તુર્કીના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રજબ તૈયબ એર્દોઆન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટેલિફોન પર વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ એર્દોઆને ભારતમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનનારા પ્રત્યે દિલાસો વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં ઈજા પામેલાઓ ઝડપથી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ સૌથી મોટા જોખમો પૈકી એક છે. તેમણે તમામ સંબંધિત દેશો દ્વારા આતંકવાદ સામે તત્કાલ, દેખીતા અને નક્કર પગલાં લેવાની ખાસ જરૂરિયાત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.