પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર, 2018ના રોજ “મૈ નહીં હમ” પોર્ટલ અને એપને લોન્ચ કરાવવાના પ્રસંગે સમગ્ર ભારતના આઈટી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનકર્તા વ્યવસાયિકો સાથે સંવાદ કરશે.
“સેલ્ફ ફોર સોસાયટી”ની થીમ પર કાર્ય કરતું આ પોર્ટલ આઈટી વ્યવસાયિકો અને સંસ્થાઓને સામાજિક હેતુઓ અને સમાજની સેવા માટેના તેમના પ્રયત્નોને એક સાથે એક જ મંચ પર લાવવામાં સક્ષમ બનાવશે. આમ કરવામાં આ પોર્ટલ સમાજના વધુ નબળા વર્ગની સેવા કરવા માટે, ખાસ કરીને ટેકનોલોજીના ફાયદા બહોળા સ્તર સુધી પહોંચાડીને, વધુ સહયોગ એકત્રિત કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. આ પોર્ટલ રસ ધરાવતા લોકો કે, જેઓ સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા માંગે છે તેમની બહોળી ભાગીદારીનું નિર્માણ કરશે તેવી પણ આશા સેવાઈ રહી છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉદ્યોગપતિઓ મળશે. તેઓ આઈટી વ્યવસાયીકો અને આઈટીના કર્મચારીઓ તેમજ ઈલેક્ટ્રોનિક ઉત્પાદન સંસ્થાઓ ધરાવતા એકત્રિત સમુદાયને પણ સંબોધન કરશે. તેઓ એકત્રિત લોકો સાથે ટાઉનહોલ ફોરમેટમાં વાર્તાલાપ કરશે. સમગ્ર વિશ્વમાંથી અંદાજે 100 સ્થળો પરથી આઈટી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદન વ્યવસાયિકો આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લેશે તેવી સંભાવના છે.