પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારમાં તાજેતરમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત થયેલા 170 યુવાન આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમને તેમનાં ફિલ્ડ પ્રશિક્ષણનાં અનુભવો વહેંચવા પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે જન ભાગીદારી, માહિતીનો પ્રવાહ, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને પ્રશાસમાં લોકોનો વિશ્વાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ગ્રામ સ્વરાજ અભિયાન અને આયુષ્માન ભારત જેવી કેટલીક સુશાસન સંબંધિત પહેલો પર પણ ચર્ચા થઈ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ તથા કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.