પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2018નાં રોજ રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં પાચપાદરામાં રાજસ્થાન રિફાઇનરી માટે કામની શરૂઆત કરવા એક સમારંભમાં સામેલ થશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.
રાજસ્થાન ઓઇલ અને ગેસનો નોંધપાત્ર ભંડોળ ધરાવે છે. રાજસ્થાન રિફાઇનરી રાજ્યની પ્રથમ હશે. તેમાં 9 એમએમટીપીએ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે. રિફાઇનરીમાં પ્રોડક્ટનું ઉત્પાદન આધુનિક BS-VI ઉત્સર્જનનાં નિયમોનું પાલન કરશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 43,000 કરોડથી વધારે છે. પ્રોજેક્ટ એચપીસીએલ અને રાજસ્થાન સરકારનું સંયુક્ત સાહસ છે.
રાજસ્થાનનાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેટલાંક કેન્દ્રિય મંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે એવી અપેક્ષા છે.