પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (12-03-2018) સવારે વારાણસીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોનનું સ્વાગત કરશે
બંને નેતાઓ વારાણસી પરત ફરતા પહેલા મિર્ઝાપુર રવાના થશે, જ્યાં તેઓ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદઘાટન કરશે.
વારણસીમાં, બંને નેતાઓ દિનદયાળ હસ્તકળા સંકુલની મુલાકાત લેશે. તેઓ કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની શિલ્પકળાનાં પ્રદર્શનને નિહાળશે.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વારાણસીમાં પ્રસિદ્ધ અસ્સી ઘાટ પહોંચશે, જ્યાંથી તેઓગંગા નદીનો ઘાટોની આસપાસ વિહાર કરવા માટે નૌકાનીસવારી કરશે અને અંતે ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટની મુલાકાતે પહોંચશે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનાંસન્માનમાં બપોરનાં ભોજનનું આયોજન પણ કરશે.
બપોરે, પ્રધાનમંત્રી વારણસીમાં મદુદીહ રેલવે સ્ટેશન અને પટનાની વચ્ચે શરૂ થતી ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરશે. તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને વારાણસીના ડીએલડબલ્યુ મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે.