પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 29-10-2017 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ દિવસ દરમિયાન ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.
તેઓ ધર્મસ્થળમાં શ્રી મંજુનાથ મંદિરમાં દર્શન કરીને રાજ્યનો પ્રવાસ શરૂ કરશે. તેઓ એક જાહેરસભા સંબોધશે અને ઉજિરમાં શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ રૂરલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં લાભાર્થીઓને રૂપે કાર્ડનું વિતરણ કરશે. તેનાથી સ્વયં સહાય જૂથો કેશલેસ ડિજિટલ વ્યવહારો શરૂ કરી શકશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી બેંગાલુરૂની મુલાકાત લેશે, જ્યાં તેઓ દશામહ સૌંદર્યલહરી પરાણયોત્સવ મહાસર્મપણમાં એકત્રિત જનમેદનીને સંબોધિત કરશે.
સૌંદર્યલહરી આદિ શંકરાચાર્ય રચિત શ્લોકોનો સમૂહ છે. એકસૂરમાં આ શ્લોકોનાં સામૂહિક પારાયણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવસનાં અંતે બિડરમાં પ્રધાનમંત્રી બિડર-કાલબુર્ગી ન્યૂ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે. તેઓ અહીં પણ એક જાહેરસભાને સંબોધિત કરશે.