પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લાનાં મેદાનમાં 15 ઓગસ્ટ પાર્ક ખાતે દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીએ લવ-કુશ રામલીલા સમિતિ દ્વારા આયોજિત રામલીલાને પણ નિહાળી હતી. તેમણે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની વિશાળ પ્રતિમાઓનું દહન પણ નિહાળ્યુ હતુ, જે બુરાઈ પર અચ્છાઈનાં વિજયનું પ્રતીક ગણવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત હતાં.