મુંબઈમાં પ્રધાનમંત્રી ત્રણ મેટ્રો લાઈન માટેનો શિલાન્યાસ કરશે કે જે શહેરના મેટ્રો નેટવર્કમાં વધારાના 42 કિલોમીટરના માર્ગનો ઉમેરો કરશે. મેટ્રોના ત્રણ કોરીડોર આ મુજબ છે: 9.2 કિલોમીટર લાંબો ગાયમુખથી શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો – 10 કોરીડોર, 12.7 કિલોમીટર લાંબો વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મેટ્રો – 11 કોરીડોર અને 20.7 કિલોમીટર લાંબો કલ્યાણથી તલોજા મેટ્રો – 12 કોરીડોર.
પ્રધાનમંત્રી અત્યાધુનિક મેટ્રો ભવનનો પણ શિલાન્યાસ કરશે; 32 માળની આ ઈમારત આશરે 34૦ કિલોમીટરની 14 મેટ્રો લાઈનને સંચાલિત અને નિયંત્રિત કરશે.
પ્રધાનમંત્રી બંદોગરી મેટ્રો સ્ટેશન, કાંદિવલી ઇસ્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
તેઓ અત્યાધુનિક મેટ્રો કોચ કે જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમ મેટ્રો કોચ છે તેનું પણ ઉદ્ઘાટન કરશે.
ઔરંગાબાદ
ઔરંગાબાદમાં પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ રોજગારી મિશન (યુએમઈડી) દ્વારા આયોજિત એક રાજ્ય સ્તરના મહિલા સક્ષમ મેળો/સ્વ–સહાય જૂથોના સશક્ત મહિલા સંમેલનને સંબોધન કરશે.