પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 એપ્રિલ, 2017ના રોજ ભારતની સૌથી મોટી રોડ ટનલ – 9 કિલોમીટર લાંબી “ચેનાઈ – નાશરી ટનલ” દેશને સમર્પિત કરશે.
રાષ્ટ્રીય રાજમાર્ગ – 44 (એનએચ-44) પર સ્થિત આ ટનલ શ્રીનગરને જમ્મુ સાથે જોડે છે, જેનાથી બંને શહેરો વચ્ચેના પ્રવાસના સમયમાં બે કલાક સુધીનો ઘટાડો થશે. તેનાથી 31 કિલોમીટરનું અંતર ઘટાડવામાં તેમજ હિમવર્ષાથી ઢંકાઈ જતા ઉપરના માર્ગોને બાયપાસ કરવામાં સફળતા મળી છે. તેનાથી અંદાજે દરરોજ રૂ. 27 લાખ સુધીનું ઇંધણ બચાવવામાં મદદ મળી છે.
ટનલના નિર્માણથી મોટા પાયે વનીકરણ અને વૃક્ષછેદન ટળી ગયું છે તેમજ તમામ પ્રકારના હવામાનમાં કમ્યુટર્સને જમ્મુ અને ઉધમપુરથી રામવન, બનિહાલ અને શ્રીનગર સુધી સલામત રીતે મુસાફરી કરવાની સુવિધા મળશે.
ટનલ વૈશ્વિક-કક્ષાની સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે તથા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે તેવી અપેક્ષા છે.
ટનલની મુખ્ય ખાસિયતો
• તે 9.35 મીટર કેરિજવે સાથે સિંગલ-ટ્યુબ બાય-ડિરેક્શનલ ટનલ છે, તથા 5 મીટરનો વર્ટિકલ ક્લીઅરન્સ ધરાવે છે.
• તેમાં દર 300 મીટરના અંતરે મુખ્ય ટનલને જોડતા “ક્રોસ પેસેજીસ” સાથે સમાંતર એસ્કેપ ટનલ પણ છે.
• તે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ, સર્વિલન્સ, વેન્ટિલેશન અને બ્રોડકાસ્ટ સિસ્ટમ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને દર 150 મીટરનાં અંતરે એસઓએસ કોલ-બોક્સ જેવી સ્માર્ટ ખાસિયતો પણ ધરાવે છે.
• પ્રોજેક્ટ રૂ. 2500 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.