પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં વારાણસી, કાનપુર અને ગાઝિયાબાદની મુલાકાત લેશે. તેઓ રાજ્ય માટે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે તકતીનું અનાવરણ કરશે.
વારાણસીમાં
પ્રધાનમંત્રી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે. તેઓ કાશી વિશ્વનાથ મંદિર એપ્રોચ રોડની સુંદરતા તથા મજબૂત બનાવવાની પરિયોજનાનો શિલાન્યાસ કરશે. પછી પ્રધાનમંત્રી પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં નેશનલ વિમેન લાઇવ્લીહૂડ મીટ – 2019માં સામેલ થશે.તેઓ પાંચ મહિલા સ્વ-સહાય જૂથોને પ્રશંસાપત્ર અર્પણ કરશે. મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો પણ પ્રધાનમંત્રી સાથે તેમનાં અનુભવો વહેંચશે.
પ્રધાનમંત્રી લાભાર્થીઓને ઇલેક્ટ્રિક ચાક, સૌર ચરખા અને હની વોર્પ, અને ચેકનું વિતરણ કરશે.
દીનદયાળ અંત્યોદય યોજના – ઉત્તરપ્રદેશ, એનઆરએલએમની સહાયથી મહિલા સ્વયંસહાય જૂથો ‘ભારત કે વીર’ભંડોળમાં યોગદાન માટે પ્રધાનમંત્રીને ચેક સુપરત કરશે.
પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધિત પણ કરશે.
કાનપુરમાં
પ્રધાનમંત્રી નવી 660 મેગાવોટ વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતાં પંકી પાવર પ્લાન્ટનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી લખનૌ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ લખનૌનાં ચરણસિંહ એરપોર્ટ સ્ટેશન પરથી વીડિયો લિન્ક મારફતે મેટ્રો રેલને લીલી ઝંડી પણ આપશે. પ્રધાનમંત્રી આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી પીએમએવાયનાં લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરશે.
પછી આ પ્રસંગે પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધિત પણ કરશે.
ગાઝિયાબાદમાં
પ્રધાનમંત્રી મેટ્રોનાં દિલશાદ ગાર્ડન – શહીદ સ્થળ (ન્યૂ બસ અડ્ડા) સેક્શનનું ઉદઘાટન કરશે. તેઓ શહીદ સ્થળ મેટ્રો સ્ટેશનમાંથી મેટ્રો રેલને લીલી ઝંડી આપશે. આ એલિવેટેડ મેટ્રો કોરિડોર સેક્શન 8 સ્ટેશન પણ ધરાવશે. આ ગાઝિયાબાદ અને નવી દિલ્હીમાં લોકો માટે સુવિધાજનક પરિવહન માધ્યમ પ્રદાન કરશે તેમજ ટ્રાફિકની ગીચતામાં ઘટાડો કરશે.
પ્રધાનમંત્રી ગાઝિયાબાદમાં હિંદોન એરપોર્ટ સિવિલ ટર્મિનલ ખાતે હિંદોન એરપોર્ટ સિવિલ ટર્મિનલનું ઉદઘાટન કરશે. પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને એનસીઆર ક્ષેત્રમાંથી મુસાફરોને હિંદોનમાં આ નવા સિવિલ એરપોર્ટમાંથી સ્થાનિક ફ્લાઇટની કામગીરીથી લાભ થશે.
પ્રધાનમંત્રી દિલ્હી – ગાઝિયાબાદ – મેરઠ આરઆરટીએસનો શિલાન્યાસ કરશે. આ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટ આધારિત પ્રથમ, હાઈ સ્પીડ અને વધારે ફ્રિક્વન્સી ધરાવતી રેલવેમાંની એક છે. એનાથી પ્રાદેશિક પરિવહન સુવિધામાં મોટો વધારો થશે અને રોજગારીની ઘણી તકો ઊભી થશે.
પ્રધાનમંત્રી ગાઝિયાબાદમાં શિક્ષણ, હાઉસિંગ, પીવાનું પાણી, સાફસફાઈ અને સુએઝ મેનેજમેન્ટ માટે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું અનાવરણ પણ કરશે.
તેઓ વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે.
પછી તેઓ એક જનસભાને સંબોધિત કરશે.