પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે.
ડીજીપીની આ પરિષદમાં સમગ્ર દેશમાંથી આવેલા ટોચના પોલીસ અધિકારીઓ સુરક્ષાને લગતા મુદ્દાઓ વિશે વિચાર વિમર્શ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પરિષદને અગાઉ વર્ષ 2014માં આસામનાં ગુવાહાટીમાં, વર્ષ 2015માં ગુજરાત ખાતે કચ્છનાં ધોરડો રણમાં અને વર્ષ 2016માં હૈદરાબાદની પોલીસ અકાદમાં પણ સંબોધન કર્યું હતું.
છેલ્લી મુલાકાત દરમિયાન, સરહદપારના આતંકવાદ અને કટ્ટરવાદને લગતા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નેતૃત્વ, સોફ્ટ સ્કીલ્સ અને સંયુક્ત તાલીમના મહત્વ ઉપર ભાર મુક્યો હતો. તેમણે પોલીસ દળ માટે ટેકનોલોજી અને માનવ ઇન્ટરફેસનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
વાર્ષિક ડીજીપી સભાને રાષ્ટ્રીય રાજધાનીની બહાર યોજવા પાછળ પ્રધાનમંત્રીનું એ દુરંદેશીપણું હતું કે આ પ્રકારની સભાઓ સમગ્ર દેશમાં યોજાવી જોઈએ અને તે માત્ર દિલ્હી પુરતી મર્યાદિત ન રહેવી જોઈએ.