પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી, 2019નાં રોજ તમિલનાડુનાં મદુરાઈની મુલાકાત લેશએ. આ મુલાકાત મદુરાઈ અને એની આસપાસનાં વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પ્રધાનમંત્રી મદુરાઈમાં એઇમ્સનું શિલારોપણ કરશે અને મદુરાઈમાં રાજાજી મેડિકલ કોલેજ, તાંજોર મેડિકલ કોલેજ અન તિરુનેલ્વેલી મેડિકલ કોલેજનાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ઉદઘાટન કરશે, જ આ જ દિવસે આ ત્રણેય સરકારી મેડિકલ કોલેજોનાં અપગ્રેડેશન પ્રોજેક્ટનો ભાગ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.
એઇમ્સ, મદુરાઈ
પ્રધાનમંત્રી એઇમ્સ મદુરાઈ,નું શિલારોપાણ કરવાની તકતીનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 17.12.2018નાં રોજ મુદરાઈમાં થોપ્પુરમાં એઇમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. તમિલનાડુમાં એઇમ્સની જાહેરાત કેન્દ્રીય બજેટ 2015-16માં થઈ હતી. રૂ. 1264 કરોડનાં બજેટ સાથે નવી એઇમ્સનું નિર્માણ, કામગીરી અને જાળવણીનાં સંપૂર્ણ ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે. એનું નિર્માણકાર્ય 45 મહિનામાં એટલે કે સપ્ટેમ્બર, 2022 સુધીમાં થશે.
એઇમ્સ, મદુરાઈમાં 30 ઇમરજન્સી/ટ્રોમા બેડ, આઇસીયુ અને ક્રિટિકલ કેર યુનિટમાં 75 બેડ, સુપર સ્પેશિયાલ્ટી યુનિટમાં 215 બેડ, 285 સ્પેશિયાલ્ટી બેડ હશ, જેમાં સર્જિકલ અને મેડિકલ યુનિટ તમજ આયુષ અને પ્રાઇવેટ વોર્ડ બંને માટે 30-30 યુનિટ સામેલ હશે. આ ઉપરાંત વહીવટી બ્લોક, સભાગૃહ, રાત્રી રોકાણ, અતિથિગૃહ, છાત્રાલય અને આવાસની સુવિધાઓ સામેલ હશે.
એઇમ્સ મદુરાઈની સ્થાપના અનુસ્નાતક અને ઉચ્ચ શિક્ષણ તેમજ સંશોધન પર લાંબા ગાળા માટે સ્થાપિત થઈ રહી છે. આ એમબીબીએસની 100 સીટ, 60 બી.એસસી (નર્સિંગ) સીટની ક્ષમતા ધરાવશે.
નવી એઇમ્સ આરોગ્ય સુવિધાઓમાં પરિવર્તન લાવશે, વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ અને તાલીમ સુવિધાઓ ઊભી કરશે. આ વિસ્તારમાં હેલ્થકેર વ્યાવસાયિકોની ખેંચ પણ ઘટાડશે. નવી એઇમ્સની સ્થાપનાથી વસતિને સુપર સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રદાન થવાની સાથે વિસ્તારમાં ડૉક્ટર્સ અને અન્ય હેલ્થ વર્કર્સની મોટી સંખ્યા ઊભી કરશે, જે પ્રાથમિક અને દ્વિતીયક સ્તરની સંસ્થાઓ/સુવિધાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે, જેની રચના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન હેઠળ કરવામાં આવી રહી છે.
સરકારી મેડિકલ કોલેજનાં અપગ્રેડેશનનાં વિવિધ પ્રોજેક્ટ
પ્રધાનમંત્રી રાજાજી મેડિકલ કોલેજ, ચેન્નાઈનાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનાં ઉદ્ઘાટનની તકતીનું અનાવરણ કરશે. તાંજોર મેડિકલ કોલેજ અને તિરુનલ્વેઈ મેડિકલ કોલેજનાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનાં અપગ્રેડેશન પ્રોજેકટ સરકારી મેડિકલ કોલેજનાં અપગ્રેડેશન માટેનાં પ્રોજેકટ માટેનાં ભાગરૂપે થશે.
સુપર સ્પેશિયાલિટી બ્લોક સાથે ત્રણ મેડિકલ કોલેજનાં અપગ્રેડેશન માટે પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 450 કરોડ હશે. આ ત્રણેય પ્રોજેક્ટ રૂ. 150 કરોડ – રૂ. 150 કરોડનાં છે, જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 125 કરોડ અને રાજ્ય સરકારનો હિસ્સો રૂ. 25 કરોડ છે.
રાજાજી મેડિકલ કોલેજ, મદુરાઈ પ્રોજેક્ટમાં 320 બેડ 7 વિભાગોમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક (50 આઇસીયુ બેડ સહિત) સંકળાયેલા છે, જેમાં ન્યૂરોસર્જરી, ન્યૂરોલોજી, નેફ્રોલોજી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, માઇક્રોવાસ્ક્યુલર અને મેડિકલ એન્ડ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ સામેલ છે.
તાંજોર મેડિકલ કોલેજ, તાંજોર પ્રોજેક્ટમાં 290 બેડ સુપર સ્પેશિયાલિટી બ્લોક (90 આઇસીયુ બેડ સહિત) સંકળાયેલા છે, જેમાં 10 વિભાગો કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી (સીટીવીએસ), ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી, યુરોલોજી, નેફ્રોલોજી, પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, સુપર ગેસ્ટ્રોએન્ટેરોલોજી, વાસ્ક્યુલર સર્જરી સામેલ છે, જે ઓપરેશન થિયેટર ધરાવશે.
તિરુનેલ્વેલી મેડિકલ કોલેજ, તિરુનેલ્વેલી પ્રોજેક્ટમાં 330 બેડ સુપર સ્પેશિયાલિટી બ્લોક (50 આઇસીયુ બેડ સહિત) સંકળાયલા છે, જે 8 વિભાગોમાં છે. આ વિભાગો કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી (સીટીવીએસ), ન્યૂરોલોજી, યુરોલોજી, નેફ્રોલોજી, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને સુપર ગેસ્ટ્રોએન્ટેરોલોજી સામેલ છે. ઉપરાંત 7 ઓપરેશન થિયેટર છે.
આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ભાગ છે, જેનો ઉદ્દેશ દેશભરમાં 20 એઇમ્સ સ્થાપિત કરવાનો છે, જેમાંથી છ એઇમ્સની સ્થાપના થઈ ગઈ છે. વળી દેશભરમાં 73 મેડિકલ કોલેજોને અપગ્રેડ કરવાનો ઉદ્દેશ પણ છે. તમિલનાડુમાં નવી એઇમ્સ અને ત્રણ સુપર સ્પેશિયાલિટી બ્લોક સરકારની સ્વસ્થ ભારત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે તથા મદુરાઈ અને એની આસપાસનાં વિસ્તારોમાં લોકોની હેલ્થકેરની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી અપેક્ષા છે.