પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બર, 2018ના રોજ ઇન્દોરમાં દઊદી વોહરા સમાજ દ્વારા આયોજિત હજ઼રત ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લેશે.
તેઓ આ અવસર પર ઉપસ્થિત જનસમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દઊદી વોહરા સમાજના આદ્યાત્મિક વડા ડૉ. સૈયદના મુફદ્દલ સૌફુદ્દીન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું સંબોધન પણ સામેલ છે.