પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં બનારસ હિન્દૂ વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે વારણસીનાં ઘાટ પર ભીંતચિત્રોની સાથે પંડિત મદન મોહન માલવીયની પ્રતિમાનું અનાવરણ કર્યું. શ્રી મોદીએ પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
તેમણે પંડિત મહન મોહન માલવીય કેન્સર હોસ્પિટલ તથા ભાભા કેન્સર હોસ્પિટલ લહરતારાનું ઉદઘાટન કર્યું હતું. આ હોસ્પિટલો ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના દરદીઓને ઉત્તમ સારવાર પૂરી પાડશે.
પ્રધાનમંત્રીએ ઉચ્ચ ટેકનોલોજીયુક્ત પહેલા નવા ભાભાટ્રોનનું લોકાર્પણ કર્યું.
તેમણે ડે-કેર યૂનિટ તથા ઓપીડીની મુલાકાત લીધી અને દરદીઓની સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ PMJAY – આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.