પ્રધાનમંત્રી આવતીકાલે ગુવાહાટી, ઇટાનગર અને અગરતલાની મુલાકાત લેશે. તેઓ ઇટાનગર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે અને સેલા ટનલ અને પૂર્વોત્તર ગેસ ગ્રીડનો શિલાન્યાસ કરશે. તેઓ દૂરદર્શન અરુણપ્રભા ચેનલ અને ગાર્જી બેલોનિયા રેલવે લાઈનનું પણ ઉદઘાટન કરશે. તેઓ ત્રણેય રાજ્યોમાં અનેકવિધ વિકાસ કાર્યોનું અનાવરણ પણ કરશે.

પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશમાં

પ્રધાનમંત્રી આવતીકાલ સવારથી ગુવાહાટીથી ઇટાનગર પહોંચશે. તેઓ ઇટાનગરમાં આઈજી પાર્ક ખાતે શ્રેણીબદ્ધ વિકાસ કાર્યોનું અનાવરણ કરશે.

પ્રધાનમંત્રી હોલોંગી ખાતે એક ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. અત્યારે ઇટાનગરમાં સૌથી નજીકનું વિમાનમથક આસામનું લીલાબારી છે, જે 80 કિલોમીટર દૂર આવેલુ છે. હોલોંગીનું એરપોર્ટ તેમાં અંતરમાં ચારગણો ઘટાડો કરશે. આ પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી આપવાની સાથે-સાથે આ એરપોર્ટ રાજ્યની પ્રવાસન ક્ષમતામાં પણ વધારો કરશે. તેનાથી આ પ્રદેશની આર્થિક વૃદ્ધિમાં ગતિ આવશે અને તે રાષ્ટ્ર માટે વ્યુહાત્મક દ્રષ્ટિએ ઘણું મહત્વનું સાબિત થશે. આ એરપોર્ટની અંદર અનેક પ્રકારના સંતુલિતતાના અંગો છે જેવા કે એપ્રોચ રોડની સમાંતરે અવાજના પ્રદુષણને અટકાવવા માટે ગ્રીન બેલ્ટ, વરસાદના પાણીના સંગ્રહની સુવિધા, ઉપયોગ માટે ઊર્જા ટેકનોલોજીને લગતા સાધનો વગેરે.

પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશમાં સેલા સુરંગનો શિલાન્યાસ કરાવશે. તે બારેય માસ નાગરિકો અને સુરક્ષા દળો બંનેને તવાંગ ખીણમાં તમામ ઋતુમાં સારી કનેક્ટિવિટી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આ સુરંગ બન્યા પછી તવાંગ ખીણમાં જવા માટેના સમયમાં એક કલાક જેટલો ઘટાડો થશે અને તેનાથી પ્રદેશમાં પ્રવાસનને તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રી આવતીકાલે ઇટાનગરમાં આઈજી પાર્ક ખાતે અરુણાચલ પ્રદેશને સમર્પિત એક દૂરદર્શન ચેનલ ડીડી અરુણપ્રભાનું ઉદઘાટન કરશે. દૂરદર્શન દ્વારા સંચાલિત આ 24મી ચેનલ છે. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશમાં 110 મેગાવોટના પારે જળવિદ્યુત પ્લાન્ટ પણ દેશને સમર્પિત કરશે. નિપ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પરિયોજના દીકરોંગ નદી (બ્રહ્મપુત્રની સહાયક નદી)ની સંભવિત જળ ઊર્જા ઉત્પન્ન કરશે અને પૂર્વોત્તરના રાજ્યોને સસ્તી જળવિદ્યુત ઉપલબ્ધ કરાવશે જેનાથી આ પ્રદેશમાં ઊર્જાની ઉપલબ્ધિમાં વધારો થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા અરુણાચલ પ્રદેશના જોટમાં ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના સ્થાયી કેમ્પસનો શિલાન્યાસ કરવામાં આવશે. તેનાથી પૂર્વોત્તર રાજ્યના ફિલ્મમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને સુવિધા મળશે. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશમાં અપગ્રેડ કરાયેલા તેઝુ એરપોર્ટનું પણ ઉદઘાટન કરશે. તેઝુ વિમાન મથકને ઉડાન યોજના અંતર્ગત વેપારી કામગીરી માટે નવીન પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી દ્વારા 50 આરોગ્ય અને કલ્યાણના કેન્દ્રોનું ઉદઘાટન કરવામાં આવશે. સંપૂર્ણ સ્વાસ્થ્યની ખાતરી માટે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આરોગ્ય અને કલ્યાણકેન્દ્રો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના અંતર્ગત અરુણાચલ પ્રદેશમાં 100 ટકા ઘરોમાં વિદ્યુતીકરણની પણ જાહેરાત કરાશે.

આસામમાં પ્રધાનમંત્રી

ઇટાનગરથી પ્રધાનમંત્રી ગુવાહાટી પરત ફરશે. અહિં તેઓ પૂર્વોત્તર ગેસ ગ્રીડનો શિલાન્યાસ કરશે, જે સમગ્ર પ્રદેશમાં કુદરતી ગેસની અવિરત ઉપલબ્ધતાની ખાતરી આપશે અને તેનાથી પ્રદેશમાં ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. આ ગ્રીડ સમગ્ર પૂર્વોત્તરને સસ્તો અને ગુણવત્તાયુક્ત ગેસ પૂરો પાડવાની સરકારની યોજનાનો એક ભાગ છે. તેઓ કામરૂપ, સચર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો પણ શિલાન્યાસ કરશે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઘરોમાં, ઉદ્યોગોમાં અને વ્યવસાયિક એકમોને સ્વચ્છ બળતણ (પીએનજી)નો પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપે છે.

પ્રધાનમંત્રી આસામમાં તિનસુખિયા ખાતે હોલોંગ મોડ્યુલર ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. એકવાર તેનું ઉદઘાટન થયા પછી આ સુવિધા આસામમાં ઉત્પન્ન થતા કુલ ગેસનો 15 ટકા હિસ્સો પૂરો પાડશે. પ્રધાનમંત્રી ઉત્તર ગુવાહાટીમાં એલપીજી કેપેસિટી ઓગ્મેન્ટેશન ઑફ માઉન્ટેડ સ્ટોરેજ વેસલનું પણ ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા નુંમાલીગઢ ખાતે એનઆરએલ બાયો રીફાઈનરી અને બરુઆનીથી ગુવાહાટી સુધીની 729 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન કે જે બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામમાં થઇને પસાર થશે, તેનો પણ શિલાન્યાસ કરશે.

ત્રિપુરામાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીની મુલાકાતનો છેલ્લો તબક્કો અગરતલામાં હશે. પ્રધાનમંત્રી અહિં સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે તકતીનું અનાવરણ કરીને ગાર્જી બેલોનિયા રેલવે લાઈન દેશને સમર્પિત કરશે. આ લાઈન દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા માટે ત્રિપુરાને એક મુખ્ય દ્વાર તરીકે પ્રોત્સાહિત કરશે. પ્રધાનમંત્રી નરસિંહગઢ ખાતે ત્રિપુરા ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજીનાં નવા ભવનનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ ખાતે મહારાજા બીર બિક્રમ કિશોર માંનીક્ય બહાદૂરની પ્રતિમાનું અનાવરણ કરશે. મહારાજા બીર બિક્રમ કિશોર માંનીક્ય બહાદૂરને આધુનિક ત્રિપુરાના જનક માનવામાં આવે છે. અગરતલા શહેરના આયોજનનો શ્રેય તેમને જાય છે. આ પ્રતિમાનું અનાવરણ ભારતના અજાણ્યા નાયકો કે જેમણે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમનું સન્માન કરવાની કેન્દ્ર સરકારની નીતિનો એક ભાગ છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"