ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થવાના મહત્વપૂર્ણ અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના વહીવટી ભવન સંકુલના ઓડિટોરિયમ ખાતે સાંજે લગભગ 5 વાગ્યે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ (2023-24) બહાર પાડશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
આ કાર્યક્રમનું આયોજન ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ હાજર રહેશે.