Quoteખાસ કરીને પાયાના સ્તરે મહિલાઓના સશક્તિકરણના પ્રધાનમંત્રીના વિઝન મુજબ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે
Quoteપ્રધાનમંત્રી આશરે 16 લાખ મહિલા સભ્યોને લાભ આપતા SHG ને 1000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે
Quoteપ્રધાનમંત્રી બિઝનેસ કોરસપોન્ડન્ટ-સખીઓને પ્રથમ મહિનાનું સ્ટાઈપેન્ડ ટ્રાન્સફર કરશે અને મુખ્ય મંત્રી કન્યા સુમંગલા યોજનાના 1 લાખથી વધુ લાભાર્થીઓને પણ નાણાં ટ્રાન્સફર કરશે
Quoteપ્રધાનમંત્રી 200થી વધુ પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર 2021ના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે.

 

આ કાર્યક્રમ, મહિલાઓને, ખાસ કરીને પાયાના સ્તરે, તેમને જરૂરી કૌશલ્યો, પ્રોત્સાહનો અને સંસાધનો આપીને સશક્ત બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન મુજબ યોજવામાં આવી રહ્યો છે. મહિલાઓને ટેકો આપવાના આ પ્રયાસમાં પ્રધાનમંત્રી સ્વસહાય જૂથો (SHGs) ના બેંક ખાતામાં 1000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે, SHGની લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ થશે. આ સ્થાનાંતરણ દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં 80,000 SHGs કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) 1.10 લાખ પ્રતિ SHG મેળવશે અને 60,000 SHG રિવોલ્વિંગ ફંડ પેટે 15000 પ્રતિ SHG મેળવશે

 

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ-સખીઓ (બી.સી.-સખીઓ)ને પ્રોત્સાહિત કરતા પણ જોવા મળશે, જેમાં 20,000 B.C.-સખીઓના ખાતામાં પ્રથમ મહિનાના સ્ટાઈપેન્ડ તરીકે 4000 રૂપિયા ટ્રાન્સફર કરાશે. જ્યારે B.C.-સખીઓ પાયાના સ્તરે ઘરઆંગણે નાણાકીય સેવાઓ પૂરી પાડનાર તરીકે તેમનું કાર્ય શરૂ કરે છે, ત્યારે તેમને 4000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ છ મહિના માટે ચૂકવવામાં આવે છે, જેથી તેઓ તેમના કામમાં સ્થિર થાય અને પછી વ્યવહારો પર કમિશન દ્વારા કમાણી કરવાનું શરૂ કરે.

 

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખથી વધુ લાભાર્થીઓને કુલ 20 કરોડથી વધુની રકમ પણ ટ્રાન્સફર કરશે. આ યોજના બાળકીને તેના જીવનના વિવિધ તબક્કે શરતી રોકડ ટ્રાન્સફર પ્રદાન કરે છે. કુલ ટ્રાન્સફર પ્રતિ લાભાર્થી 15000 રુપિયા હશે. આ તબક્કાઓમાં જન્મ સમયે (રૂ. 2000), એક વર્ષ પૂર્ણ રસીકરણ થયે (રૂ. 1000), વર્ગ-1માં પ્રવેશ પર (રૂ. 2000), વર્ગ-6માં પ્રવેશ (રૂ. 2000), ધોરણ-IX પ્રવેશ પર (રૂ. 3000), ધોરણ X અથવા XII પાસ કર્યા પછી કોઈપણ ડિગ્રી/ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પર (રૂ. 5000).

 

પ્રધાનમંત્રી 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કરશે. આ એકમો સ્વસહાય જૂથો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આશરે એક યુનિટ માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે. આ એકમો રાજ્યના 600 બ્લોકમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ પૂરક પોષણ પૂરું પાડશે.

 

  • Moiken D Modi January 09, 2022

    best PM Modiji💜💜💜💜💜💜❤❤❤
  • BJP S MUTHUVELPANDI MA LLB VICE PRESIDENT ARUPPUKKOTTAI UNION January 08, 2022

    6*9=54
  • शिवकुमार गुप्ता January 08, 2022

    जय श्री सीताराम
  • Raj kumar Das January 06, 2022

    सोँच ईमानदार काम दमदार ये है डबल इंजन की दमदार💪 सरकार नमो नमो🙏🚩🚩
  • Chowkidar Margang Tapo January 01, 2022

    namo namo namo namo namo bharat.
  • G.shankar Srivastav January 01, 2022

    सोच ईमानदार काम दमदार फिर से एक बार योगी सरकार
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Thai epic based on Ramayana staged for PM Modi

Media Coverage

Thai epic based on Ramayana staged for PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi arrives in Sri Lanka
April 04, 2025

Prime Minister Narendra Modi arrived in Colombo, Sri Lanka. During his visit, the PM will take part in various programmes. He will meet President Anura Kumara Dissanayake.

Both leaders will also travel to Anuradhapura, where they will jointly launch projects that are being developed with India's assistance.