પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે બે મહત્ત્વપૂર્ણ સંબોધન કરશે.
પ્રધાનમંત્રી 31 ડિસેમ્બરનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે 85માં સિવગિરી યાત્રાધામ મહોત્સવ માટે ઉદ્ઘાટન સંબોધન કરશે. આ મહોત્સવ સિવગિરી મઠ, વર્કાલા, કેરળમાં યોજાશે. સિવગિરી ભારતનાં એક મહાન સંત અને સામાજિક સુધારક શ્રી નારાયણ ગુરુનું પવિત્ર ધામ છે.
પ્રધાનમંત્રી 1 જાન્યુઆરી, 2018નાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે કોલકાતામાં પ્રોફેસર એસ એન બોઝની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે. પ્રોફેસર સત્યેન્દ્ર નાથ બોઝ ભારતીય ભૌતિકવિજ્ઞાની હતાં, જે ક્વોન્ટમ મિકેનિક્સ પર તેમનાં કાર્ય માટે પ્રસિદ્ધ હતાં, જેમણે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સનો પાયો નાંખ્યો હતો. બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સને અનુસરતાં અણુઓનાં વર્ગને પ્રોફેસર બોઝની યાદમાં બોઝોન્સ નામ આપવામાં આવ્યું છે.