પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જુલાઈ, 2018ના રોજ નવી દિલ્હીમાં તિલક માર્ગ ખાતે આવેલા ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ના નવા મુખ્યાલયની ઈમારતનું ઉદ્ઘાટન કરશે.
નવું મુખ્યાલય અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં કાર્યક્ષમ ઉર્જા અને વરસાદી પાણીના સંગ્રહનો સમાવેશ થાય છે. તેમાં આશરે 1.5 લાખ પુસ્તકો અને સામયિકોના સંગ્રહ સાથે સેન્ટ્રલ આર્કિયોલોજિકલ લાયબ્રેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.