પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ ના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમારોહની પહેલા હનુમાનગઢીમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ જશે, જ્યાં તેઓ ‘ભગવાન શ્રી રામલલા વિરાજમાન’ નીપૂજા અને દર્શનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ પારિજાતના છોડ રોપશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે.

પ્રધાનમંત્રી શિલાન્યાસ પ્રસંગે બનવવામાં આવેલી વિશેષ તક્તીનું અનાવરણ કરશે અને ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ ની યાદગીરી રૂપે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
How GeM has transformed India’s public procurement

Media Coverage

How GeM has transformed India’s public procurement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
મહારાષ્ટ્રના સોલાપુરમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
May 18, 2025
QuotePMNRF તરફથી સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"મહારાષ્ટ્રના સોલાપુરમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

દરેક મૃતકના સગાસંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ" @narendramodi

 

 

"महाराष्ट्रात सोलापूर इथे आग लागून झालेल्या दुर्घटनेतील जीवितहानीमुळे तीव्र दु:ख झाले. आपले प्रियजन गमावलेल्या कुटुंबांप्रति माझ्या सहवेदना. जखमी झालेले लवकर बरे होवोत ही प्रार्थना. पंतप्रधान राष्ट्रीय मदत निधीमधून (PMNRF) प्रत्येक मृतांच्या वारसाला 2 लाख रुपयांची मदत दिली जाईल. जखमींना 50,000 रुपये दिले जातील : पंतप्रधान" @narendramodi