પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (6 માર્ચ, 2018) નવી દિલ્હીનાં મુનરિકામાં કેન્દ્રીય માહિતી આયોગ, સીઆઈસીનાં નવા પરિસરનું ઉદઘાટન કરશે. નવી ઈમારત બનવાથી આયોગનું કાર્ય એકજ સ્થળેથી થતા કાર્યક્ષમતા વધશે. આ અગાઉ બે ભાડાનાં મકાનમાં આયોગની ઓફિસ કાર્યરત હતી. સીઆઈસીનું નવું પરિસર સ્ટેટ ઑફ આર્ટ ગ્રીન બિલ્ડીંગમાનું એક હશે અને તેનું બાંધકામ નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન દ્વારા નિર્ધારિત તારીખ પહેલા પૂર્ણ થઇ ચુક્યું છે. પાંચ માળની આ ઈમારતમાં કેન્દ્રીય સૂચના આયોગનાં તમામ સુનાવણી રૂમ, આઈટી અને વીડિયો કોન્ફરન્સની સુવિધા સામેલ હશે. સી.આઈ.સી. એ સર્વોચ્ચ અપીલ સંસ્થા છે જે માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા સ્થાપિત છે.