પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગૌહાટીમાં એડવાન્ટેજ અસમ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, 2018નાં ઉદઘાટન સત્રનું સંબોધન કરશે.
બે-દિવસનું આ સંમેલનઆસામ સરકાર દ્વારા અત્યાર સુધીની રોકાણને પ્રોત્સાહન અને સુવિધા પ્રદાન કરનારી સૌથી મોટી પહેલ હશે. આ સંમેલનનો ઉદ્દેશ આસામ દ્વારા રોકાણકારોને પૂરાં પાડવામાં આવતાં ભૌગોલિક વ્યૂહાત્મક લાભ પ્રદાન કવાનો છે. આ કાર્યક્રમ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં વિકાસનાં માર્ગે અગ્રેસર અર્થતંત્રોને નિકાસલક્ષી ઉત્પાદન અને સેવાઓની દ્રષ્ટિએ રાજ્ય દ્વારા ઉત્પાદન ક્ષમતા અને અવસરો પ્રદર્શિત કરશે.
આ સંમેલન વીજળી, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ, આઇટી અને આઇટીઇએસ, નદી પરિવહન અને બંદર વસાહતો, પ્લાસ્ટિક એન્ડ પેટ્રોકેમિકલ્સ, ફામાસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ઉપકરણો, હેન્ડલૂમ, વસ્ત્રો અને હસ્તાકળા, પ્રવાસન, હોસ્પિટાલિટી એન્ડ વેલનેસ, નાગરિક ઉડ્ડયન તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાં રોકાણની તકો પ્રદર્શિત કરશે.