પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2018નાં રોજ ઝારખંડનાં રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય)નો શુભારંભ કરશે. આ યોજના હેઠળ 10 કરોડથી વધારે કુટુંબોને દર વર્ષે રૂ. 5 લાખનાં મૂલ્યનો આરોગ્ય વીમો પ્રદાન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી પીએમજેએવાય પર એક પ્રદર્શનની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીની ઓળખ અને ઇ-કાર્ડ બનાવવા જેવી કાર્યવાહીના સાક્ષી પણ જોશે.
સાથે-સાથે પ્રધાનમંત્રી ચાઇબાસા અને કોડેર્માં મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. તેઓ સિક્કિમનાં ગંગટોક માટે રવાના થતાં અગાઉ 10 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરનાં રોજ પેકયોંગ એરપોર્ટનું ઉદઘાટન કરશે, જે સિક્કિમને દેશનાં ઉડ્ડયન નકશા પર લાવશે. એરપોર્ટ હિમાલયની પર્વતમાળામાં સ્થિત રાજ્યને જોડાણમાં મોટું પ્રદાન આપશે અને પ્રવાસનને પણ વેગ આપશે. પ્રધાનમંત્રી પેકયોંગ એરપોર્ટ પર આવશે, જ્યાં તો એરપોર્ટ અને ટર્મિનલ બિલ્ડિંગ વિશે જાણકારી આપશે. તેઓ પેકયોંગ એરપોર્ટની તકતીનું અનાવરણ કરશે. પછી તેઓ જનસભાને સંબોધિત કરશે.