પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2018નાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં વિશ્વ જૈવઈંધણ દિવસની ઉજવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
તેઓ ખેડૂતો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને સાંસદોને સંબોધન કરશે.
જૈવઈંધણ ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે. તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં યોગદાન આપી શકે છે, ખેડૂતો માટે વધારાની આવક પેદા કરી શકે છે તથા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પેદા કરી શકે છે એટલે જૈવઇંધણો વિવિધ સરકારી પહેલો માટે સુસંગત છે, જેમાં ખેડૂતોની આવક બમણી કરવી અને સ્વચ્છ ભારત અભિયાન પણ સામેલ છે.
કેન્દ્ર સરકારનાં પ્રયાસોનાં પરિણામે, વર્ષ 2013-14માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 38 કરોડ લિટરથી વધારે થયું હતું, વર્ષ 2017-18માં અંદાજે 141 કરોડ લિટર થયું હતું. સરકારે જૂન, 2018માં રાષ્ટ્રીય જૈવઈંધણ નીતિને પણ માન્યતા આપી હતી.