પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર, 2017નાં રોજ બિહારની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી પટણા યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણીને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોકામામાં નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ચાર સુએઝ પ્રોજેક્ટ અને ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટનું શિલારોપણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 3700 કરોડથી વધારે થશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.
ચાર સુએઝ પ્રોજેક્ટમાં બેઉરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુઅરમાં સુએઝ નેટવર્ક સાથે સુએઝ સિસ્ટમ, કર્માલિચકમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૈદપુરમાં એસટીપી અને સુએર નેટવર્ક સામેલ છે. આ પ્રોજેક્ટ સંયુક્તપણે 120 એમએલડીની નવી એસટીપી ક્ષમતા ઊભી કરશે અને બેઉરમાં 20 એમએલડી ક્ષમતાને અપગ્રેડ કરશે.
શિલારોપાણ થનાર ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં સામેલ હશેઃ
- નેશનલ હાઇવે – 31નો ઔન્તા-સિમરિયા સેક્શનનું 4-લેનિંગ અને 6-લેન ગંગા સેતુનું નિર્માણ
- નેશનલ હાઇવે-31નાં બખ્તિયારપુર-મોકામાનું 4 લેનિંગ
- નેશનલ હાઇવે 107નાં મહેશખૂંટ-સહર્ષ-પૂર્ણિયા સેક્શનું 2-લેનનું નિર્માણ
- નેશનલ હાઇવે – 82નાં બિહારશરીફ-બારબીઘા-મોકામાનું 2-લેનનું નિર્માણ