પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય મતદાતા દિન પર શુભેચ્છા પાઠવી છે. ચૂંટણીને લોકશાહીનો ઉત્સવ ગણાવીને પ્રધાનમંત્રીએ લાયકાત ધરાવતા દરેક મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અને યુવાન મતદારોને 18 વર્ષની ઉંમર થાય ત્યારે મતદાર તરીકે નોંધણી કરાવવા અપીલ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમને બધાને રાષ્ટ્રીય મતદાતા દિન પર શુભેચ્છા. આપણે આપણી લોકશાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ચૂંટણી પંચને શુભેચ્છા આપીએ છીએ અને સલામ કરીએ છીએ. ચૂંટણીઓ લોકશાહીનો ઉત્સવ છે. તેઓ લોકોની ઇચ્છા સૂચવે છે, જે લોકશાહીમાં સર્વોપરી છે. હું દરેક જાગૃત મતદારને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તથા મારા યુવાન મિત્રોને 18 વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નોંધણી કરાવવાની વિનંતી કરું છું.”
Wishing you all on National Voters’ Day. We greet the Election Commission & salute their important role in our democracy.
— Narendra Modi (@narendramodi) January 25, 2017
Elections are celebrations of democracy. They communicate the will of the people, which is supreme in a democracy.
— Narendra Modi (@narendramodi) January 25, 2017
I urge every eligible voter to exercise his or her franchise & call upon my young friends to register as voters when they turn 18.
— Narendra Modi (@narendramodi) January 25, 2017