પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2019ના રોજ પંજાબની મુલાકાત લેશે.
તેઓ 3 જાન્યુઆરી, 2019ના રોજ જલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (આઈએસસી)-2019ના 106માં સંસ્કરણનું ઉદઘાટન કરશે. આ અવસર પર તેઓ ઉદઘાટન સંબોધન રજૂ કરશે. પ્રધાનમંત્રી પંજાબમાં ગુરદાસપુર જશે અને ત્યાં એક જાહેર સભાને સંબોધન પણ કરશે.
દેશભરમાં વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવાચારની ભાવનાને પ્રોત્સાહન આપવા માટેનાં તેમના દ્રષ્ટિકોણને આગળ વધારતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી આ પાંચમા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધન કરશે. ભૂતકાળમાં તેમણે 2018માં આઈએસસીના 105માં, 2017માં 104મા, 2016માં 103માં અને 2015માં 102માં સંસ્કરણમાં તેમણે ઉદઘાટન સંબોધન પ્રસ્તુત કર્યું હતું.