પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોએડા સ્થિત ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રોટેક-2019નું ઉદઘાટન કરશે.
શ્રી મોદી આ યોજનનાં ઉદઘાટન સત્રને પણ સંબોધિત કરશે.
પેટ્રોટેક – 2019ને ભારતનું મુખ્ય હાઇડ્રોકાર્બન સંમેલન ગણવામાં આવે છે. ભારત સરકારનાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં નેજા હેઠળ પેટ્રોટેક – 2019 એટલે 13મા આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ સંમેલન અને પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે.
10 થી 12 ફેબ્રુઆરી, 2019 સુધી આયોજિત આ ત્રણ દિવસનાં ભવ્ય કાર્યક્રમમાં ભારતનાં ઓઇલ અને ગેસ સેક્ટરમાં હાલનાં બજાર અને રોકાણકારો માટે સાનુકૂળ વિકાસને દર્શાવવામાં આવશે. પેટ્રોટેક – 2019માં ભાગીદાર દેશોનાં 95થી વધારે ઊર્જા મંત્રીઓ અને લગભગ 70 દેશોનાં 7000 પ્રતિનિધિઓ સામેલ થવાની સંભાવના છે.
સંમેલનની સાથે-સાથે ઇન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડામાં 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલા એક પ્રદર્શનનું આયોજન પણ થશે. પેટ્રોટેક – 2019 પ્રદર્શનમાં મેક ઇન ઇન્ડિયા અને અક્ષય ઊર્જા થીમ પર વિશેષ ક્ષેત્રોની સાથે-સાથે 40થી વધારે દેશોનાં 13થી વધારે સ્વદેશી સ્ટૉલ અને લગભગ 750 પ્રદર્શકો સામેલ થશે.
પ્રધાનમંત્રીએ 5 ડિસેમ્બર, 2016નાં રોજ પેટ્રોટેક – 2016નાં 12મા આયોજનનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારી દ્રષ્ટિએ ભારતનાં ઊર્જા ભવિષ્ય માટે ચાર સ્તંભ છેઃ ઊર્જાની પહોંચ, ઊર્જાદક્ષતા, ઊર્જાસ્થિરતા અને ઊર્જાની સુરક્ષા.”
પ્રધાનમંત્રીએ ગ્લોબલ હાઇડ્રોકાર્બન કંપનીઓને પણ મેક ઇન ઇન્ડિયામાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે અને તેમને વિશ્વાસ અપાવ્યો કે, અમારો ઉદ્દેશ રેડ ટેપનાં સ્થાને રેડ કાર્પેટ તૈયાર કરવાનો છે.