પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેનોઈમાં કવાન સુ પેગોડાની આજે મુલાકાત લીધી હતી.
તેમણે સેંકટમ સેંકટોરમ ખાતે પ્રાર્થના કરી હતી અહીંના બોધ્ધ સાધુઓએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
સાધુઓ સાથે પરામર્શ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે પેગોડાની મુલાકાત લેવા બદલ પોતાને ભાગ્યશાળી માને છે. આ પ્રસંગે તેમણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદે 1959માં પેગોડાની લીધેલી મુલાકાતને યાદ કરી હતી.
ભારત અને વિયેતનામ વચ્ચેની કડીઓ 2000 વર્ષ પૂરાણી છે, તેવો ઉલ્લેખ કરતા આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો યુધ્ધ કરવા માટે આવતા હોય છે જ્યારે ભારત શાંતિનો, સહનશક્તિની મૂર્તિ સમાન બુધ્ધનો સંદેશ લઈને આવ્યું છે.
તેમણે કહ્યું કે દુનિયાએ શાંતિના માર્ગે ચાલવું જોઈએ. આ માર્ગ આનંદ અને સમૃધ્ધિ બક્ષે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બૌધ્ધ ધર્મએ ભારતથી દરિયાઈ માર્ગે વિયેતનામ આવ્યો અને તેથી વિયેતનામે બૌધ્ધ ધર્મની શુધ્ધતા મેળવી છે. તેમણે કહ્યું કે ભારતમાંના સાધુઓના ચહેરા પર તેજ જોવા મળ્યું છે, ભારતની મુલાકાતે આવવાની ઈચ્છા ધરાવનારાઓમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.
પ્રધાનમંત્રીએ તેમને બુધ્ધની જન્મભૂમીની અને ખાસ કરીને પોતે સંસદમાં જે પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે તે વારાણસીની મુલાકાત લેવાની વિનંતી કરી હતી.