પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવાર 3 જાન્યુઆરી 2020 ને કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટિ, જીકેવીકે, બેંગલુરુમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે ઉદ્ઘાટન સંબોધન કરશે અને આ પ્રસંગે આઈ-સ્ટેમ પોર્ટલનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષ વર્ધન સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ વર્ષે ભારત વિજ્ઞાન કોંગ્રેસ (આઈએસસી) ની થીમ છે “વિજ્ઞાનઅનેતકનીક: ગ્રામીણવિકાસ”. નોબેલવિજેતા, વૈજ્ઞાનિકો, બૌદ્ધિક, શૈક્ષણિક, પોલીસી નિર્માતાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 15,000 થી વધુ સહભાગીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. મોબાઇલ એપ્લિકેશન "ISC 2020 UASB" પર ઇવેન્ટ વિશેની સંપૂર્ણ વિગતો એક્સેસ કરી શકાય છે.
એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર https://play.google.com/store/apps/details?id=com.indiansciencecongress&hl=en_IN.પર ઉપલબ્ધ છે.