વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ‘સેવ સોઈલ મૂવમેન્ટ’ પરના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.
'સેવ સોઈલ મૂવમેન્ટ' એ જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવા અને તેને સુધારવા માટે સભાન પ્રતિસાદ લાવવા માટેની વૈશ્વિક ચળવળ છે. આ ચળવળ માર્ચ 2022 માં સદગુરુ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમણે 27 દેશોમાંથી પસાર થતી 100 દિવસની મોટરસાઇકલ યાત્રા શરૂ કરી હતી. 5મી જૂને 100 દિવસની યાત્રાનો 75મો દિવસ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગિતા ભારતમાં જમીનના સ્વાસ્થ્યને સુધારવા પ્રત્યેની સહિયારી ચિંતાઓ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.