પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2018 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોની સભામાં હાજરી આપશે.
સભામાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમોના વરિષ્ઠ અધિકારીઓ તથા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. સભામાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમો દ્વારા અપનાવાતી શ્રેષ્ઠ પદ્ધતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે.
બપોરે, કોર્પોરેટ શાસન, માનવ સંસાધન વ્યવસ્થાપન, નાણાકીય રિ-એન્જિનીયરીંગ અને નવાચાર જેવા વિષયો પર પ્રધાનમંત્રી સમક્ષ વિષયગત પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ત્યારબાદ સભાને સંબોધન કરશે.