પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 19 જાન્યુઆરી, 2019ના રોજ સુરતમાં હઝીરાની મુલાકાત લેશે.
હઝીરામાં તેઓ એલ એન્ડ ટી આરમર્ડ સિસ્ટમ સંકુલની મુલાકાત લેશે અને અને તેનુ લોકાર્પણ દર્શવાતી તકતીનું અનાવરણ કરશે, તેઓ નવસારીમાં નિરાલી કેન્સર હૉસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે.
અત્યાઆધુનિક નિરાલી કેન્સર હૉસ્પિટલ નવસારીની સૌથી પહેલી એકીકૃત કેન્સર હૉસ્પિટલ બની રહેશે. તેનાથી દક્ષિણ ગુજરાતનાં અને પડોશી રાજ્યોનાં દર્દીઓને પણ લાભ થશે.
પ્રધાનમંત્રી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે અને આવતીકાલે આ મુલાકાતનો છેલ્લો દિવસ છે.
ગુરૂવારે તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદઘાટન કર્યુ હતુ. તેમણે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનુ અને અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનુ પણ ઉદઘાટન કર્યું હતુ. ત્યાર બાદ આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટરમાં તેમણે 9મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019નું ઉદઘાટન કર્યુ હતુ.
I shall be visiting Hazira tomorrow. I would be dedicating L&T’s Armoured Systems Complex to the nation and also be laying the foundation stone for the Nirali Cancer hospital at Navsari.
— Narendra Modi (@narendramodi) January 18, 2019