પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હંગેરીના પ્રધાનમંત્રી મહામહિમ વિક્ટર ઓર્બન સાથે ફોન પર વાત કરી
બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ અને મુત્સદ્દીગીરી અને સંવાદમાં પાછા ફરવાની જરૂરિયાત પર સંમત થયા.
પ્રધાનમંત્રીએ યુક્રેન - હંગેરી સરહદ દ્વારા 6000થી વધુ ભારતીય નાગરિકોને બહાર લાવવાની સુવિધા આપવા બદલ મહામહિમ ઓર્બન અને હંગેરિયન સરકારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી ઓર્બને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીય તબીબી વિદ્યાર્થીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે જો તેઓ ઈચ્છે તો હંગેરીમાં તેમનો અભ્યાસ ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે. પ્રધાનમંત્રીએ આ ઉદાર ઓફર માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી.
નેતાઓ વિકસતી પરિસ્થિતિ પર સંપર્કમાં રહેવા અને સંઘર્ષના અંતને પ્રોત્સાહિત કરવા તેમના પ્રયાસો ચાલુ રાખવા સંમત થયા.