પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2017નાં રોજ સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી પર ‘યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા’ થીમ પર આયોજિત વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીએ તેમનાં એકાઉન્ટમાંથી શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કેઃ
“આવતીકાલે હું ‘યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા’ થીમ પર વિદ્યાર્થીઓનાં સંમેલનને સંબોધિત કરવા આતુર છું.
વિદ્યાર્થી સંમેલન 11 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. આ ઐતિહાસિક દિવસ છે, કારણ કે વર્ષ 1893માં આ જ તારીખે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ઐતિહાસિક સંબોધન કર્યું હતું.
ચાલુ વર્ષે આપણે સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ અને સાથે સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી પણ કરી રહ્યાં છીએ.
સ્વામી વિવેકાનંદને યુવા શક્તિમાં દ્રઢ વિશ્વાસ હતો. તેઓ રાષ્ટ્રનિર્માણમાં યુવાનોનાં મહત્ત્વપૂર્ણ સ્થાનને સમજતાં હતાં.
સ્વામી વિવેકાનંદનાં આદર્શોથી પ્રેરિત થઈને અમે આપણી યુવા પેઢીનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને સાકાર કરવા સતત કામ કરી રહ્યાં છીએ.”
Tomorrow I look forward to addressing a gathering of students on the theme of ‘Young India, New India.'
— Narendra Modi (@narendramodi) September 10, 2017
The convention of students is being held on 11th September, the day Swami Vivekananda delivered his historic address at Chicago in 1893.
— Narendra Modi (@narendramodi) September 10, 2017
This year, we are marking 125th anniversary of Swami Vivekananda’s Chicago address & Pt. Deendayal Upadhyaya centenary celebrations.
— Narendra Modi (@narendramodi) September 10, 2017
Swami Vivekananda strongly believed in the power of Yuva Shakti. He saw a vital place for youngsters in the realm of nation building.
— Narendra Modi (@narendramodi) September 10, 2017
Inspired by the ideals of Swami Vivekananda, we are working tirelessly towards realising the dreams & aspirations of our youth.
— Narendra Modi (@narendramodi) September 10, 2017