિર્મિત ભાઇ-ભાઇની વિડિયો જાહેરાત આપની સામે મુકી રહ્યાં છીએ.