માતૃત્વ, નવજાત શિશુ અને બાળ આરોગ્ય માટે ભાગીદારી (પાર્ટનરશીપ ફોર મેટર્નલ, ન્યુ બોર્ન એન્ડ ચાઈલ્ડ હેલ્થ – PMNCH)નાં એક પ્રતિનિધિ મંડળ કે, જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે. પી. નડ્ડા, ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીએમએનસીએચના આગામી બોર્ડના અધ્યક્ષ ડૉ. મિશેલ બેચલેટ તથા ખ્યાતનામ અભિનેત્રી અને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર સુશ્રી પ્રિયંકા ચોપરા, પીએમએનસીએચ પાર્ટનર ફોરમના ત્રણ ચેમ્પિયન,આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી એ. કે. ચૌબે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવશ્રીમતી પ્રીતિ સુદાનનો સમાવેશ થાય છે તેમણે આજે (11 એપ્રિલ, 2018) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી અને તેમને આગામી પાર્ટનર ફોરમ 2018 કે જે 12-13 ડિસેમ્બર, 2018ના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાની છે તેમાં આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું. આ ફોરમમાં અનેક દેશોમાંથી રાજ્યના વડાઓ અને આરોગ્ય મંત્રીઓ સહીત 1200 પ્રતિનિધિઓ ભાગ લેશે. PMNCH એ 92 દેશો અને અંદાજીત 1000 સંસ્થાઓની વૈશ્વિક ભાગીદારી છે. પ્રધાનમંત્રીએ વિનમ્રતાપૂર્વક PMNCHના સહાયક બનવાનું સ્વીકાર્યું અને ફોરમનાં લોગોનો સ્વીકાર કર્યો.
ડૉ. મિશેલ બેચલેટે, આગામી બોર્ડના અધ્યક્ષ તરીકે ભાગીદારીનુંઆજ્ઞાપત્ર રજૂ કર્યું તેમજ સ્ત્રી સશક્તિકરણ, બાળકો અને યુવાન લોકો માટેના પડકારને કઈ રીતે પહોંચી વળવા તે અંગે પ્રધાનમંત્રી સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ખાનગી ક્ષેત્ર અને સંસ્થાગત સમુદાયોની ભાગીદારીના માધ્યમથી ગરીબો અને ગર્ભવતી મહિલાઓને ગામડામાં સંસ્થાગત પ્રસુતિઓને વધારવા માટે લેવામાં આવેલા પગલાઓ કે જેથી તેમની પોષણને લગતી જરૂરિયાતોને પૂરી કરી શકાય તે અંગેના તેમના પોતાના અંગત અનુભવો તેમની સાથે વહેંચ્યા. તેમણે અસરકારક સંવાદની વ્યૂહરચના પર ભાર મુક્યો. તેમણે “સહભાગી બનવું તે જ ભાગીદારી છે” તે બાબત પર પણ ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ એવું પણ સૂચન કર્યું કે મહત્વના મુદ્દાઓ જેવા કે પોષણ, લગ્નની ઉંમર, પ્રસુતિ પૂર્વે અને પ્રસુતિ પછીની કાળજી જેવા અગત્યના મુદ્દાઓમાં આપણે વૈશ્વિક સ્તરે લોકોને જોડવા જોઈએ અને તેમાં પણ ખાસ કરીને યુવાનોને અને મહિલાઓ, બાળકો તથા કિશોરો માટેના કાર્યક્રમોમાં તેમના અસરકારક અમલીકરણ અને વાતચીત માટે તેઓના વિચારો જાણવા જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું કે આપણે આગામી ડિસેમ્બર 2018માં યોજનારી પાર્ટનર ફોરમ મીટીંગમાં આ વિષયો પર એક ઓનલાઈન ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરી શકીએ અને ઇનામ વિજેતાઓને પુરસ્કારો પણ આપી શકીએ.